જ્યોતિષ શાસ્ત્ર

રાશિફળ ૧૭ ડિસેમ્બર : ગુરુવારના દિવસે જલારામ બાપાની કૃપાથી આ ૭ રાશિના લોકોના ચમકી જશે નસીબ

1. મેષ – અ, લ ,ઈ (Aries): આ રાશિના જાતકોનો આજનો દિવસ સારો રહેશે. આજના દિવસે માનસિક રીતે તમે મજબૂત રહેશો. આજના દિવસે તમારા માન-સમ્માનમાં વધારો થશે. આજના દિવસે તમને કોઈ કામને લઈને પ્રોત્સાહિત કરવામાં આવશે.કામને લઈને આજના દિવસે તમને સારા પરિણામ મળશે. વેપારમાં સફળતા મળશે. આજના દિવસે ધનપ્રાપ્તિ થશે. ખર્ચમાં વધારો થઇ શકે છે તેથી થોડું ધ્યાન રાખો. કોઈ સાથે કારણ વગર ઝઘડો ના કરો. પરણિત લોકોના ગૃહસ્થ જીવન માટે આજનો દિવસ સારો રહેશે. લવ લાઈફ માટે આજનો દિવસ સારો રહેશે. આજના દિવસે તમને આર્થિક મદદ મળી શકે છે.

2.વૃષભ – બ, વ, ઉ (Taurus): આ રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ રહેશે. આજના દિવસે તમે ખુદ પર ધ્યાન આપશો. આજના દિવસે નવા વસ્ત્રો અથવા મનોરંજનના સાધનો ખરીદી શકો છો. પારિવારિક જીવન સારું રહેશે. દાંમ્પત્ય જીવનમાં પ્રેમ અને સ્નેહ વધશે. પ્રેમી પંખીડા આજના દિવસે ખુશનુમા રહેશે. માનસિક ચિંતા જરૂર થશે જેના પર ધ્યાન આપવું જરૂરી છે. ભાગ્યનો સિતારો મજબુત રહેશે. આજના દિવસે પરિવારમાં કોઈ વૃદ્ધ વ્યક્તિની તબિયત ખરાબ થઇ શકે છે. કામને લઈને આજના દિવસે ભાગદોડ થઇ શકે છે. પરંતુ પરિણામ સારા મળશે.

3. મિથુન – ક, છ, ઘ (Gemini): આ રાશિના જાતકો માટે આજનો દિવસ અનુકૂળ રહેશે. ધંધામાં લાભના યોગ બની શકે છે. આવકમાં વધારો થઇ શકે છે. સમાજમાં સારા લોકો સાથેના સંબંધ બનાવો. જે તમારી માટે ફાયદેમંદ સાબિત થશે. સ્વાસ્થ્ય થોડું કમજોર રહેશે. તેથી થોડું ધ્યાન રાખો. પારિવારિક માહોલ સારો રહેશે. લવ લાઈફમાં પોઝિટિવ રહેશો. આજના દિવસે પ્રિય વ્યક્તિ સાથેની અણબનાવ દૂર થશે. પરણિત લોકોના દાંમ્પત્ય જીવનમાં તણાવનો સામનો કરવો પડે છે. કામને લઈને દિવસ સારો રહેશે.

4. કર્ક – ડ, હ (Cancer): આ રાશિના જાતકો માટે આજનો દિવસ તમને શક્તિ આપશે અને પડકારો સામે લડવાની હિંમત પણ પ્રદાન કરશે. આજે તમારે તમારા વિરોધીઓથી વાકેફ રહેવું જોઈએ કારણ કે તે તમારી વિરુદ્ધ કાવતરું ઘડી શકે છે અને તમને સતાવે છે. પરણિત લોકો માટે દિવસ કમજોર રહેશે. પ્રેમ જીવનમાં પ્રેમનો વિકાસ થશે અને રોમાંસની તકો મળશે. કામને લઈને દિવસ સારો રહેશે. આજે તમારી બઢતી વિષે વાત કરી શકાય છે.

5. સિંહ – મ, ટ (Leo): આ રાશિના જાતકો માટે આજનો દિવસ તમારા માટે સાધારણ ફળદાયક રહેશે. તમારે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે કારણ કે આજે તમે કોઈ બીમારીથી પરેશાન થઈ શકો છો, તેથી તમારા ભોજન અને નિત્યક્રમનું ધ્યાન રાખો. માનસિક તણાવ ઓછો થશે. બાળકો પર ધ્યાન કેન્દ્રિત કરશે. લવ લાઈફની દ્રષ્ટિએ દિવસ સારો રહેશે.વિવાહિત લોકોના ગૃહસ્થ જીવન પણ આજે થોડીક સુધારણા સાથે આગળ વધશે. ભાગ્યનો વિજય થશે જેથી તમે કામને લઈને સારા પરિણામ પ્રાપ્ત કરી શકશો.

6. કન્યા – પ, ઠ, ણ (Virgo): આ રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય રહેશે. પારિવારિક જવાબદારીઓ પર ખૂબ ધ્યાન આપશે. ઘરના ખર્ચમાં પણ વધારો થશે પરંતુ તમને આનંદ મળશે. વિવાહિત લોકો માટે તમારું ગૃહસ્થ જીવન સારું રહેશે, પરંતુ તમારું જીવન સાથી તમારા પર બિનજરૂરી રીતે ગુસ્સે થઈ શકે છે. જીવનની દ્રષ્ટિએ પ્રેમ પણ થોડો નબળો છે, તેથી ધ્યાન રાખવું. કાર્યમાં તમારી કાર્યક્ષમતાને કારણે તમને સારા પરિણામ મળશે. જો તમે કોઈ વ્યવસાય કરો છો તો આજે સફળતા મળશે.

7. તુલા – ર, ત (Libra): આ રાશિના જાતકો માટે આજનો દિવસ ભાવનાઓથી ભરેલો રહેશે. અંગત જીવન પર થોડું ધ્યાન આપશો. આજના દિવસે જવાબદારી તમારી રાહ જોશે જેને નિભાવવાનો પ્રયાસ કરો. કોઈની બગડેલી હાલત તમારી ચિંતાનું કારણ બની શકે છે. પરિવારના નાના વ્યક્તિ સાથે સારા સંબંધ રાખો. પરણિત લોકોના ગૃહસ્થ જીવનમાં તણાવ રહેશે. જીવનસાથી કોઈ વાતને લઈને અહંકારી થઇ શકે છે. લવ લાઈફ માટે દિવસ સામાન્ય રહેશે. સ્વાસ્થ્યમાં ઉતાર-ચડાવ આવશે. કામને લઈને આળસ નહીં પરંતુ મહેનતથી કામ કરવું પડશે.

8. વૃશ્ચિક – ન, ય (Scorpio): આ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. તમે તમારી જવાબદારીઓ ખૂબ જ સારી રીતે નિભાવશો. તમે કોઈ પણ વસ્તુની ચિંતા પણ કરશો, તેના મૂળમાં તમારા પરિવારની સ્થિતિ કેવી હશે. કામને લઈને તમને સારા પરિણામ મળશે. તમે નોકરીમાં પ્રશંસા અને પ્રમોશન બંને મેળવી શકો છો. તમે વિરોધીઓને ભારે પડી જશો. આજે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, જેથી તમને વિવિધ પ્રકારના કામમાં સફળતા મળશે.

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius): આ રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ રહેશે. આજના દિવસે દિલમાં એક સાથે બહુ સારી સારી વાત આવશે. આજના દિવસે થોડા ભાવુક પણ થશો. જેનાથી લોકો તેની મદદ કરવા આગળ વધશે. ધાર્મિક કામ કરશો. પરિવારમાં કોઈ વાતને લઈને ઝઘડો થઇ શકે છે. તેથી સાવધાની રાખો. દાંમ્પત્ય જીવન સામાન્ય રહેશે. લવ લાઈફમાં આજના દિવસે કોઈ સમસ્યા આવી શકે છે. આજના દિવસે તમારા પ્રિય વ્યક્તિને લઈને પરેશાની રહેશે. કામને લઈને આજના દિવસે સારું પરિણામ મળશે. આજના દિવસે મહેનત કરવી પડશે. સિનિયરનું સમર્થન હાંસિલ કરવાની કોશિશ કરશે.

10. મકર – જ, ખ (Capricorn): આ રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ અનુકૂળ રહેશે. સ્વાસ્થ્ય પણ સુધરશે. ખર્ચમાં ઘટાડો થવાનું શરૂ થશે, જે તમને થોડી રાહત આપશે. પારિવારિક સન્માન વધશે. સ્વાસ્થ્ય મજબૂત રહેશે, પરંતુ તમે કોઈ પણ બાબતે ચિંતા કરી શકો છો, તેને ટાળવાનો પ્રયત્ન કરો કારણ કે તે તમને બીમાર બનાવી શકે છે. લવ લાઇફમાં પુષ્કળ પ્રેમ રહેશે.આજે વિવાહિત લોકોના ગૃહસ્થ જીવનમાં ખુશહાલ પળો રહેશે, જેનો તમે પૂર્ણ લાભ લેશો.

11. કુંભ – ગ, શ, સ (Aquarius): આ રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ ફળદાયી રહેશે. આવકમાં વધારો થશે પરંતુ ખર્ચ પણ વધુ થશે. સ્વાસ્થ્ય કમજોર રહેવાને કારણે તણાવ રહેશે. પરિવારના લોકોનો સાથ તમને મજબૂત કરશે. જેનાથી તમને ખુશી મળશે. લવ લાઈફ માટે આજનો દિવસ સારો રહેશે. આજના દિવસે નવી યોજના બનાવી શકો છો. દાંમ્પત્ય જીવનમાં સુખ વધશે. જીવનસાથીને કોઈ કારણે ફાયદો થઇ શકે છે. જેનાથી તમને કોઈ મોટી ગિફ્ટ મળશે.

12. મીન – દ, ચ, જ, થ (Pisces): આ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. આજના દિવસે સ્વાસ્થ્યમાં સુધારો થશે. કામમાં સફળતા મળશે જેનાથી મન ખુશ રહેશે. કામને લઈને આજના દિવસે વધુ ધ્યાન આપવાની જરૂરત પડશે. પરિવારનો માહોલ તણાવ આપી શકે છે. દાંમ્પત્ય જીવન માટે આજનો દિવસ સારો રહેશે. આજના દિવસે જીવનસાથી પાસેથી કોઈ સારી સલાહ મળી શકે છે. આજના દિવસે પ્રિય વ્યક્તિનો વ્યવહાર તમને તણાવ આપી શકે છે.