ગુજરાતમાંથી ઘણીવાર સ્પા સેન્ટરોના નામે દેહવેપારનો ધંધો ચાલતો હોવાનો પર્દાફાશ થાય છે અને આવી માહિતી મળતા પણ પોલિસ પણ એક્શનમાં આવી જતી હોય છે અને દરોડા પાડી ત્યાંના સંચાલકો કે ત્યાં કામ કરતી રૂપલલનાઓ અને ગ્રાહકોને પકડી પાડતી હોય છે. ત્યારે છેલ્લા ઘણા સમયથી સુરત, વડોદરા અને રોજકોટ જેવા શહેરોમાંથી ઘણા સ્પા સેન્ટરોમાં પોલિસ દ્વારા દરોડા પાડવામાં આવે છે અને કાળા ધંધા ઉજાગર કરવામાં આવતા હોય છે. હાલમાં સુરતના પોસ વિસ્તારમાં ફરી એક સ્પા સેન્ટર પર દરોડો પાડવામાં આવ્યો હતો.
આ દરમિયાન મહિલા અને પુરુષોની પણ અટકાયત કરવામાં આવી હતી. ત્યારે આવા ધંધા સાથે સંકળાયેલા 41 લોકોની પોલિસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. જેમાં 19 રૂપલલનાઓ અને 22 પુરુષોનો સમાવેશ થયા છે. મહિલાઓને બહારના રાજ્યોમાંથી બોલાવી આવી અવળી પ્રવૃત્તિઓ ચલાવવામાં આવતી હોવાનું સામે આવ્યુ છે. ત્યારે પોલિસે હાલ તો ત્યાંથી કોન્ડમ અને મોબાઇલ જેવો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને કાર્યવાહી હાથ ધરી છે. પોલિસને ત્યાંથી કેટલાક ગ્રાહકો પણ કઢંગી હાલતમાં મળી આવ્યા હતા.
ઉમરા પોલિસે પાર્લે પોઇન્ટ, પીપલોડ અને વેસૂ જેવા પોશ વિસ્તારમાં ધમધમતા કુટણખાના પર દરોડો પાડ્યા હતા. પૂછપરછ દરમિયાન એ સામે આવ્યુ હતુ કે બહારના રાજ્યોમાંથી મહિલાઓને કઇ રીતે લાવવામાં આવે છે અને તેમના પાસે કેવા કેવા કામો કરાવવામાં આવે છે. પોલિસે 50 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલિસની વધુ પૂછપરછમાં ઘણા ખુલાસા થવાની શક્યતા છે કે છોકરીઓને જબરદસ્તી આ ધંધામાં લાવવામાં આવે છે કે કેમ…
પોલિસ દ્વારા અલગ અલગ 4 સ્પા સેન્ટરોમાં દરોડા પાડવામાં આવ્યા હતા, જ્યાં સ્પા, મસાજના નામે દેહવેપારનો ધંધો ચાલે છે. મસાજના નામે મહિલાઓ રાખી ગ્રાહકો પાસેથી રૂપિયા લેવાતા અને ગ્રાહકોને શરીર સુખની સવલત પૂરી પાડવામાં આવતી હતી. પોલિસે સ્પાના માલિકો અનિલ અને ભાવેશ તેમજ સંચાલક જીરાપત નેબકલંગ મેનેજર મુકેશકુમાર અને ગ્રાહકોની અટકાયત કરી હતી.
આ ઉપરાંત સ્પામાં વિદેશી મહિલાઓ મોકલનાર લમાંઈ ઉર્ફે smiley ચીમ ખોંબુરીની વોન્ટેડ જાહેર કરવામાં આવી છે. જે પણ સ્પામાં દરોડા પાડવામાં આવ્યા હતા એટલે કે ઘોડદોડ રોડ વેસ્ટ Field કોમ્પ્લેક્ષમાં ચાલતુ લકી સ્પા, પથિક એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ પર ચાલતુ હેપ્પી સ્પા અને શ્રીરામ કોમ્પ્લેક્ષમાં ચાલતુ બુધધાસ સ્પામાં મળી 68,300 રૂપિયા જેટલો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.