જ્યોતિષ શાસ્ત્ર

આજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે ધનલાભ-17 સપ્ટેમ્બર 2020

1. મેષ – અ, લ ,ઈ (Aries):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. પ્રેમી પંખીડા માટે આજનો દિવસ મહાન છે. તમારી ક્રિએટિવિટીથી તમારી લવલાઇફમાં વધારો થશે. તમારા વર્તનથી પરિણીત લોકોના લગ્ન જીવનમાં થોડો તણાવ વધી શકે છે.
આજના દિવસે કામને લઈને સખ્ત મહેનત કરવી પડશે. આજના દિવસે તણાવમાં વધારો થઇ શકે છે. આજના દિવસે ભાગ્ય તમને સાથ આપશે. સ્વાસ્થ્ય મજબૂત રહેશે.

2.વૃષભ – બ, વ, ઉ (Taurus):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. આજના દિવસે દિલમાં ખુશી રહેશે. પરિવાર તરફથી ખુશી મળશે. પ્રેમીપંખીડા માટે આજનો દિવસ સારો રહેશે. પરિવારનો સહયોગ મળશે. વિવાહિત લોકોના ગૃહસ્થ જીવનમાં તણાવ વધી શકે છે. જીવનસાથી ગુસ્સે થઈ શકે છે. કામને લઈને દિવસ સામાન્ય રહેશે. સખત મહેનતથી પીછેહઠ ન કરો.

3. મિથુન – ક, છ, ઘ (Gemini):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ ઉતાર-ચડાવ ભર્યો રહેશે. આજના દિવસે પરિવારમાં ખુશીઓ રહેશે. સારા ભોજનનો આનંદ લઇ શકશો. સ્વાસ્થ્યમાં સુધારો થશે. પરિણીત લોકોના ગૃહસ્થ જીવનમાં સુમેળ જોવા મળશે. પ્રેમી પંખીડાને આજના દિવસે કેટલીક સમસ્યાઓ આવી શકે છે. કામને લઈને તમારી ઇચ્છા પ્રબળ રહેશે. પરંતુ તમને હજી પણ કંઈક અસંતોષ રહેશે.

4. કર્ક – ડ, હ (Cancer):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. આજના દિવસે પારિવારિક જીવનમાં થોડો તણાવ આવી શકે છે. મિત્રો અને પરિવારના નાના સભ્યોનો સહયોગ મળશે. કામકાજને લઈને દિવસ પ્રબળ રહેશે. જમીનની બાબતોમાં તમને સફળતા મળશે. પ્રેમી પંખીડા માટે આજનો દિવસ સામાન્ય છે.

5. સિંહ – મ, ટ (Lio):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. આજના દિવસે સ્વાસ્થ્ય સારું રહેશે. હળવા શરદી ઉધરસ થઇ શકે છે. આજના દિવસે અચાનક ખર્ચમાં વધારો થશે. પરિણીત લોકોનું ગૃહસ્થ જીવન જીવન ઉતાર-ચડાવથી ભરેલું રહેશે. પ્રેમી પંખીડા માટે આજનો દિવસ સારો રહેશે. તમે તમારા પ્રિયજન સાથે બહાર જવાની યોજના કરી શકો છો. ભાગ્યનો પ્રબળ રહેશે. જેનાથી કાર્યોમાં સફળતા મળશે.

6. કન્યા – પ, ઠ, ણ (Virgo):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ સાધારણ ફાયદાકારક રહેશે. ખર્ચમાં અચાનક વધારો થશે. તમારી ચિંતાઓ વધશે, પરંતુ તમારું સ્વાસ્થ્ય મજબૂત રહેશે. આજના દિવસે આવકમાં વધારો થશે. પરિણીત લોકોનું ગૃહસ્થ જીવન પણ સુખી રહેશે.

7. તુલા – ર, ત (Libra):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. આવક વધવાથી મન પ્રસન્ન થશે. મિત્રો અને સબંધીઓનો સહયોગ મળશે. પારિવારિક જીવન સંતોષકારક રહેશે. આજના દિવસે કામ પર ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી રહેશે. વિવાહિત લોકોના ગૃહસ્થ જીવન માટે દિવસ સારો રહેશે. પ્રેમી પંખીડા આજના દિવસે તેની પ્રિય વ્યક્તનો મૂડ જોઈને જ વાત કરે.

8. વૃશ્ચિક – ન, ય (Scorpio):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. આજના દિવસે કામ પર સંપૂર્ણ ધ્યાન આપવાથી સારા પરિણામ મળશે. આજના દિવસે સ્વાસ્થ્ય લથડી શકે છે. વિવાહિત લોકોનું પારિવારિક જીવન સુખી રહેશે. આજના દિવસે તમારા જીવનસાથી સાથે ક્યાંક બહાર જઈ શકો છો. પ્રેમી પંખીડા માટે આજનો દિવસ ખુબ જ સારો છે.

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. આજના દીવસે કામ બગડી શકે છે. પરંતુ બપોર પછી તે પૂરું થશે જેનાથી મનને ખુશી મળશે. કામને લઈને બુદ્ધિનો ઉપયોગ કરવાથી તમને સારા પરિણામો મળશે. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. આજના દિવસે મનમાં સારા વિચારો આવશે. આવકની દ્રષ્ટિએ દિવસ સારો છે. અચાનક થોડો ખર્ચમાં વધારો થશે. પરંતુ પરિણીત લોકોના જીવનમાં ખુશી થશે.

10. મકર – જ, ખ (Capricorn):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ ફળદાયી રહેશે. આજના દિવસે કામમાં વધારો થઇ શકે જેથી સાવચેત રહો. પરિણીત લોકોનું ગૃહસ્થ જીવન ખૂબ જ ખુશ રહેશે. પ્રેમી પંખીડા આજે ખુશ દેખાશે. કામને લઈને આજનો દિવસ સારો છે.
11. કુંભ – ગ, શ, સ (Aquarius):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. આજના દિવસે ધંધામાં તમને સફળતા મળશે. આજના દિવસે પારિવારિક તણાવ વધશે. વિવાહિત લોકોના ગૃહસ્થ જીવનમાં કેટલીક સમસ્યાઓ આવી શકે છે. આજના દિવસે સારા પરિણામો મળશે.

12. મીન – દ, ચ, જ, થ (Pisces):
આ રાશિના જાતકો માટે મધ્યમ ફળનો રહેશે. આજના દિવસે વિરોધીઓ પર ભારે રહેશે. આજના દિવસે ખર્ચમાં વધારો થશે. વિવાહિત લોકોનું પારિવારિક જીવન સારું રહેશે. આજના દિવસે દિલમાં પ્રેમ રહેશે. પ્રેમી પંખીડા માટે આજનો દિવસ રોમાન્સ ભર્યો રહેશે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.