જ્યોતિષ શાસ્ત્ર ધાર્મિક-દુનિયા

16 જૂન 2019 વટ પૂર્ણિમા વ્રત (વટસાવિત્રી વ્રત) શુભ મુહૂર્ત તેમજ પૂજા વિધિ…

શાસ્ત્ર અનુસાર આમ દરેક મહિનાની પૂર્ણિમા નુ ખાસ મહત્વ હોય છે પરંતુ જેઠ મહિના પૂર્ણિમાનુ એક અલગ જ ખાસ મહત્વપૂર્ણ છે. કારણ કે આ દિવસે વ્રત પૂર્ણિમા વ્રત રાખવામાં આવે છે એટલે કે વટસાવિત્રી વ્રત રાખવામાં આવે છે પૂર્ણિમાના દિવસે પૂજા અને સ્નાન દાનનો ખૂબ જ વિશેષ મહત્વ છે.

16 જૂન રવિવારના દિવસે આ પૂર્ણિમા આવે છે. આ દિવસે બધી સુહાગન સ્ત્રીઓ સૌભાગ્યની કામના તેમ જ પતિની લાંબી ઉંમર અને સંતાનસુખની પ્રાપ્તિ માટે આ વ્રત કરે છે.

Image Source

વટસાવિત્રી વ્રતની શુભ મુહૂર્ત તેમજ પૂજા વિધિ તેમજ તેનું મહત્વ…

વટ પૂર્ણિમા તિથિ તેમાં શુભ મુહૂર્ત:-

  • વર્ષ 2019માં વ્રત 16 જુન રવિવારના દિવસે આવે છે.
  • પૂર્ણિમા તિથિ શરૂઆત 16 જૂન 2019 રવિવાર 2:01 મિનિટ પર
  • પુર્ણિમા તિથિ સમાપ્ત થશે 17 જૂન 2019 સોમવાર 2:00
  • પૂજા માટે સમય ૧૬ જુન રવિવાર સંધ્યા કાળથી લઈને રાતના 8:25 મિનિટ સુધી રહેશે.
  • તેમજ ૧૭ જૂને પણ આ વ્રત પૂજા કરી શકો છો કારણ કે 17 જુન બપોર સુધી પુર્ણિમા તિથિ રહેશે.
Image Source

વટસાવિત્રી વ્રત પૂજા વિધિ:-

જેઠ મહિનાની પૂર્ણિમાને વટસાવિત્રી પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે આ દિવસે વડની પૂજા કરવામાં આવે છે.

વહેલા ઊઠીને સ્નાન કરીને વ્રતનો સંકલ્પ કરવો જોઈએ તેમજ આ વ્રતના પૂજાવિધિ માટે વડ વૃક્ષ આગળ વિધિ કરવામાં આવે છે. ત્યારબાદ સ્ત્રીઓ વડની પૂજા કરે છે અને પૂજા સામગ્રી લઈને વડની પૂજા કરે છે. તેમજ વડની પ્રદક્ષિણા ફરે છે તેમજ દોરીથી બાંધીને તેની પ્રદક્ષિણા કરે છે. અને ઘરે જઈને વડસાવિત્રી તેમજ સત્યવાનની કથા સાંભળે છે અને શ્રદ્ધા અનુસાર દાન-દક્ષિણા કરે છે.

Image Source

વટ પૂર્ણિમાનું મહત્વ:-

શાસ્ત્રોમાં જેઠ મહિનામાં આવવાવાળી પૂર્ણિમાનો ખૂબ જ અલગ મહત્વ છે આપણે માં પર સ્નાન અને દાન અને પૂજાનું વિશેષ મહત્વ છે એવી માન્યતા છે કે આ દિવસે ભગવાન ભોલેનાથ તેમના ભક્ત સાથે અમરનાથની યાત્રાથી ગંગાજળ લઈને આવવાની શરૂઆત કરી હતી..

તેમજ આ દિવસે વડ વૃક્ષમાં બ્રહ્મા-વિષ્ણુ-મહેશનો નિવાસ છે. એવું કહેવામાં આવે છે કે આ દિવસે વડ વૃક્ષની પૂજા કરવાથી ત્રણે દેવતાઓ એકસાથે પ્રસન્ન થાય છે અને તમારી દરેક મનોકામના પૂર્ણ કરે છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks