આજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે ધનલાભ – 17 ફેબ્રુઆરી 2020

0

મેષ – અ, લ, ઈ
પૈસા કમાવવા માટે અને સેવિંગ વધારવા માટે તમારે વધુ મહેનત કરવાની છે અને તમારી કરે મહેનતનું ફળ તમને જરૂર મળશે. સંતાનોના ભણતરની ચિંતા વધશે. સંતાનો સાથે ખુલ્લા મને વાત કરો. પરિણીત મિત્રો માટે આજે કાઈ ખાસ નથી. આજે મુક મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. નોકરી કરતા મિત્રોએ પોતાના કામમાંથી થોડી છુટ્ટી લઈને થોડો સમય પોતાની જાત સાથે અને પોતાના પરિવારને આપવો જોઈએ. મનની શાંતિ માટે સારા ધાર્મિક સ્થળની મુલાકાત લેજો. પ્રોપર્ટીમાં પૈસા ફસાઈ શકે છે. મુસાફરી પર ખર્ચ વધશે.
શુભ અંક : ૧
શુભ રંગ : સફેદવૃષભ – બ, વ, ઉ
આર્થિક પરીસ્થિતિ મજબુત બનશે, પૈસાને કારણે ઘરમાં અટકેલા કામ પૂર્ણ કરાવી શકશો, નોકરી કરતા મિત્રો આજે મહત્વનો પ્રોજેક્ટ કે મહત્વનું કામ પૂર્ણ કરી શકશો. આજે તમારા જુના મિત્રો તમારી મદદે આવશે, તેમના લીધે તમારા ઘરમાં આજે ખુશીઓનું આગમન થશે. આજે વેપારી મિત્રોને અચાનક ધનલાભ થવાના યોગ છે. આજે સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખજો, બહારનું ખાવા પીવામાં અને ઠંડુ ખાવાનું ખાવું નહિ. આજે અમુક લોકો તમારું ધ્યાન બદલવાના પ્રયત્ન કરશે જેના લીધે તમારું કામ અટકી શકે છે. તમારે આજે અમુક મહત્વના નિર્ણય લેવા પડશે.
શુભ અંક : ૩
શુભ રંગ : કાળોમિથુન – ક, છ, ઘ
આજે લાંબી મુસાફરી કરવાનો યોગ છે જેના લીધે તમે આજે ખૂબ થાક મહેસુસ કરશો. મુસાફરીના કારણે તમારા જીવનસાથી સાથે દુરી વધી જશે જેનાથી તમે થોડા દુઃખી થશો. નવરાશના સમયમાં કોઈપણ જાતના ટાઇમપાસ કર્યા વગર એ સમયનો સદુપયોગ કરજો. આજે તમારા હાથ નીચે કામ કરતા દરેક લોકો તરફથી તમને ખૂબ માન અને સન્માન મળશે. જેના કારણે તમારા આખા દિવસનો થાક ઉતરી જશે અને તમારી સાંજ ખુશનુમા જશે. તમે ઘરે પરત ફરતા તમારા પાર્ટનર માટે કોઈ સારી ભેટ લઇ જાવ. આજે ગૃહિણીઓ માટે પણ સારો દિવસ છે આજે તમને તમારા પ્રિય વ્યક્તિ સાથે સારો સમય પસાર કરી શકશો.
શુભ અંક : ૧
શુભ રંગ : લીલોકર્ક – ડ, હ
વાતાવરણમાં પરિવર્તનને લીધે શરદી અને ઉધરસ જેવી તકલીફ થઇ શકે છે. આજે પરિવારમાં કોઈ સારા પ્રસંગ લેવાનો નિર્ણય થશે. લગ્ન કરવા માંગતા મિત્રો માટે આજે સારા ઘરથી માંગા આવશે. આજે નોકરી બદલવા માંગતા મિત્રો માટે યોગ્ય સમય છે. ભાઈ અને બહેનના સંબંધો વધુ મજબુત થશે. વિદેશ જવા માંગતા મિત્રોને આજે સારા સમાચાર મળશે. સાંજનો સમય જીવનસાથી સાથે પસાર કરી શકશો. સંતાન તરફથી સારા સમાચાર મળશે. બહાર જમવા જવાનો પ્લાન કરતા હોવ તો કોઈપણ ચીલા ચાલુ જગ્યાએ જવાનું ટાળો. આજે બની શકે તો ખરીદી કરવા જવાનું ટાળો. નાહકની અને વગર કામની વસ્તુઓ પાછળ ખર્ચ થઇ શકે છે.
શુભ અંક : ૬
શુભ રંગ : લાલસિંહ – મ, ટ
આજે તમારે તમારા ખર્ચ પર કંટ્રોલ કરવાની જરૂરત છે. આર્થિક પરીસ્થિતિને કારણે પરિવારમાં તણાવ જેવી પરીસ્થિતિ ઉભી થશે. જે મિત્રોને ડાયાબિટીસ, અને લોહી સંબંધિત તકલીફ હોય તેમણે તકેદારી રાખવાની છે. નિયમિત ડોક્ટરની મુલાકાત જરૂરી છે. તમારા જીવનસાથી આજે તમારી ભાવનાઓ સમજશે. તમારા જીવનસાથી તરફથી તમને સહકાર મળશે. આજે વિદ્યાર્થી મિત્રોનો સમય ફાલતું કામમાં પસાર થશે. વેપારી મિત્રોએ કોઈપણ જોખમ લેતા પહેલા વિચારવાનું છે. ભાગીદારીની ઓફર મળી શકે છે પણ આજે કોઈપણ ઇન્વેસ્ટમેન્ટ માટે યોગ્ય દિવસ નથી.
શુભ અંક : ૭
શુભ રંગ : લાલકન્યા – પ, ઠ, ણ
આજનો દિવસ જીવનનો યાદગાર દિવસ બની રહેશે. નોકરી કરતા મિત્રો માટે આજે પ્રમોશનના યોગ મળી રહ્યા છે. પ્રમોશન નહિ થાય તો સેલેરી પણ વધી શકે છે. આજે કોઈપણ ગરીબ બાળકની ભૂખ સંતોષાય એવું કાર્ય કરો તેના ચહેરાની મુસ્કાન જોઇને તમને પણ આનંદ થશે. આજે લોકો તમારું સિક્રેટ જાણવા માટે કશું પણ કરી જશે. આજનું વાતાવરણ તમને ખુશ કરી દેશે, ખાવામાં થોડી સાવધાની રાખો બહારનું અને ખુલ્લી જગ્યાઓના ભોજનથી દૂર રહો. તમારા લાંબા સમયથી અટકી રહેલા પ્રોજેક્ટ ફ્લોર પર આવશે. આજે તમે તમારા બાળકો સાથે સમય પસાર કરી ચાલી રહેલ તણાવને ઓછો કરી શકશો.
શુભ અંક : ૪
શુભ રંગ : નારંગીતુલા – ર, ત
આજે નોકરી કરતા મિત્રો માટે ખૂબ સાવધાનીથી દરેક કામ કરવાનો દિવસ છે તમારી એક ભૂલ તમને મોટું નુકશાન પહોચાડી શકે છે. આજે મિત્રશત્રુઓથી સાવધાન રહો તેઓ તમારા કામમાં અડચણ બની શકે છે. ઉંમરલાયક મિત્રો પોતાના સ્વાસ્થ્યનું આજે વિશેષ ધ્યાન રાખે. દવા અને ઉપચાર સમયસર કરાવી લેવા એમાં લાપરવાહી કરશો નહિ. આજે પૈસા બનાવવા માટેની તક સામે ચાલીને આવશે તો એ તકને ઝડપી લેજો. થોડી મુશ્કેલી આવશે પણ મનને એકદમ શાંત રાખીને આગળ વધજો. તમારા સંતાનો તરફથી તમને સારા સમાચાર મળશે.
શુભ અંક : ૨
શુભ રંગ : આસમાનીવૃષિક – ન, ય
જો તમે મેકઓવર કરાવવા માટે પ્લાન કરી રહ્યા છો તો આજનો દિવસ યોગ્ય છે. તમારા નવા અવતારને જોઇને દરેક મિત્રો તમારાથી ઈમ્પ્રેશ થઇ જશે. આજે બાળકોના ભવિષ્યને લઈને થોડી ચિંતા તમને થશે. બહુ ટેન્શન લઈને મન પર બહુ ભાર રાખશો નહિ. માથાનો દુખાવો આજે તમને હેરાન કરશે. પરિવારના વડીલ સાથે કોઈ વાતને લઈને ઝઘડો ના થાય એ ધ્યાન રાખજો. ઓફીસમાં બધા તમારી વાહ વાહ કરશે તમારા કામની સરાહના થશે જેનાથી તમારું મન પ્રફુલિત રહેશે.
શુભ અંક : ૮
શુભ રંગ : લાલધન – ભ, ધ, ફ, ઢ
પરિવાર અને મિત્રોના સહકારથી આજે તમે દરેક મુશ્કેલીઓનો સામનો કરી શકશો. આજે તમારે થોડી વધારે પડતી મહેનત કરવી પડશે પણ તેનો ફાયદો તમને ચોક્કસ મળશે એટલે નિરાશ થતા નહિ. તમારા જીવાસથી તરફથી આજે તમને સરપ્રાઈઝ મળશે અથવા તો સારા સમાચાર મળશે. બાળકો સાથે આજે થોડો સમય પસાર કરો. કોઈપણ નાના કે મોટા વ્યક્તિ સાથે વાત કરો ત્યારે વાણી અને વર્તનમાં થોડી તકેદારી રાખજો કોઈનું મનદુઃખ કે પછી અપમાન ના થઇ જાય એ વાતનું ધ્યાન રાખજો. રાતનો સમય પરિવાર સાથે વિતાવો અને ઘરના વાતાવરણને હળવું કરવા માટે અનોખા પ્રયત્ન કરો.
શુભ અંક : ૪
શુભ રંગ : પીળોમકર – જ, ખ
આજે સવારે મોડા ઉઠવાને કારણે તમે ઓફિસે મોડા પહોચસો જેના કારણે તમારે ઉપરી અધિકારીનો ગુસ્સાનો સામનો કરવો પડશે, ઓફિસમાં આજે વધારાનું કામ કરવાનું રહેશે. કામ કરો ત્યારે મન એકદમ શાંત અને ચહેરા પર મુસ્કાન રાખો. ઓફિસમાં થયેલ તકલીફ કે અડચણનો ગુસ્સો ઓફીસમાં જ મૂકી ને ઘરે આવજો. તામ્ર કામની અસર ઘરના વાતાવરણમાં થવી જોઈએ નહિ. એવું કરવાથી તમારા ઘરમાં અને પરિવારના સભ્યોમાં તણાવનો માહોલ સર્જાઈ શકે છે. સંતાનો તરફથી તમને સારા સમાચાર મળવાના યોગ છે મહિલાઓ માટે આજે સમય અનુકુળ છે જો તમે ઘરે બેઠા બેઠા જ કોઈ નવા કાર્ય કરવાનું વિચારી રહ્યા છો તો આજથી જ શરૂઆત કરો.
શુભ અંક : ૧
શુભ રંગ : પીળોકુંભ – ગ, શ, સ
આજે તમારી પાસે ભવિષ્યમાં ઘણો લાભ થશે એવા રોકાણ અને પ્રોજેક્ટ માટેના પ્રસ્તાવ આવશે વિચાર્યા વગર અને ભવિષ્યનો ફાયદો જોયા વગર કોઈપણ નિર્ણય લેશો નહિ ભવિષ્યમાં નુકશાન થવાના યોગ છે. તમારે જો આજે લાંબી મુસાફરી કરવી પડે એમ હોય તો પહેલા તમારા સ્વાસ્થ્ય સામે જુઓ અને પછી જ કોઈ નિર્ણય કરો. આજે તમારા પરિવારના સભ્યોનું વિશેષ ધ્યાન રાખો. તમારા જીવનસાથીને કોઈ નાનકડી ગીફ્ટ આપીને ખુશ કરી ડો જેના કારણે તમને તેમનો પણ સપોર્ટ મળે.
શુભ અંક : ૭
શુભ રંગ : કેસરીમીન – દ, ચ, જ, થ
આજે તમારી મુલાકાત કોઈ મોટા પદના અધિકારી સાથે થશે. વાત કરો ત્યારે તમારી વાણીમાં મીઠાસ રાખજો. જો આજથી જ તમારા કામમાં ઈમાનદારી અને નિયમિતતા રાખશો તો આજથી જ તમારો ભાગ્યોદય થશે. આજે પ્રેમ માટે સારો સમય છે તો તમારા જીવનસાથી કે પછી પ્રિયપાત્ર સાથે પ્રેમભરી વાતો કરો અને એકબીજાને સરપ્રાઈઝ આપો. ઓફિસમાં આજે તમે નોંધપાત્ર કામ નહિ કરી શકો. આજે તમે ધારેલું કામ નહિ કરી શકો. આરામમાં સમય પસાર થશે પણ આવતીકાલ માટે તમે તૈયાર રહો.
શુભ અંક : ૫
શુભ રંગ : ગુલાબી

આજે જે મિત્રોનો જન્મ દિવસ છે તેમની માટે ખાસ.

જે મિત્રોનો આજે જન્મદિવસ છે તેમને પહેલા તો ઘણીબધી શુભેચ્છાઓ, ઈશ્વર તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરવાની તમને શક્તિ આપે એવા આશીર્વાદ. હવે વાંચો આજથી તમારે આ વર્ષે શું કરવાનું છે અને શું નથી કરવાનું કઈ વાતોનું ધ્યાન રાખશો કે જેથી આ આખું વર્ષ તમારું સુખદ બની શકે.

સ્વાસ્થ્ય – આ વર્ષે રસ્તા પર વાહન ચલાવો ત્યારે અને રસ્તો ઓળંગો ત્યારે ખાસ ધ્યાન રાખજો. એક અકસ્માત થવાની પણ સંભાવના છે. આ વર્ષે તમારે પરિવારના સ્વાસ્થ્ય સાથે તમારા સ્વાસ્થ્યની પણ કાળજી લેજો. કોઈપણ નાનામાં નાની બીમારીને અવગણતા નહિ નહિ તો એ તમારા શરીરમાં ઘર કરી જશે.

નોકરી-ધંધો – ઓફિસમાં પણ તમારા નવા વિચારોને આવકાર મળશે. બધા તમારાથી ખુશ થશે, તમારા સાથી કર્મચારી અને ઉપરી અધિકારીની સલાહ સુચન લેવાનું રાખજો. તેમના સૂચનથી વિશેષ ફાયદો મળશે.

કૌટુંબિક-પારિવારિક – વાણી વર્તનમાં હંમેશા ધ્યાન રાખો નહીતો તમારા પ્રિય પરિવારજનો તમારાથી દૂર થઇ શકે છે બાળકોને બને ત્યાં સુધી બહુ એકલા મુકશો નહિ. આ વર્ષે પરિવારમાં કોઈને બીમારી થવાના યોગ છે તો અત્યારથી જ તેમના સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ રહો. નિયમિત કસરત, ખાવા પીવામાં યોગ્ય જાળવણી વગેરે બાબતોનું ધ્યાન રાખીને તેમાંથી બચી શકશો.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.