જ્યોતિષ શાસ્ત્ર

રાશિફળ 17 ઓક્ટોબર : માતાજીની કૃપાથી આ 4 રાશિઓના જીવનમાં થશે ખુશીઓનું આગમન

1. મેષ – અ, લ ,ઈ (Aries):
આજના દિવસે તમારા ધનનું રોકાણ કરવાનો સમય રહેશે. શોર્ટ ટાઈમ રોકાણ કરવાથી સારું રોકાણ મળી શકે છે. કામને લઈને આજના દિવસે કંઈક નવું કરશો.
અંગત જીવન માટે આજનો દિવસ ભાવુક રહેશે. જીવનમાં પ્રેમને લઈને એક ખાસ આકર્ષણ રહેશે. ધનના મામલે આજનો દિવસ સારો રહેશે. સંતાનને લઈને થોડી ચિંતા રહેશે.

2.વૃષભ – બ, વ, ઉ (Taurus):
આજના દિવસે તમારી મનની કોઈ ઈચ્છા પુરી થવાથી ખુબ ખુશ થશો. આજના દિવસે તમને આર્થિક લાભના પ્રબળ યોગ પણ બની શકે છે. પ્રેમી પંખીડા માટે આજના દિવસે સંબંધમાં કંઈક અજીબ પરિસ્થિતિ આવશે. આજના દિવસે તમને લાગશે કે તમે કંઈક છુપાવી રહ્યાછો પરંતુ સ્થિતિ બિલકુલ અલગ હશે. કામને લઈને સ્થિતિ સારી રહેશે. આજે તમે માનસિક રીતે પણ પ્રબળ રહેશો. આવક વધવાથી ઘરમાં નવી ચીજ વસ્તુની ખરીદી કરી શકો છો.
3. મિથુન – ક, છ, ઘ (Gemini):
આ રાશિના જાતકોની માતાને આજે સ્વાસ્થ્ય કથળવાને કારણે તમારી જરૂરત પડી શકે છે. દોસ્તીમાં પ્રેમ અને સહયોગ પ્રાપ્ત થશે. મિત્રો આજે કોઈ પાર્ટીમાં જવાની જીદ કરી શકે છે. પ્રેમી પંખીડા આજના દિવસે તેના સંબંધમાં સફળતા પ્રાપ્ત કરશે. આજના દીવસે તમારા પ્રિય એની બુદ્ધિથી તમારું દિલ જીતશે. પરિણીત લોકોનું ગૃહસ્થ જીવન ખુશનુમા રહેશે. જીવન સાથી તમને કોઈ ધંધાની ટિપ્સ આપી શકે છે. નોકરી માટે પ્રબળ સ્થિતિ રહેશે.

4. કર્ક – ડ, હ (Cancer):
આજના દિવસે ભાવુકતાથી બહાર આવશો. આજના દિવસે તમારી આવકમાં વધારો થશે મનમાં કોઈ ઈચ્છા પુરી થવાથી મનોબળ સાતમા આસમાને રહેશે. મિત્રો સાથે વાતચીત થશે. આજના દિવસે અંગત જીવનમાં પણ સમસ્યાઓ આવશે. આજના દિવસે તમે કોઈ પ્રિય વ્યક્તિને લઈને ગુસ્સો વ્યક્ત કરી શકો છો. પરિણીત લોકો તેના ગૃહસ્થ જીવનમાં સંતુષ્ટ રહેશે. આજના દિવસે જીવન સાથી શ્રેષ્ઠ વ્યક્તિ રહેશે જેના પર તમને પૂરો ભરોસો રહેશે.

5. સિંહ – મ, ટ (Leo):
આ રાશિના જાતકોને પરિવારમાં જવાબદારી નિભાવશે. ઘર ગૃહસ્થીમાં કામમાં મન લાગવા માટે ઘરવાળાનો સહયોગ મળશે. આજના દિવસે પરિવારમાં કોઈ બાબતને લઈને તણાવ થઇ શકે છે. આજના દિવસે તમારું અંગત જીવન સારું રહેશે. પરણિત લોકોનું ગૃહસ્થ જીવન ઘણું ખુશ નજરે આવશે. આજના દિવસે તમે રોમેન્ટિક મૂડમાં રહેશો. જો તમે કોઈને પ્રેમ કરો છો તો આજે તમે તેને દિલની વાત કહેવાનો સારો દિવસ છે. કામને લઈને સત્ય અને ઈમાનદારી રહેશે.

6. કન્યા – પ, ઠ, ણ (Virgo):
આ રાશિના જાતકો ભાવુકતામાં આવીને મોંના ખોલી દે. આજના દિવસે તમારા ખાસ મિત્રને તમારી જરૂર પડશે. આજે તમારા મિત્રની જરૂર મદદ કરવી પડશે. ગૃહસ્થ જીવનને લઈને આજને થોડા ગુસ્સામાં નજરે આવશે. સ્વાસ્થ્યમાં ઉતાર-ચડાવ આવી શકે છે. ખર્ચમાં વધારો થઇ શકે છે. આજના દિવસે કામને લઈને મહેનત અને સમજદારી આવશે.

7. તુલા – ર, ત (Libra):
આ રાશિના જાતકો આજના દિવસે શારીરિક સમસ્યાથી પરેશાન નજરે આવશે . જેના માટે ડોક્ટરને મળી શકે છે. પૈસાના રોકાણ માટે આજનો દિવસ સારો રહેશે. કોર્ટ-કચેરી મામલે આજે ફાયદો થશે. ઘરમાં કોઈ નવું કામ કરાવી શકો છો. કામને લઈને આજે થોડા કમજોર રહેશો. આજના દિવસે તમારે પ્રવાસ પણ કરવો પડશે. અંગત જીવનમાં સુખ મળશે.

8. વૃશ્ચિક – ન, ય (Scorpio):
આ રાશિના જાતકો પોતાને એકલા સમજવાની ભૂલ ના કરે. દરેક વ્યક્તિ સંસારમાં એકલું જ હોય છે પરંતુ તેની આસપાસના લોકો તેને અહેસાસ નથી થવા દેતા. આજના દિવસે ફક્તને ફક્ત કામ પર જ ધ્યાન આપો. આજના દિવસે સ્વાસ્થ્ય સારું રહેશે. આજના દિવસે તમારા બોસ તમારી કાર્ય ક્ષમતા વિષે પૂછશે. પ્રેમી પંખીડા આજે કોઈ વાતને લઈને નિરાશ થઇ શકે છે.

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):
આ રાશિના જાતકોમાં આજના દિવસે અજબનો જોશ જોવા મળશે. આજના દિવસે તમે કોઈ પણ કામ જલ્દી પૂરું કરવાની કોશિશ કરશો. આજના દિવસે પરિવાર સાથે પણ સમય પસાર કરશો. આજના દિવસે તમને સંતૃષ્ટિનો ભાવ જોવા મળશે. સ્વાસ્થ્ય સારું રહેશે. મનમાં ધાર્મિક વિચાર આવશે. આજે કોઈ મિલકતને લઈને વાત ફાઇનલ થઇ શકે છે. આવકને લઈને આજના દિવસે સારા સમાચાર મળશે. આજના દિવસે રોકાયેલા પૈસા મળશે. અંગત જીવન સારું રહેશે.

10. મકર – જ, ખ (Capricorn):
આજના દિવસે તમને તમારા ખુદ પર ભરોસો રહેશે. કામને લઈને વિચાર કરવામાં આવશે. જાણ દિવસે ભાગ્ય પર વિશ્વાસ કરવાની બદલે કર્મ પર વિશ્વાસ કરવાનું વધુ રાખો. ખર્ચથી બચવાની કોશિશ કરશો તો આર્થિક સ્થિતિ સારી રહેશે. અંગત જીવન માટે દિવસ સારો રહેશે. વધુ કામના પ્રયાસ કરશો. કામને લઈને આજના દિવસે તમારે વધુ મહેનત કરવાની જરૂર નથી.

11. કુંભ – ગ, શ, સ (Aquarius):
આજનો દિવસ કોઈ પણ કારણ વગર ચિંતાને લઈને અને જૂની યાદને લઈને પરેશાન રહેશે. આ સ્થિતિમાંથી બહાર નીકળો. આજના દિવસે તમારો મહત્વપૂર્ણ સમય નીકળી જશે. કામને લઈને સ્થિતિ ઉત્તર-ચડાવ ભરી રહેશે. આજે કામમાં એકતા રાખવા માટે પરિશ્રમ કરવો પડશે. અંગત જીવનમાં તમને સુખ મળશે અને સંબંધમાં પ્રેમની વૃદ્ધિ થશે. આજનો દિવસ તમે સાસરાવાળા સાથે વીતાવી શકો છો. આજના દીવસે તમને અચાનક લાભ થવાથી ખુશી મળશે.

12. મીન – દ, ચ, જ, થ (Pisces):
આ રાશિના જાતકોને આજના દિવસે સ્થિતિમાં સુધારો આવશે. આજે તમે અગ્રેસિવ મૂડમાં રહેશો જેથી કામમાં રુકાવટ આવી શકે છે. કોશિશ કરો એ આ સ્થિતિમાંથી બચો કારણકે તેની અસર તમારા પરિવારના જીવન પર પડી શકે છે. કામને લઈને સ્થિતિ સુધરશે. આજે કામને લઈને તમારે કોઈ પર નિર્ભરતા નહીં રાખવી પડે. ખુદના દમ પર સફળતા મળશે. ખુદને સમય આપી શકશો અને જાણો કે તમારી અંદર શું ચાલી રહ્યું છે. કોઈ મહિલા સાથે ઝઘડો ના કરો.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.