આજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે ધનલાભ – 19 ઓક્ટોબર 2019

0

1. મેષ – અ,લ,ઈ (Aries):
મુસાફરી તમને ખૂબ ફળદાયી નીવડશે જે તમને આર્થિક લાભ તો આપશે જ સાથે સાથે દિવસના અંતે માનસિક શાંતિ પણ જણાશે. આજે કોઈ સારું કામ કરવાનું મન બનશે પણ પ્રિયપાત્ર સાથે થયેલી તકરાર તમારું મન વ્યથિત કરી દેશે. આવનારો સમય તમારા દરેક દુખોને દૂર કરી દેશે. પોઝીટીવ રહો આજે કોઈપણ જાતનો નેગેટીવ વિચાર મનમાં લાવવાનો નથી. જે વ્યક્તિથી તમને ફાયદો થવાનો હોય તેમની સાથે વાણી વ્યવહારમાં સાવચેતી રાખજો ક્યાંક તમારી એક નાનકડી ભૂલ તમને મોટા નુકશાનમાં ના ઉતારી દે.
શુભ અંક : ૬
શુભ રંગ : જાંબલી
2.વૃષભ – બ,વ,ઉ (Taurus):
આજે તમારા પ્રિયપાત્ર સાથે થોડી ખાટીમીઠી બોલાચાલી થશે તો એ પ્રેમભરી વાતોનો આનંદ માણો. આજની સાંજ પરિવાર સાથે વિતાવો, આજે વેપાર કરતા મિત્રો માટે પણ ઉત્તમ દિવસ છે. જો તેઓ પોતાનો બિઝનેસ વિદેશમાં કરવા માંગે છે તો આજથી શરૂઆત કરવી જોઈએ. યોગ્ય અને અનીભાવી મિત્રોની સલાહ લેવાનું રાખો. આજે પૈસાનો વ્યવહાર કરતા પહેલા સો વાર વિચાર કરજો, તમારી નજીકના કોઈ વ્યક્તિને પૈસાની તાત્કાલિક જરૂરત ઉભી થશે અને એ તમને કોન્ટેક્ટ કરી શકે છે. આવનારો સમય તમારા દરેક દુખોને દૂર કરી દેશે. પોઝીટીવ રહો આજે કોઈપણ જાતનો નેગેટીવ વિચાર મનમાં લાવવાનો નથી.
શુભ અંક : ૮
શુભ રંગ : પીળો
3. મિથુન – ક,છ,ઘ (Gemini):
આજથી તમારા સ્વભાવમાં તમારે બદલાવ લાવવાની જરૂરત છે તમારા સ્વભાવના કારણે તમારા કાર્યક્ષેત્રમાં લોકો તમારાથી નારાજ રહેશે. આજે દરેક સાથે થોડી નરમાશથી વાત કરો. કોઈપણ રોકાણનો કે પછી મિલકત ખરીદવાના નિર્ણયને સમજી વિચારીને અમલમાં મુકો. ભવિષ્યને બનાવવા જતા તમારી આજ બગડે નહિ તેનું ધ્યાન રાખો, નિયમિત કસરત તમારું સ્વાસ્થ્ય સારું રાખશે. આજે પ્રેમ પ્રસ્તાવ સ્વીકારવા માટે અને પ્રસ્તાવ આપવા માટે સારો સમય છે.
શુભ અંક : ૫
શુભ રંગ : ગુલાબી
4. કર્ક – ડ,હ (Cancer):
આજે અમુક લોકોની હાજરી તમને વ્યાકુળ કરી શકે છે. તેઓની સાથે બહુ ધીરજથી અને શાંતિથી વાત કરો અને તમારા વિચારો એમને જણાવો. કાર્યક્ષેત્રમાં આજે અનેક નવી તકો ઉભી થશે. નોકરી માટે પ્રયત્ન કરતા મિત્રોને આજે સારી ઓફર મળવાના યોગ બની રહ્યા છે. આજે કોઈપણ નિર્ણય એકલા હાથે લેશો નહિ તમારા માતા પિતા અથવા વડીલમિત્રોની સલાહ લેવાનું રાખજો. આજે કોઈ ગરીબને મદદ કરજો તમારી ખુશીઓમાં વધારો થશે. વડીલ મિત્રોએ આજે પોતાનું સ્વાસ્થ્ય સંભાળવું, કોઈપણ દવા લેવાનું ચુકી ના જવાય એ ધ્યાન રાખો. આજે મહિલા મિત્રો માટે પણ સારો દિવસ છે તમારા જીવનસાથીનો પુરતો સપોર્ટ મળશે.
શુભ અંક : ૭
શુભ રંગ : કેસરી
5. સિંહ – મ,ટ (Lio):
પૈસાની લેવડ દેવડમાં જોખમ ઉઠાવું નહિ. તમારી આર્થિક પરીસ્થિતિ જોઇને જ કોઈ નિર્ણય કરવો. ઉતાવળે કોઈપણ નિર્ણય કરવો નહિ. આજે પૈસા ભેગા કરવામાં તમારો સમય વીતશે. આજે જુના મિત્રો સાથે મુલાકાત થશે. આજે અમુક કામમાં તમને તમારા પરિવારનો સહયોગ મળશે. આજે નવા લોકો સાથે મિત્રતા કરતા સાવધાન રહો. છેલ્લા કેટલાક સમયથી સંબંધોમાં આવેલ ગેરસમજ આજે દૂર કરવાનો મૌકો મળશે. આજે તણાવને કારણે માથાનો દુખાવો થઇ શકે છે. આજે કામમાંથી રજા લઈને થોડો સમય આરામ માટે કાઢો. વિદ્યાર્થીઓને આજે અમુક મહત્વના નિર્ણય લેવાના આવશે. શેર માર્કેટમાંથી સારો ફાયદો ઉઠાવી શકશો.
શુભ અંક : ૭
શુભ રંગ : ગુલાબી
6. કન્યા – પ,ઠ,ણ (Virgo):
લાંબી મુસાફરી પછી આજે આરામ કરવાનો યોગ્ય સમય છે આજે તમારે પૈસાની તંગી સર્જાઈ શકે છે તો કોઈપણ નવી સ્કીમ કે યોજનાનો લાભ લેતા પહેલા તમારો ખર્ચ કેટલો છે અને આવક કેટલી છે એ ખાસ ધ્યાનમાં રાખજો. નાની નાની રમૂજમાં માટે કોઈને ઉતારી પડવાની જો આદત છે તો એ આજથી બદલી દો. આજે જો ઘરમાં કોઈપણ વાતને લઈને વિવાદ થાય તો તેને વડીલોની સલાહ લઈને સુલજાવી દો. આજે તમારા જીવનસાથીની તબિયત નરમ ગરમ રહેશે. મન હળવું કરવા માંગો છો તો જુના મિત્રોને ફોન કરીને કે મળીને વાતો કરો.
શુભ અંક : ૨
શુભ રંગ : કાળો
7. તુલા – ર,ત (Libra):
ઘણાં દિવસથી ચાલતા લાંબા કાર્યથી આજે આરામ મળશે, મ્યુઝિક તમને ખુશ કરી શકશે. મિત્રોના મેળાવડા પાછળ નાહકનો ખર્ચ કરતા બચો, થોડો સમય પરિવારને આપો એ તમારી માટે ફાયદાકારક રહેશે. તમે ઘણા દિવસોથી જે વ્યક્તિને મળવા અને જાણવા માંગતા હતા એની સાથે તમારી આજની મુલાકાત પાક્કી સમજો. કોઈપણ કાર્યમાં ધીરજ રાખો અને ઉતાવળે કોઈપણ કાર્ય કરશો નહિ. આજે કોઈપણ સ્કીમમાં રોકાણ કરવાનું વિચારો તો તમારા વડીલોની સલાહ અવશ્ય લેજો. આજે તમારે તમારી વિચારશક્તિ અને પોઝીટીવીટીને લઈને આગળ વધવાનું છે.
શુભ અંક : ૫
શુભ રંગ : સફેદ
8. વૃશ્ચિક – ન,ય(Scorpio):
આજે નોકરી કરતા મિત્રો માટે થોડો ભારે દિવસ છે. માટે આજે તમારાથી કામમાં કોઈ ખામી ના રહી જાય તે ચકાસજો. તમને એકવાર નિષ્ફળતા મળી એનો અર્થ એવો બિલકુલ નથી કે તમને સફળતા મળશે જ નહિ. આજે તમારે કોઈપણ નિર્ણય એકલાહાથે લેવાનો નથી આજે કોઈ નજીકના મિત્ર અથવા તો પરિવારના વડીલોની સલાહ લઈને જ નિર્ણય કરજો. તમારો એક ખોટો નિર્ણય તમારી મુશ્કેલી વધારી દેશે. તમે પૈસા કેવીરીતે કમાવવા તેના અવનવા રસ્તા શોધો. અને ઈશ્વરનું નામ અને વડીલોના આશીર્વાદથી કામ શરુ કરો. પરિવારનો પ્રેમ અને સહકાર તમને આગળ આવવામાં મદદ કરશે.
શુભ અંક : ૩
શુભ રંગ : લીલો
9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):
જો તમે કોઈ જમીન કે સ્થાઈ મિલકત લેવાનું વિચારી રહ્યા છો તો આજનો સમય યોગ્ય છે. આજે ઘરમાં તમારા વાણી અને વર્તનથી કોઈને મનદુઃખ ના થાય એની સાવચેતી રાખજો. આજે ઘર માટે નવો સમાન લેવા જઈ શકશો. વધારાના અને ખોટા ખર્ચથી દૂર રહેવું. નોકરી કે ધંધા માટે આજે તમારે નાની મુસાફરી કરવાના યોગ છે જે તમને ભવિષ્યમાં સારો ફાયદો અપાશે. આજે તમારા પતિ કે પત્ની તમારા વ્યવહારથી દુખી ના થાય એ ધ્યાન રાખજો.
શુભ અંક : ૫
શુભ રંગ : પીળો
10. મકર – જ, ખ (Capricorn):
નોકરી કરતા મિત્રોને આજે તેમનું અટકેલ પ્રમોશન મળી શકે છે. આજે સ્થાયી અથવા અસ્થાયી મિલકત ખરીદવાના યોગ છે. પરિવારમાં ખુશીઓનું આગમન થશે, એકબીજા સાથે સંબંધો વધુ મજબુત થશે. પરણિત મિત્રો માટે આજે ખાસ દિવસ બની રહેશે, સાંજનો સમય પરિવાર સાથે કે જીવનસાથી સાથે પસાર કરો. આજે અકસ્માતના યોગ છે રસ્તા પર વાહન ચલાવતા અને રસ્તો ક્રોસ કરતા ખાસ તકેદારી રાખજો. ઘરમાં રહેલ નાના બાળકની તબિયત બગડી શકે છે. વેપારી મિત્રો પોતાનો વેપાર નવી જગ્યાએ ફેલાવી શકશે. આજે મહત્વના અમુક લોકો સાથે મુલાકાત થશે. જીવનસાથી તરફથી સરપ્રાઈઝ મળવાના યોગ છે.
શુભ અંક : ૩
શુભ રંગ : ગુલાબી
11. કુંભ – ગ,શ,સ(Aquarius):
ઇન્કમ વધારવા માટે આજે તમે પ્રયત્ન કરશો અને તેમાં તમને સફળતા મળશે. આજે તમારા જીવનસાથી અને પરિવાર તરફથી તમને સહકાર મળશે. પ્રેમ સંબંધમાં જોડાયેલ વ્યક્તિઓ માટે આજનો દિવસ ઘણો સારો છે જો કોઈ પ્રિયપાત્રને લગ્ન માટે પ્રપોઝ કરવા માંગો છો તો તમને આજે પોઝીટીવ જવાબ મળશે. આજે તમને શારીરિક કરતા માનસિક થાક વધુ લાગશે. આજે બને ત્યાં સુધી પ્રયત્ન કરો કે તણાવ ઓછો થઇ શકે. આજે વિદ્યાર્થીઓની ઉન્નતી થશે. નોકરી કરતા મિત્રોને પ્રમોશન મળવાનો યોગ છે. વેપારીઓને ભાગીદારીના વેપારમાં સારો નફો મળશે.
શુભ અંક : ૮
શુભ રંગ : સફેદ
12. મીન – દ,ચ,જ,થ(Pisces): રસ્તા પર વાહન ચલાવતા નિયમોનું પાલન કરો, આજે દંડ કે ચલણ નીકળી શકે છે. પારિવારિક જીવન સામાન્ય રહેશે. આજે ઘરમાં લાંબા સમયથી ચાલી રહેલ કોઈ વિવાદનો અંત આવશે. આજે તમારી મુલાકાત કોઈ ખાસ વ્યક્તિ સાથે થશે જેનાથી તમને ભવિષ્યમાં ઘણો ફાયદો થશે. નોકરી શોધી રહેલ મિત્રો માટે આજે સારો દિવસ છે. આજે નોકરી બદલવા માંગતા મિત્રોએ થોડી રાહ જોવાની જરૂરત છે. તમારી ઈમાનદારી અને કામ કરવાની ક્ષમતા તમને સફળતા આપવશે. આજે સ્વાસ્થ્યની વિશેષ કાળજી રાખવાની જરૂરત છે. સંતાન તરફથી સારા સમાચાર મળશે. આજે આવકમાં વધારો થશે. વેપારી મિત્રોને પણ ધનલાભ થવાના યોગ છે. બીજાને મદદ કરવાની તમારી આદત તમારું જીવન બદલી શકે છે.
શુભ અંક : ૧
શુભ રંગ : નારંગી

આજે જે મિત્રોનો જન્મ દિવસ છે તેમની માટે ખાસ.

જે મિત્રોનો આજે જન્મદિવસ છે તેમને પહેલા તો ઘણીબધી શુભેચ્છાઓ, ઈશ્વર તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરવાની તમને શક્તિ આપે એવા આશીર્વાદ. હવે વાંચો આજથી તમારે આ વર્ષે શું કરવાનું છે અને શું નથી કરવાનું કઈ વાતોનું ધ્યાન રાખશો કે જેથી આ આખું વર્ષ તમારું સુખદ બની શકે.

સ્વાસ્થ્ય – આ વર્ષે તમારા પર જે મુસીબત આવવાની છે તેનાથી બચવા માટે ગરીબ બાળકોની સેવા કરો કોઈ તકલીફમાં હોય તો એની મદદ કરો જેનાથી તમારી આવનારી મુશ્કેલી ઓછી થઇ જશે. જીવનસાથી તરફથી આ વર્ષે તમને પુરતો સપોર્ટ મળશે. તારા ઓળખીતા દરેક મિત્રો અને પરિવારજનો તમારા વખાણ કરશે.

નોકરી-ધંધો – આજથી શરુ થતું તમારું જન્મવર્ષ પાછલા વર્ષના પ્રમાણે વધુ સારું રહેશે. મહેનત કરવાથી જ યોગ્ય ફળ મળે છે તો યોગ્ય સમયની રાહ જોયા વગર આજથી જ તમારા નવા કામની શરૂઆત કરો.

કૌટુંબિક-પારિવારિક – જે મિત્રો પોતાના જીવનસાથીની શોધમાં છે તેમની માટે આ વર્ષ મિશ્ર ફળદાયી રહેશે. તમારી સામે હશે તમારો જીવનસાથી પણ તમે તેને ઓળખી શકશો નહિ. જો કોઈને પ્રપોઝ કરવાની તૈયારી કરી રહ્યા હોવ તો આ વર્ષ તમારા માટે સારું છે તો યોગ્ય સ્થળ અને સમય જોઇને તેમને પ્રપોઝ કરો.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.