જ્યોતિષ શાસ્ત્ર

રાશિફળ 16 જાન્યુઆરી : શનિવારના દિવસે હનુમાનજીની કૃપાથી આ 6 રાશિઓને મળશે ખુશ ખબરી

1. મેષ – અ, લ ,ઈ (Aries): મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય રહેશે. પરિવારમાં કોઈ વિશેષ કાર્ય થઈ શકે છે જેમાં લોકો આવતા-જતા રહેશે. પરિવારમાં ઉત્તેજનાનું વાતાવરણ રહેશે, પરંતુ કોઈ બાબતે ઝઘડાની સ્થિતિ આવી શકે છે, તેથી સાવધાન રહેવું. તમારી મહેનત તમારા કામમાં આવશે અને આજે મહેનત કરવાનો દિવસ છે. પરણિત લોકોના જીવન માટે દિવસ સારો રહેશે.પ્રેમી પંખીડા માટે આજનો દિવસ સારો રહેશે. આજે જો તમે ઈચ્છો તો તમારા ગમતા વ્યક્તિને તમારો પ્રેમ અભિવ્યક્ત કરી શકો છો, તે તમારા પ્રેમનો ચોક્કસથી સ્વીકાર કરશે.

2.વૃષભ – બ, વ, ઉ (Taurus): વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ અનુકૂળ રહેશે. તમે પૂજા તરીકે તમારા કાર્ય પર પૂર્ણ ધ્યાન આપશો, તે સારા પરિણામ આપશે. વ્યવસાય તમને પૈસા પૂરા પાડશે પરંતુ તમારા ધંધાના પાર્ટનરથી કોઈ મુશ્કેલી થઇ શકે છે. પરિવારનું વાતાવરણ સારું રહેશે. વિવાહિત જીવનમાં તમને સુખદ પરિણામ મળશે. પારિવારિક વડીલોનો સહયોગ મળશે અને વેપારમાં કોઈ નવા સોદાને અંતિમ સ્વરૂપ આપશો. પ્રેમી પંખીડા માટે દિવસ આજના દિવસે કોઈ નવી વાત થઇ શકે છે. પરણિત લોકો આજે ઘરમાં કોઈ નવી વસ્તુ લાવવાને લઈને ચર્ચા કરી શકે છે.

3. મિથુન – ક, છ, ઘ (Gemini): મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ રહેશે. તમારી આવકમાં આજે ઘટાડો થઇ શકે છે. કામને લઈને તમારી કાર્યક્ષમતા પર આધાર રાખવો પડશે. વિરોધીઓથી આજના દિવસે સાવધાન રહેવાની જરૂર છે. કોર્ટ કેસ આજે તમારા પક્ષમાં આવી શકે છે. પારિવારિક વાતાવરણ તમને સંતોષ આપશે. તમે ઘરેલું કામકાજમાં વધુ વ્યસ્ત રહેશો અને ઘરનો ખર્ચ કરો. પ્રેમ જીવન માટે આજનો દિવસ સારો રહેશે. વિવાહિત જીવન સુખી રહેશે.

4. કર્ક – ડ, હ (Cancer): આજનો દિવસ કર્ક રાશિના જાતકો માટે મધ્યમ ફળદાયક રહેશે. આજણા દિવસથી જ પોતાના ખર્ચમાં આંશિક ઘટાડો કરવાનું નક્કી કરો. સારી બચત કરી શકશો. ધંધામાં સારી સફળતા મળી રહેશે. આરોગ્ય નબળું પડી શકે છે. કામને લઈને આજે તમારા ભાગે વધુ કામ આવી શકે છે. તમે આજે લોન લઇ શકો છો. લવ લાઇફ માટે દિવસ ઉત્તમ છે અને રોમાંસ કરવાની તક મળશે. પરણિત લોકોના જીવનમાં તણાવ વધશે. તેમ છતાં જીવનસાથી તમને સમજવાનો પ્રયત્ન કરશે.

5. સિંહ – મ, ટ (Leo): સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય રહેવાનો છે. આજના દિવસે સ્વાસ્થ્યની સમસ્યાઓથી તમે પરેશાન રહેશો અને તમે બીમાર પડી શકો છો. કામમાં તમને સફળતા મળશે. કામને લઈને તમને સારા પરિણામ મળશે. આજના દિવસે પૈસા પાછળ દોડવાને બદલે, પરિવાર પર ધ્યાન કેન્દ્રિત કરવું વધુ સારું રહેશે. જેથી પરિવારનો પ્રેમ પણ તમે પામી શકો. પરણિત લોકોના જીવનમાં જીવનસાથી સાથે આજે મનમેળ સારો રહેશે. પ્રેમી પંખીડાઓ આજે એકબીજાને દિલમાં રહેલી કોઈ વાત શેર કરી શકે છે.

6. કન્યા – પ, ઠ, ણ (Virgo): કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ થોડો મુશ્કેલીઓ ભરેલો રહેશે. આજના દિવસે તમારે તમારા આત્મવિશ્વાસને બતાવવાની જરૂર છે જેનાથી તમારા કામ પર પૂર્ણ ધ્યાન આપવાથી તમને સારા પરિણામો મળશે. પ્રિયા પાત્ર સાથે આજે વધારે સમય વિતાવવાના કારણે તમને તમારા પ્રિયજનના હૃદયમાં રહેલા પ્રેમની પણ અનુભૂતિ થશે. પરણિત લોકો માટે પણ આજનો દિવસ પોતાના પાર્ટનર સાથે વિતાવવા માટે સારો દિવસ છે. આજે તમે પણ તેમના દિલમાં ઘર કરી ગયેલી કેટલીક ભાવનાઓ જાણી શકશો.

7. તુલા – ર, ત (Libra): તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ સાધારણ ફળદાયક રહેશે. તમારા કામની બાબતમાં ધ્યાન આપવું જરૂરી રહેશે. કોઈ તમારી નબળાઇનો લાભ લઈ શકે છે. આજના દિવસે તમે લાંબી મુસાફરી કરી શકો છો અથવા વિદેશ જઈ શકો છો. કોઈ જૂના મિત્રને મળવા અને કેટલાક નવા લોકોની મિત્રતા કરવામાં હૃદયને ખુશ કરશે. આજે તમારા માટે કંઈક ખરીદવાની તૈયારી છે. પ્રેમના મામલામાં દિવસ નબળો રહેશે. વિવાહિત જીવન માટે દિવસ સામાન્ય રહેશે.

8. વૃશ્ચિક – ન, ય (Scorpio): વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ અનુકૂળ રહેશે. પરિવારનો પૂરો સહયોગ મળશે. ઘરના ખર્ચની કાળજી લેશે. આવકમાં વધારો થવાને કારણે મન પ્રસન્ન રહેશે. કામને લઈને સારા પરિણામ પ્રાપ્ત થશે. તમારા વ્યવસાયને વેગ મળશે. જીવનની દ્રષ્ટિએ પ્રેમનો દિવસ આનંદકારક રહેશે. આજે તમારા પ્રેમિકા કંઈક એવું કહેશે કે જેનાથી તમારું મન પ્રસન્ન કરશે. વિવાહિત જીવન માટે દિવસ પણ સારો છે, પરંતુ અભિમાનમાં આવીને કડવાશ ન બોલો, નહીં તો જીવનસાથી દુખી થઈ શકે છે.

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius): ધન રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ રહેશે. આજના દિવસે ખર્ચ વધારે થશે. પરિવારનો માહોલ સારો રહેશે. ઘર પરીવારમાં ધ્યાન આપવાનું રહેશે. કોઈ નવી વસ્તુ ખરીદી શકો છો. કામને લઈને આજનો દિવસ સારો રહેશે. આજના દિવસે આર્થિક સ્થિતિ સારી રહેશે. આજના દિવસે ઉધાર પૈસા લેવાથી બચો. આજના દિવસે બેંક લોન ચૂકવી શકો છો. આજના દિવસે પ્રેમી પંખીડા માટે સારા પરિણામ મળશે. આજના દિવસે પ્રિય વ્યક્તિ સાથે ક્યાંક બહાર ફરવા જશો.

10. મકર – જ, ખ (Capricorn): મકર રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. આજના દિવસે નોકરી કરતા લોકોને સારા પરિણામ મળશે. આજના દિવસે જૂનું દેણું પુરી કરી શકે છે. આજના દિવસે કામને લઈને કરવામાં આવેલો વ્યવહાર સારું રહેશે. પરિવારનો માહોલ સારો રહેશે. ક્રોધથી બચવાનું રહેશે. આજનો દિવસ પ્રેમી પંખીડા માટે દિવસ સારો રહેશે. આજના દિવસે રોમાન્સ કરવાનો અવસર મળશે. પ્રેમ મહેસુસ કરશે. પરણિત લોકોના આજના દિવસે તણાવનો સામનો કરવો પડી શકે છે.

11. કુંભ – ગ, શ, સ (Aquarius): કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમફળદાયી રહેશે. આજના દિવસે સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. વાહન સાવધાનીથી ચલાવો.નહીં તો દુર્ઘટના થઇ શકે છે. પરિવારનો માહોલ સારો રહેશે. ભણતરમાં આજના દિવસે સારા પરિણામ મળશે. કામને લઈને સારા પરિણામ મળી શકે છે. દાંમ્પત્ય જીવન માટે થોડું સતર્ક રહેવું જરૂરી છે. જીવનસાથી સાથે ઝઘડો ના કરો. પ્રેમી પંખીડા માટે દીવસ સારો છે. કયાંક બહાર ફરવા જવા માટે દિવસ સારો નથી.

12. મીન – દ, ચ, જ, થ (Pisces): મીન રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. મુશ્કેલીનો સામનો કરવામાં દિવસ વીતશે. આજના દિવસે તમે ક્યાંય લાંબી યાત્રા પર જઈ શકો છો. તીર્થ યાત્રાનો યોગ પણ બની રહ્યો છે. કામને લઈને ટ્રાન્સફરના યોગ બની શકે છે.પરિવારનો માહોલ સારો રહેશે. ઘરવાળા આજના દિવસે પ્રોપટી ખરીદવાની વાત કરી શકે છે. દાંમ્પત્ય જીવનમાં રોમાન્સ રહેશે. પ્રેમી પંખીડા માટે આજનો દિવસ સારો રહેશે. આજના દિવસે તમે તમારા પ્રિય વ્યક્તિને ગિફ્ટ આપી શકો છો. આજના દિવસે તમે તમારા પ્રિય વ્યક્તિને ક્યાંક બહાર ફરવા લઇ જઈ શકો છો.