આજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે ધનલાભ – 17 નવેમ્બર 2019

0
Advertisement

1. મેષ – અ,લ,ઈ (Aries):
વેપાર વધારવા માટે આજે ખાસ વ્યક્તિઓ તરફથી તમને મદદ મળશે. પરિવારનો પ્રેમ અને સહકાર તમને આગળ આવવામાં મદદ કરશે. માનસિક શાંતિ માટે આજે ધાર્મિક અને આધ્યાત્મિકતા તરફ તમારું મન વળશે. આજે નોકરી શોધતા મિત્રોને સારી કંપની તરફથી સારી ઓફર મળશે. નોકરી કરતા મિત્રોએ તેમનું કામ આજે ઈમાનદારી અને સમજદારીથી કરવાનું છે. વેપારી મિત્રોને આજે ભાગીદાર સાથે કોઈ ગેરસમજ થઇ શકે છે. આજે જીવનસાથી તરફથી તમને બોલચાલ થઇ શકે છે.
શુભ અંક : ૮
શુભ રંગ : કાળો
2.વૃષભ – બ,વ,ઉ (Taurus):
આજે અચાનક ધનલાભ થવાના યોગ છે. બંને તરફથી આજે તમારી આવક વધશે. પરિવારની માટે આજે તમે વાહન કે પછી બીજી કોઈ વસ્તુ ખરીદવાના યોગ છે. ઘર સાજ સજાવટ માટે ખર્ચ થશે. તમારા મિત્રોની સંખ્યામાં વધારો થશે. જે લોકો પોતાનું જીવન એકલું ગાળી રહ્યા છે તેમના જીવનમાં નવા લોકોનું આગમન થશે. આજે કાન, ગળું અને સ્કીન સંબંધિત કોઈ તકલીફ થશે. નોકરી કરતા મિત્રોને પ્રમોશન મળી શકે છે. સમાજમાં તમારી નામના થશે લોકોની ભીડમાંથી આજે તમે તમારી ઓળખાણ બનાવી શકશો. આજે વેપારી મિત્રોને કોઈપણ ઉતાવળમાં પૈસા રોકવાના નથી. ટૂંક સમયમાં તમારી આર્થિક પરીસ્થિતિ મજબુત થવાના ચાન્સ છે.
શુભ અંક : ૨
શુભ રંગ : પીળો
3. મિથુન – ક,છ,ઘ (Gemini):
આજે સમાજના અમુક કાર્યમાં તમે ભાગ લઇ શકશો. શેર માર્કેટ અને લોટરીથી સારો ધનલાભ થશે. તમારો આવનાર સમય આર્થિક રીતે મજબુત બનશે. જુના પ્રેમ સંબંધો તાજા થશે. પરણિત મિત્રોના સંબંધો વધુને વધુ મજબુત થશે. સ્વાસ્થ્યની દ્રષ્ટીએ આજનો દિવસ સામાન્ય રહેશે. એક્સ્ટ્રા ઇન્કમ વધારવા માટે આજે પોઝીટીવ દિવસ છે. બીજાને મદદ કરવી સારી વાત છે પણ કાઈ પણ જાણકારી વગર કોઈને ઉધાર આપવું એ યોગ્ય નથી. આજે પૈસા ડૂબવાના યોગ છે.
શુભ અંક : ૭
શુભ રંગ : લીલો
4. કર્ક – ડ,હ (Cancer):
આજે પૈસા કમાવવામાં બહુ ઉતાવળ કરવી નહિ. જલદી પૈસા કમાવવાની અને પૈસાને ડબલ કરવાની કોઈપણ સ્કીમમાં પૈસા રોકવામાં ઉતાવળ કરવી નહિ. આજે નોકરી કરતા મિત્રોને ઓફિસમાં અમુક મહત્વનું કામ તમને સોંપવામાં આવશે. આજે આવનાર મુશ્કેલીથી તમે સરળતાથી લડી શકશો. આજે કોઈપણ સાથે વાત કરો તો જે છે એ જ કહેવાનું રાખો વધારે કહેવું અને ખોટું બોલવાથી તમને નુકશાન થઇ શકે છે. આજે ઘરમાં પણ કોઈ વાતને લઈને ગુસ્સો આવે તો કંટ્રોલ જરૂર કરજો. અમુક જૂની ચિંતાઓ તમને હેરાન કરી શકે છે. જીવનસાથી અને વડીલ સાથે વાત કરીને યોગ્ય નિર્ણય લેજો.
શુભ અંક : ૮
શુભ રંગ : જાંબલી
5. સિંહ – મ,ટ (Lio):
આજે ઘરમાં થોડી હલચલ વધુ રહેશે તમારાથી નાના કે મોટા દરેક વ્યક્તિને માન આપો તમારાથી કોઈ ભૂલ ના થાય એની આજે ખાસ તકેદારી રાખજો. તમારી એક નાનકડી ભૂલ તમારા જુના સંબંધોને બગાડી શકે છે. કોઈપણ જગ્યાએ પૈસા રોકતા પહેલા તમારા વડીલો અને ઉપરી અધિકારી મિત્રોની સલાહ લેવાનો આગ્રહ રાખો. જો તમે ઘણા સમયથી કોઈ નવા પ્રોજેક્ટ પર કામ કરવાની તૈયારી કરી રહ્યા છો તો આજનો દિવસ શુભ છે.
શુભ અંક : ૩
શુભ રંગ : ગ્રે
6. કન્યા – પ,ઠ,ણ (Virgo):
જીવનસાથી સાથે વાત કરો અને તેમને કોઈ તકલીફ હોય તો તેમને સમજવાનો પ્રયત્ન કરો. આજે પેટમાં સંક્રમણ, અપચો અને અનિન્દ્રા જેવી સમસ્યા થઇ શકે છે. આજે લગ્ન કરવા માંગતા મિત્રોને સારા ઘરમાંથી માંગા આવશે. આજે વિદ્યાર્થીઓ માટે પણ સારો દિવસ છે જે લોકો આર્ટ અને ચામડી જેવા વિષય સાથે જોડાયેલ છે તેમને પણ સફળતા મળશે. આજે કોઈપણ પાસેથી ઉધાર પૈસા લેતા પહેલા વિચારજો. થોડા સમય માટે તમને થોડી મુશ્કેલીઓ થશે પણ પછી તેમાં રાહત જણાશે.
શુભ અંક : ૫
શુભ રંગ : કાળો
7. તુલા – ર,ત (Libra):
આજે તમારા નિયમિત ખર્ચમાં વધારો થશે ક્યાંક તમારો ખર્ચ તમારા બજેટની બહાર ના જાય તેની તકેદારી રાખજો. રોકાણ કરવા માટે જે પણ તક મળે તેમાં તમારા ભવિષ્યના ફાયદા અને નુકશાન બંનેની ચકાસણી કરજો પછી જ યોગ્ય નિર્ણય કરજો. આજે આર્થિક લાભ માટે નાનકડી મુસાફરી કરવાનું બની શકે છે. સાંજે તમને સરપ્રાઈઝ મળવાના પણ યોગ બની રહ્યા છે.
શુભ અંક : ૪
શુભ રંગ : આસમાની
8. વૃશ્ચિક – ન,ય(Scorpio):
નવા ક્ષેત્રમાં રોકાણ કરવા માટે આજનો દિવસ સૌથી સારો છે તમારું નસીબ આજે તમારી આર્થિક સ્થિતિ સુધારવામાં મદદ કરશે. પરિવારમાં વડીલો તમારા વિચાર સાથે સહમત નહિ હોય. તેમની સાથે વાદ વિવાદ કરતા પહેલા તેમના વિચારો પણ જાણો અને તેઓ શું કહેવા માંગે છે તે સાંભળો. આજે લગ્નજીવનમાં અમુક મુશ્કેલીઓ આવશે એકબીજાને બહુ ઓછો સમય આપવાને લીધે એકબીજાની વચ્ચે તણાવ ઉત્પન્ન થશે. આજે પિતાની તબિયત નરમગરમ રહેશે. વિદેશમાં કામ કરતા મિત્રોને ધનલાભ થશે. વેપારી મિત્રોના જીવનમાં કેટલાક સકારત્મક પરિવર્તન આવશે.
શુભ અંક : ૩
શુભ રંગ : સફેદ
9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):
આજનો દિવસ તમારી માટે ખૂબ દોડધામ ભર્યો રહેશે. જુના અને જાણીતા મિત્રોને તમારા પ્લાનમાં સાથે રાખીને કાર્ય કરો. આજનો દિવસ તમે ખૂબ ઉત્સાહથી વીતાવશો. તમારા પ્રિયપાત્ર સાથે આજે લોંગડ્રાઈવ પર જાવ જે તમારા લગ્નજીવનમાં નવો ઉત્સાહ લઈને આવશે. તમારે આજે સફળ થવા માટે બહુ મહેનત નહિ કરવી પડે હા માનસિક તૈયારી રાખો કે કોઈપણ મુશ્કેલીનો સામનો કરી શકો. આજે સંતાનના સ્વાસ્થ્યને લઈને થોડી પરેશાની દિવસના અંતે આવી શકે છે.
શુભ અંક : ૧
શુભ રંગ : લાલ
10. મકર – જ, ખ (Capricorn):
પારિવારિક જીવન માટે આજનો દિવસ ઘણો સારો સાબિત થશે. પરિવારમાં સુખ અને શાંતિ વધશે. દાંપત્યજીવન માટે આજનો સમય મિશ્રફળ દાયી હશે. નોકરી કરતા મિત્રો તેમના કામને લીધે પરિવારને ઓછો સમય આપી શકશે. આને વધારે કામ હોવાથી માનસિક અને શારીરિક થાક લાગશે. આજે કામ માંથી બ્રેક લઈને આરામ કરવાનું રાખજો. આજે વિદ્યાર્થીઓનું મન ભણવામાં લાગશે નહિ. પ્રોપર્ટીના બિઝનેસ સાથે જોડાયેલ વ્યક્તિને ધનલાભ થશે. આર્થિક પરીસ્થિતિ મજબુત થશે.
શુભ અંક : ૯
શુભ રંગ : નારંગી
11. કુંભ – ગ,શ,સ(Aquarius):
આજે તમારે ધાર્મિક સ્થળની મુલાકાત લેવાના યોગ છે દર્શન થવાને લીધે આજે તમને માનસિક શાંતિ થશે. ત્યાં તમને કોઈ સાથે અણધારી મુલાકાત થઇ શકે છે. તમારે તમારા ઉદાર સ્વભાવ પર થોડો કંટ્રોલ રાખવાની જરૂરત છે. થોડી બચત કરતા શીખો જે ભવિષ્યમાં તમારા કામમાં આવે તમારા જીવનસાથીને આજે ખુશ કરવા તેમની માટે કોઈ ભેટ સોગાદ લઈને ઘરે જાવ. નાની મોટી તકલીફોનો સામનો કરવો પડી શકે છે. પણ તમે મૂંઝાતા નહિ એ મુશ્કેલીઓ જ તમને સાચી સફળતા આપવશે.
શુભ અંક : ૩
શુભ રંગ : ગુલાબી
12. મીન – દ,ચ,જ,થ(Pisces):
મિત્રો સાથે એક યાદગાર મુસાફરી કરી શકો છો. તમે આજે ઘણી ઊર્જા સાથે બધા કામ પાર પાડશો. આજે વડીલ મિત્રોને સાંધાના દુઃખાવાની તકલીફ થઇ શકે છે. સવારે દરરોજ કસરત કરવી જોઈએ. પરણિત મિત્રો માટે આજનો દિવસ ઠીક ઠીક હશે. તમારે એકબીજાની વાતને શાંતિથી સાંભળવી જોઈએ. આજે નોકરી કરતા મિત્રોને સફળતા મળશે એટલા માટે અમુક શત્રુઓ તમારાથી ઈર્ષા થશે. તમારા કામમાં તેઓ મુશ્કેલી ઉભી કરી શકે છે. આજે પૈસા કમાવવા માટે તમે તમારી ક્ષમતા બહારનું કામ કરશો.
શુભ અંક : ૭
શુભ રંગ : આસમાની

આજે જે મિત્રોનો જન્મ દિવસ છે તેમની માટે ખાસ.

જે મિત્રોનો આજે જન્મદિવસ છે તેમને પહેલા તો ઘણીબધી શુભેચ્છાઓ, ઈશ્વર તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરવાની તમને શક્તિ આપે એવા આશીર્વાદ. હવે વાંચો આજથી તમારે આ વર્ષે શું કરવાનું છે અને શું નથી કરવાનું કઈ વાતોનું ધ્યાન રાખશો કે જેથી આ આખું વર્ષ તમારું સુખદ બની શકે.

સ્વાસ્થ્ય – બહુ લાંબી મુસાફરી અને એમાં પણ ટ્રેનમાં મુસાફરીને ટાળવી. મુસાફરીના થાકને કારણે તમને નાની મોટી તકલીફ થઇ શકે છે. મુસાફરી કરવાની આવે તો યોગ્ય દવાઓ અને બધો સમાન સાચવી રાખજો. ચોરીના કારણે નુકશાન થવાની સંભાવના છે.

નોકરી-ધંધો – પૈસા રોકાણ માટેની પણ ઘણી તક મળશે પણ તેમાં નફો અને નુકશાન બંને બાબતોની યોગ્ય ચકાસણી કરીને આગળ વધજો. કોઈપણ રોકાણ કરતા પહેલા તમારા વડીલોની અને ઉપરી અધિકારી જેને એ કામનો અનુભવ છે તેની સલાહ જરૂર લેજો. જો તમે ઈચ્છો છો કે ઓફિસમાં બધા તમારાથી ખુશ રહે અને તમારું દરેક કામ સરળતાથી થાય તો તમારે દરેક મિત્રોને સાચવવા પડશે ભૂલથી પણ કોઈનું અપમાન કે મનદુઃખ ના થાય એની તકેદારી રાખજો.

કૌટુંબિક-પારિવારિક – વર્ષનો અંતિમ ભાગ તમારા માટે શુભ સાબિત થશે. ઘરમાં નાનકડી પૂજા તમને અને તમારા પરિવારજનોને વધુ નજીક લાવશે જો લાંબા સમયથી કોઈ સાથે બોલચાલ બંધ હોય તો આ વર્ષે સામે ચાલીને માફી માંગી લેવી અને સંબંધો સુધારી લેવા.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here