ખબર

રાજકોટમાં છેલ્લા 2 વર્ષથી ઘરની અંદર પુરાઈ રહેલી 200 કિલોની મહિલાને મુક્ત કરવામાં આવ્યા, જુઓ માનવતા મહેકાવતો કિસ્સો

રાજકોટની અંદર છેલ્લા થોડા સમયથી માનવતાની મહેક પ્રસરાવતા ઘણા કિસ્સાઓ સામે આવી રહ્યા છે, ત્યારે આ દરમિયાન જ એક કિસ્સો હાલ ખુબ જ ચર્ચામાં આવ્યો છે, જેમાં એક 200 કિલોથી પણ વધારે વજન ધરાવતી મહિલા અને તેના પુત્ર છેલ્લા 2 વર્ષથી ઘરમાં જ કેદ હતા, હાલ તેમને રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટના ગાંધીગ્રામના વેલનાથ ચોક પાસે આવેલા ગોવિંદ નગર શેરી નંબર 2માંથી આ મહિલા અને તેનો પુત્રને શક્તિ એજ્યુકેશન ટ્રસ્ટ અને 181 અભયમ હેલ્પલાઇન દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા.આ મહિલાનું નામ સરલાબેન કાંતિભાઈ પ્રજાપતિ તેમના 13 વર્ષના પુત્ર સાથે રહે છે.

સ્થાનિકોના જણાવ્યા અનુસાર 2 વર્ષ પહેલા તેમનું સારણ ગાંઠનું ઓપરેશન કરવામાં આવ્યું હતું, જેના બાદ તેમની માનસિક હાલત ખરાબ ચાલી રહી હતી.સરલાબેનના પતિ છેલ્લા લાંબા સમયથી દુબઈની અંદર વસવાટ કરી રહ્યા છે. ત્યારે સરલાબેનની માનસિક હાલત ખરાબ થવાના કારણે તેઓ પેશાબ અને શૌચ પણ પથારીમાં જ કરતા હતા.

હાલ તેમને સારવાર માટે સીવીલી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમના તમામ રિપોર્ટ નોર્મલ આવ્યા છે.છેલ્લા 2 વર્ષથી સરલાબેન આ રીતે પોતાના  પુત્ર સાથે એકલવાયું જીવન વિતાવતા હતા, જેની જાણ સોસાયટીના લોકોએ 181 અભયમ ટીમને કરતા શ્રી શક્તિ  એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા તેમને રેસ્ક્યુ આવ્યા હતા. દીકરાની શૈક્ષણિક જવબદારી પણ કેટલાક સંસ્થાનો દ્વારા સ્વીકરવામાં આવી છે.