સુરતમાં ભણવાની ઉંમરે 16 વર્ષીય તરૂણી થઇ ગર્ભવતી, ભયાનક મોત મળ્યું….. જીજાજીની ઘરે રહેતી હતી…ફિલ્મોને ટક્કર મારે એવી સ્ટોરી
ગુજરાતમાંથી અવાર નવાર દુષ્કર્મના અનેક મામલાઓ સામે આવે છે. મહિલાઓ અને યુવતિઓ સાથે સાથે નાની સગીરાઓને પણ પ્રેમની જાળમાં ફસાવી દુષ્કર્મ આચરવામાં આવતુ હોય છે. ત્યારે હાલમાં સુરતમાંથી દુષ્કર્મનો એક ચોંકાવનારો અને ભયાનક મામલો સામે આવ્યો છે, જેમાં સુરતના સચિન વિસ્તારમાં પ્રેમ પ્રકરણમાં ગર્ભવતી થયેલી 16 વર્ષિય કિશોરીનું ગેરકાયદે એબોર્શન કરાવવામાં આવ્યુ હતુ અને તે બાદ તેનું મોત થયુ હતુ. સચિન GIDCમાં એક યુવક સાથે પ્રેમસંબંધમાં કિશોરી પ્રેગ્નેટ થઇ હતી અને તે તેની બહેન અને જીજાજીના ઘરે રહેતી હતી. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)
આ સમયે એકલતાનો લાભ લઇને એક યુવકે કિશોરીને પ્રેમજાળમાં ફસાવી તેના પર દુષ્કર્મ આચર્યું હતું. જેને લઇને તે ગર્ભવતી થઇ હતી. આ વાતની જાણ બહેનને 2 મહિના બાદ થતાં તેણે એબોર્શન કરાવવાની કોશિશ કરી હતી. જો કે ત્યાર બાદ પણ ગર્ભપાત ન થતાં બહેન તેને હોસ્ટિપલ લઇ ગઇ હતી અને અહીં કામ ન થતાં ડોક્ટરે ઉધનાની શ્રીજી હોસ્પિટલમાં મોકલ્યા હતા. ત્યારે આ ગેરકાયદે કામ કર્યા બાદ ડો. હિરેને રજા આપી અને ઘરે આવ્યાં બાદ તેને ચકકર આવતા તે ઢળી પડી હતી.
તે બાદ તેને સંજીવની હોસ્પિટલ લઈ જવાતાં ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી અને મૃતદેહ ઘરે લઈ જવા કહ્યું હતું. જો કે, સ્મશાનમાં અંતિમવિધિ કરવા માટે ડેથ સર્ટિફિકેટ જરૂરી હોવાથી કિશોરીના પરિવારે રાત્રે સચિન જીઆઈડીસી પોલીસને જાણ કરવી પડી હતી. જેના કારણે સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયા બાદ મૃત પીડિતાના બહેન-બનેવી ડોક્ટર તેમજ નરાધમ યુવક સામે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.
આ કેસમાં ત્રણ તબીબોએ બેદરકારી દાખવી હતી. સૌપ્રથમ તો ઘર નજીકના ડોક્ટર પાસે તેની બહેન ગર્ભપાતની દવા લેવા માટે ગઈ હતી, ત્યારે તે ડોક્ટરને પોલીસને જાણ કરવી જોઈતી હતી. ઉધનાના ડો. હિરેને પણ પોલીસને જાણ ન કરી અને ગર્ભપાત કરાવ્યો. બેભાન તરૂણીને મૃત હાલતમાં સંજીવની હોસ્પિટલમાં લઈ ગયા ત્યાંથી પણ નિયમ મુજબ પોલીસને જાણ કરાઈ ન હતી.