આજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે ધનલાભ – 17 જાન્યુઆરી 2020

0

મેષ – અ, લ, ઈ
આજે પૈસાની કોઈપણ મુશ્કેલી આવશે નહિ. એક્સ્ટ્રા ઇન્કમ વધારવા માટેના સોર્સ તમારી સામે આવશે. પારિવારિક જીવનમાં તણાવ સર્જાઈ શકે છે. કોઈપણ મહત્વનો નિર્ણય લેતા પહેલા તમારા પરિવારના વડીલ અને જીવનસાથીની સલાહ જરૂર લેજો. આજે ખાવા પીવામાં ખાસ તકેદારી રાખજો આજે તમારા સ્વભાવમાં ચીડિયાપણું આવશે. નોકરી બદલવા માંગતા મિત્રોને સારા ઓપ્શન મળશે. દરરોજના કામમાં થોડી આળસ જણાશે. આજે અમુક મોટા કામને પૂર્ણ કરવા માટે તમારા સાથી કર્મચારીઓની મદદ મળશે.
શુભ અંક : ૩
શુભ રંગ : કાળો

વૃષભ – બ, વ, ઉ
પૈસા કમાવવા અને સેવિંગ વધારવા માટે આજે તમે વધુ મહેનત કરશો અને તેમાં તમને સફળતા પણ મળશે. આજે બાળકોને ભણવામાં કોઈ મુશ્કેલી આવી શકે છે તો આજે તમારે તેમને પણ સપોર્ટ આપવાનો રહેશે. આજે પરણિત મિત્રોના જીવનમાં અમુક મુશ્કેલીઓ આવી શકે છે. આજે પ્રેમીઓએ તેમના પ્રિયજન સાથે બોલચાલ થઇ શકે છે એકબીજા સાથે સંપર્ક તૂટશે. આજે કોઈપણ વાતે ગુસ્સે થવું નહિ. ગુસ્સો તમારું આજનું બનતું કામ બગાડી દેશે. નોકરી કરતા મિત્રોએ ઘણા સમયથી કરેલ મહેનતનું ફળ મળશે. થાક અને તણાવથી હવે તમારે થોડો બ્રેક લેવાની જરૂરત છે. આજે કોઈપણ પ્રકારના રોકાણ માટે યોગ્ય દિવસ નથી. મુસાફરી પર વધુ ખર્ચ થશે.
શુભ અંક : ૧
શુભ રંગ : સફેદ

મિથુન – ક, છ, ઘ
આજે લોકો તમારું સિક્રેટ જાણવા માટે કશું પણ કરી જશે. આજનું વાતાવરણ તમને ખુશ કરી દેશે, ખાવામાં થોડી સાવધાની રાખો બહારનું અને ખુલ્લી જગ્યાઓના ભોજનથી દૂર રહો. તમારા લાંબા સમયથી અટકી રહેલા પ્રોજેક્ટ ફ્લોર પર આવશે અને એ પ્રોજેક્ટ તમારી સફળતાનું કારણ બની રહેશે. તમારે આજનું કામ આજે જ પૂરું કરવાનું રહેશે, કાલે એ કામ કરવાનું રાખશો તો ઘણીબધી અડચણ આવી શકે છે. વડીલોની તબિયત પ્રત્યે થોડી સાવધાની રાખો. નિયમિત બોડી ચેકઅપ કરાવવાનું અને નિયમિત દવાઓ લેવાનું રાખો.
શુભ અંક : ૯
શુભ રંગ : લીલો

કર્ક – ડ, હ
જો તમે સમય સાથે ચાલવા માંગો છો તો જેમ સમયમાં પરિવર્તન આવે ચ્જે એમ તમારા જીવનમાં પણ પરિવર્તન લાવો જેના કારણે ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિની સ્થાપના થશે. પૈસા બનાવવા માટે જો કોઈ સારો પ્રોજેક્ટ હાથમાં આવે છે તો તેને પુરતી ચકાસણી કરીને લાંબા ગાળા માટે રોકાણ કરો. સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર રહેશો નહિ. આજે પરિવાર સાથે કોઈ ધાર્મિક સ્થળની મલકાત લો. કોઈપણ નાના કે મોટા વ્યક્તિ સાથે વાત કરો ત્યારે વાણી અને વર્તનમાં થોડી તકેદારી રાખજો કોઈનું મનદુઃખ કે પછી અપમાન ના થઇ જાય એ વાતનું ધ્યાન રાખજો. રાતનો સમય પરિવાર સાથે વિતાવો અને ઘરના વાતાવરણને હળવું કરવા માટે અનોખા પ્રયત્ન કરો.
શુભ અંક : ૮
શુભ રંગ : નારંગી

સિંહ – મ, ટ
આજે સવારે મોડા ઉઠવાને કારણે તમે ઓફિસે મોડા પહોચસો જેના કારણે તમારે ઉપરી અધિકારીનો ગુસ્સાનો સામનો કરવો પડશે, ઓફિસમાં આજે વધારાનું કામ કરવાનું રહેશે. કામ કરો ત્યારે મન એકદમ શાંત અને ચહેરા પર મુસ્કાન રાખો. ઓફિસમાં થયેલ તકલીફ કે અડચણનો ગુસ્સો ઓફીસમાં જ મૂકી ને ઘરે આવજો. તામ્ર કામની અસર ઘરના વાતાવરણમાં થવી જોઈએ નહિ. એવું કરવાથી તમારા ઘરમાં અને પરિવારના સભ્યોમાં તણાવનો માહોલ સર્જાઈ શકે છે. સંતાનો તરફથી તમને સારા સમાચાર મળવાના યોગ છે મહિલાઓ માટે આજે સમય અનુકુળ છે જો તમે ઘરે બેઠા બેઠા જ કોઈ નવા કાર્ય કરવાનું વિચારી રહ્યા છો તો આજથી જ શરૂઆત કરો.
શુભ અંક : ૬
શુભ રંગ : લાલ

કન્યા – પ, ઠ, ણ
આજે કામના સ્થળે દરેક મિત્રો અને તમારા બોસ તમારા નવા આપેલા આઈડિયાથી ખુશ રહેશે. આજે તમારી સફળતાનો દિવસ છે તો તેને સંપૂર્ણ રીતે માણો. તમારા દ્વારા આપવામાં આવેલા નવા વિચારોથી તમારી આવકમાં પણ વધારો થશે. જે મિત્રો પોતાનો પગાર વધારવા માટે એપ્લાય કરવાનું વિચારે છે તેઓની માટે આજે સારો સમય છે. આજે તમે થોડી નવી વસ્તુઓની ખરીદી પણ કરી શકો છો. આજે પરિવારમાં કોઈની તબિયત બગડે તેવા યોગ બની રહ્યા છે તો તેમની તકેદારી વિશેષ રાખજો. આજે તમારે કોઈનું મન દુભાવવાનું નથી. આજનો દિવસ વ્યસ્તતાથી ભરપુર રહેશે. આર્થિક સ્થતિ સધ્ધર બનશે.
શુભ અંક : ૭
શુભ રંગ : લાલ

તુલા – ર, ત
આજે કોઈપણને ખુશ કરવા માટે બહુ પ્રયત્ન ના કરશો તમારી બધી મહેનત પર પાણી ફરી શકે છે. મહેનતથી કમાયેલા પૈસા સાચવીને વાપરો ક્યાંક તમારા બચત કરેલા પૈસા કોઈ ફાલતું અને વધારાના ખર્ચમાં વપરાઈ જાય નહિ તેનું ધ્યાન રાખજો. આજે પૈસા બનાવવાની ઘણી બધી તક તમારી સામે આવશે તો એમાંથી પૂરી ચકાસણી કરીને જે વધુ સેફ અને યોગ હોય એમાં પૈસાનું રોકાણ કરજો. આજે સામે ચાલીને તમને કોઈ કામ સોંપે તો ના કહેશો નહિ એમનું કામ કરી આપો. તમારું કરેલું કામ એ ભવિષ્યમાં ખૂબ ફાયદો અપાવશે.
શુભ અંક : ૭
શુભ રંગ : લીલો

વૃષિક – ન, ય
નવરાશના સમયમાં કોઈપણ જાતના ટાઇમપાસ કર્યા વગર એ સમયનો સદુપયોગ કરજો. આજે તમારા હાથ નીચે કામ કરતા દરેક લોકો તરફથી તમને ખૂબ માન અને સન્માન મળશે. જેના કારણે તમારા આખા દિવસનો થાક ઉતરી જશે અને તમારી સાંજ ખુશનુમા જશે. આજે તમે કોઈને પ્રેમનો પ્રસ્તાવ આપવા માંગતા હોવ તો સારો સમય છે તમને રીપ્લાય પોઝીટીવ જ મળશે. જુના મિત્રો સાથે સંપર્ક કરો અને તમારી ખુશીમાં એમને પણ સામેલ કરો. આજે જીવનસાથી સાથે વિતાવેલ સમય તમારા લગ્નના સમયની યાદ અપાવશે.
શુભ અંક : ૨
શુભ રંગ : આસમાની

ધન – ભ, ધ, ફ, ઢ
આજે સવારથી જ તબિયત થોડી નરમગરમ રહેશે. તો હવે બહુ બેદરકાર બનશો નહિ અને ડોક્ટરની મુલાકાત લેવાનું નક્કી કરો. તમારી તબિયતની અસર પરિવાર પર પણ પડશે, બધા તમારી સેવા માટે આગળ પાછળ રહેશે. બની શકે એટલો આજે આરામ કરો. નોકરી કરતા મિત્રોને આજે ઓફિસમાં સાવચેતીથી કામ કરવાનું છે તમારી એક નાનકડી ભૂલ તમને નુકશાન પહોચાડી શકે છે. આજે દરેક સાથે નરમાશથી વાત કરો આજે પરિવારમાં પણ કોઈની તબિયત બગડી શકે છે.
શુભ અંક : ૨
શુભ રંગ : આસમાની

મકર – જ, ખ
આજે તમારી મુલાકાત કોઈ મોટા પદના અધિકારી સાથે થશે. વાત કરો ત્યારે તમારી વાણીમાં મીઠાસ રાખજો. જો આજથી જ તમારા કામમાં ઈમાનદારી અને નિયમિતતા રાખશો તો આજથી જ તમારો ભાગ્યોદય થશે. આજે પ્રેમ માટે સારો સમય છે તો તમારા જીવનસાથી કે પછી પ્રિયપાત્ર સાથે પ્રેમભરી વાતો કરો અને એકબીજાને સરપ્રાઈઝ આપો. ઓફિસમાં આજે તમે નોંધપાત્ર કામ નહિ કરી શકો. આજે તમે ધારેલું કામ નહિ કરી શકો. આરામમાં સમય પસાર થશે પણ આવતીકાલ માટે તમે તૈયાર રહો.
શુભ અંક : ૨
શુભ રંગ : પીળો

કુંભ – ગ, શ, સ
આજે કોઈપણ નિર્ણય કરતા પહેલા તમારે તે નિર્ણયની કેવી અસર થશે એ ચકાવાનું રહેશે પછી જ કોઈ અંતિમ નિર્ણય પર આવજો. આજે હૃદયમાં પ્રેમના ભાવ જાગશે જે તમને એક અલગ જ વિશ્વની સફર કરાવશે. પૈસા અને પ્રસિદ્ધિ પાછળ આંખો બંધ કરીને ના દોડશો એ તમને ભવિષ્યમાં નુકશાન પહોચાડી શકે છે. આજે વાતાવરણને કારણે જૂની કોઈ પીડા તમને દર્દ આપશે તો દવા અને આરામ બંને જરૂરી છે. પરિવાર સાથે આજે કોઈ શાંત જગ્યાની મુલાકાત લેવાનો પ્લાન બનાવો જે તમારા તન અને મનને ખુશી આપશે. જે મિત્રોને ઘણા સમયથી યોગ્ય કાર્ય કરવા માટે રસ્તો નથી સુજતો તેમના માટે આજે સારો દિવસ છે બસ તમારા વડીલો અને ગુરુની સલાહ લેવાનું ભૂલતા નહિ.
શુભ અંક : ૮
શુભ રંગ : લાલ

મીન – દ, ચ, જ, થ
સમયથી કિમતી બીજું કશું જ નથી અને આજનો સમય તમારી માટે શુભ છે આજે તમે જે પણ સારા કાર્ય કરશો એમાં ઈશ્વરની મંજુરી હશે માટે કોઈપણ પ્રકારની ચિંતા કર્યા વગર આગળ વધો. આજે સાંજનો સૂર્યાસ્તનો સમય પ્રેમ પ્રસ્તાવ માટે સૌથી યોગ્ય છે તો પછી આજે તમારી લાગણીઓને એ ખાસ વ્યક્તિ સમક્ષ મુકો. આજે આર્થિક લાભ માટે નાનકડી મુસાફરી કરવાનું બની શકે છે. સાંજે તમને સરપ્રાઈઝ મળવાના પણ યોગ બની રહ્યા છે.
શુભ અંક : ૩
શુભ રંગ : સફેદ

આજે જે મિત્રોનો જન્મ દિવસ છે તેમની માટે ખાસ.

જે મિત્રોનો આજે જન્મદિવસ છે તેમને પહેલા તો ઘણીબધી શુભેચ્છાઓ, ઈશ્વર તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરવાની તમને શક્તિ આપે એવા આશીર્વાદ. હવે વાંચો આજથી તમારે આ વર્ષે શું કરવાનું છે અને શું નથી કરવાનું કઈ વાતોનું ધ્યાન રાખશો કે જેથી આ આખું વર્ષ તમારું સુખદ બની શકે.

સ્વાસ્થ્ય – બહુ લાંબી મુસાફરી અને એમાં પણ ટ્રેનમાં મુસાફરીને ટાળવી. મુસાફરીના થાકને કારણે તમને નાની મોટી તકલીફ થઇ શકે છે. મુસાફરી કરવાની આવે તો યોગ્ય દવાઓ અને બધો સમાન સાચવી રાખજો. ચોરીના કારણે નુકશાન થવાની સંભાવના છે.

નોકરી-ધંધો – જો તમે ઈચ્છો છો કે ઓફિસમાં બધા તમારાથી ખુશ રહે અને તમારું દરેક કામ સરળતાથી થાય તો તમારે દરેક મિત્રોને સાચવવા પડશે ભૂલથી પણ કોઈનું અપમાન કે મનદુઃખ ના થાય એની તકેદારી રાખજો. આ વર્ષે ઘરમાં પણ તમારી વાણી પર કંટ્રોલ રાખજો.

કૌટુંબિક-પારિવારિક – આ વર્ષે અનેક મિત્રો તમારા વ્યવહારથી તમારાથી બહુ દુખી થશે. તમારી દરેક ખુશીમાં તમારા મિત્રોને પણ સામેલ કરો. આમ કરવાથી તમારા મિત્રો તમારાથી ખુશ થશે. આ વર્ષે તમારા ઘરમાં ખુશીઓનું સ્વાગત થશે. તમારા દરેક તહેવાર આનંદ અને ખુશીઓથી ભરપુર હશે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.