આજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે ધનલાભ – 15 ડિસેમ્બર 2019

0
Advertisement

1. મેષ – અ,લ ,ઈ (Aries):
છેલ્લા ઘણા સમયથી તમે જે કામ પાછળ મહેનત કરી રહ્યા છો તેનું પરિણામ આજે તમારી સામે આવશે. તમારા ઉપરી અધિકારીઓ તમારાથી ખુશ થઇ જશે. તમારા દરેક કામની વાહ વાહ થશે. ઓફિસમાં આજે તમારી સાથે દરેક લોકો સારું વર્તન કરશે. અફવાઓથી બચીને રહો. આજે દિવસનો અંતિમ ભાગ પરિવાર સાથે વિતાવો તમારા આખા દિવસનો થાક ઉતરી જશે. આજે બપોરનો સમય તમારા નવા કાર્ય માટે યોગ્ય રહેશે.
શુભ અંક : ૭
શુભ રંગ : નારંગી

2.વૃષભ – બ, વ, ઉ (Taurus):
છેલ્લા ઘણા સમયથી તમે જે કામ પાછળ મહેનત કરી રહ્યા છો તેનું પરિણામ આજે તમારી સામે આવશે. તમારા ઉપરી અધિકારીઓ તમારાથી ખુશ થઇ જશે. તમારા દરેક કામની વાહ વાહ થશે. ઓફિસમાં આજે તમારી સાથે દરેક લોકો સારું વર્તન કરશે. અફવાઓથી બચીને રહો. આજે દિવસનો અંતિમ ભાગ પરિવાર સાથે વિતાવો તમારા આખા દિવસનો થાક ઉતરી જશે. આજે બપોરનો સમય તમારા નવા કાર્ય માટે યોગ્ય રહેશે.
શુભ અંક : ૭
શુભ રંગ : નારંગી

3. મિથુન – ક, છ, ઘ (Gemini):
જે પણ મિત્રોને બીપી, ડાયાબિટીસ અને વધારે વજનની તકલીફ છે તેઓએ આજથી જ વજન ઘટાડવા માટેના પ્રયત્ન શરુ કરો. કસરત અને નિયમિત ડોક્ટરની મુલાકાત તમને ફાયદો અપાવશે. આજે તમને તમારા પ્રિયપાત્ર સાથે સમય વિતાવવા માટેની ઉત્તમ તક મળશે. લગ્નજીવનમાં અને કારકિર્દી માટે આજનો દિવસ સૌથી શ્રેષ્ઠ છે તો આજે તમારા હાથમાં આવેલી કોઈપણ તક ચુકી ના જાવ એની સાવધાની રાખજો. આજે સવારનો સમય તમારી માટે શ્રેષ્ઠ છે જે પણ વિચાર તમને સવારના સમય દરમિયાન આવે તેને બને એટલો વહેલા અમલમાં મુકો.
શુભ અંક : ૫
શુભ રંગ : નારંગી

4. કર્ક – ડ, હ (Cancer):
આજનો દિવસ મિશ્ર ફળદાયી છે તમારા પ્રિયજન આજે તમારાથી નારાજ રહેશે. ઘરમાં કે નોકરીના સ્થળે કોઈ તમારાથી દુખી ના થાય તેની તકેદારી રાખજો. આજે વાણી અને વર્તન પર કાબુ રાખવાની જરૂરત છે. આજે તમારી જીવન જરૂરિયાતની વસ્તુઓ ખરીદી પાછળ ખર્ચ થશે. આજે ખર્ચ કરો ત્યારે વધારાની વસ્તુઓ પાછળ ખર્ચ ના થઇ જાય તેની તકેદારી રાખજો. આજે બની શકે તો જીવનસાથીને નાનકડી ભેટ આપો તમારા લગ્નજીવનમાં આનંદ છવાઈ જશે. સાંજનો સમય પરિવાર સાથે અથવા તો નજીકના મિત્રો સાથે વિતાવો.
શુભ અંક : ૫
શુભ રંગ : નારંગી

5. સિંહ – મ, ટ (Lio):
આજે તમારી મુલાકાત તમે વિચાર્યું પણ નહિ હોય એવા લોકો સાથે થશે. આજે વધુ પડતી મહેનત તમારા સ્વાસ્થ્ય પર અસર કરી શકે છે. સતત કામના બોજ હેઠળ ના રહેશો એ તમને શારીરિક તકલીફ તો આપશે પણ સાથે સાથે માનસિક રીતે પણ થકવી દેશે માટે આજે થોડો સમય આરામ કરવામાં પણ વ્યતીત કરો. આજે પરિવાર સાથે સમય વિતાવવાનો દિવસ છે. તો તમારા પરિવારને ખૂબ પ્રેમ કરો એન તેમના સાથ અને સહકારથી આગળ વધો. આજે બની શકે તો ખરીદી કરવા જવાનું ટાળો.
શુભ અંક : ૮
શુભ રંગ : આસમાની

6. કન્યા – પ, ઠ, ણ (Virgo):
આ રાશિના જાતકોએ સફળ થવા અને સતત આગળ વધવા માટે જૂની વાતોને ભૂલવી જોઈએ. નકારાત્મકતાને દૂર કરવા માટે ખોટા વિચારો મનમાં લાવશો નહિ. તમારા ગુરુજન અથવા કોઈ સંતના ચરણમાં બેસીને કથા કીર્તન કરી શકો. સંતાનોનો સ્વભાવ તમને આજે વિચલિત કરશે. આજે ઓફિસમાં તમારા ખુબ વખાણ થશે તમે કરેલા પ્રોજેક્ટ કાર્યથી તમારી કંપનીને લાભ થશે અને તમને પણ પ્રમોશન મળવાના યોગ છે. દુરના અને ઘણા સમયથી ના મળ્યા હોય એવા મિત્રોનો કોન્ટેક્ટ કરો. જૂની વાતો યાદ કરીને તમારો આખા દિવસનો થાક ઉતરી જશે.
શુભ અંક : ૨
શુભ રંગ : પીળો

7. તુલા – ર, ત (Libra):
આજે તમારા માટે રોકાણ કરવાની અનેક તકો તમારી સામે આવશે. પૈસાનું રોકાણ આજે તમારા વડીલો અને જે મિત્રો અનુભવી હોય તેમની સલાહ લઈને કરજો. નાના બાળકો આજે તમને ખુશ કરી શકશે તો આજે બાળકો સાથે સમય વિતાવો. આજે કોઈપણ ટેસ્ટી અને તીખું તળેલું ખાતા પહેલા તમારા સ્વાસ્થ્યનો વિચાર કરજો. નાની નાની વાતોને લઈને આજે તમારે ગુસ્સે થવાનું નથી નહીતો માથાનો સખત દુખાવો થઇ શકે છે. આજે તમને કોણ તમારી સાચી કેર કરે છે એ તમને ખબર પડશે. જીવનસાથી સાથે ચાલતા અણબનાવનો આજે અંત આવશે.
શુભ અંક : ૫
શુભ રંગ : જાંબલી

8. વૃશ્ચિક – ન, ય (Scorpio):
આજનો દિવસ વેપારીઓ માટે ખુબ સારો છે. વેપારમાં વૃદ્ધિ અને તેના કારણે વિદેશ યાત્રા પણ કરવાના યોગ છે. નોકરી કરતા મિત્રોએ આજે ઓફિસમાં ખુબ તકેદારી રાખીને કામ કરવાનું છે તમારું કરેલું કામ કોઈ બગાડે નહિ તેનું ધ્યાન રાખજો. તમારી દરેકની ઉપર બહુ જલદી ભરોસો કરવાની આદત બદલવાનો સમય આવી ગયો છે. જીવનસાથી સાથે નાની નાની વાતને લઈને અણબનાવ બનવાના યોગ છે. આજે કોઈ એવી વ્યક્તિ સાથે મુલાકાત થશે જે તમે વિચાર્યું પણ નહિ હોય. આજે લોકો તમારા વિચારોની મજાક ઉડાવશે. એવા લોકોને બહુ ધ્યાનમાં ના લેતા તમે તમારું કામ ઈમાનદારીથી કરો.
શુભ અંક : ૪
શુભ રંગ : લાલ

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):
આજે પૈસા બનાવવા માટેની તક સામેથી આવશે પણ પુરતી ચકાસણી કર્યા વગર કોઈપણ પ્રકારનું રોકાણ કરશો નહિ. આજે સંતાનોના કારણે તમારી ચિંતામાં વધારો થશે. આજે ઘરમાંથી કોઈની તબિયત પર વાતાવરણના લીધે અસર વર્તાશે તો તેમની સાથે રહીને તેમને તમારા પ્રેમની હૂંફ આપો. આજે થોડો ફાલતું અને નકામી વસ્તુ પાછળ પૈસાનો ખર્ચ થશે. કોઈપણ પ્રકારની ભાગીદારીથી દૂર રહો એ તમારા ભવિષ્યને માટે યોગ્ય નથી. આજે તમારા જીવનસાથીનું હૃદય તમે અજાણતા દુભાવી ના બેસો તેની તકેદારી રાખો.
શુભ અંક : ૯
શુભ રંગ : આસમાની

10. મકર – જ, ખ (Capricorn):
આજે કામના ભાર નીચે તમે દબાઈ જશો પણ તેનાથી તમારો મુડ ખરાબ કરતા નહિ આજે તમે જેટલું વધારે કામ કરશો એટલો જ ભવિષ્યમાં તમને ફાયદો થશે. આજે તમારા જીવનસાથીને સમય આપો. તમારે આજે મિત્રોને તમારી સાથે રાખીને આગળ વધવાનું છે. આજે તમને પરિવારજનો અને મિત્રો તરફથી પુરતો સપોર્ટ મળી રહેશે. સાંજનો સમય તમારા માટે એકદમ પરફેક્ટ છે કોઈપણ નવા કામની અને વિચારને અમલમાં મુકવા માટે આ સમય બરોબર છે.
શુભ અંક : ૬
શુભ રંગ : નારંગી

11. કુંભ – ગ, શ, સ (Aquarius):
તમારા પ્રિયપાત્ર તરફથી આજે તમને દુઃખ પહોચી શકે છે. આજે તમને તમારું કામ પૂરું થશે કે નહિ એની પણ શંકા રહેશે. તમારામાં આજે આત્મવિશ્વાસની ઉણપ દેખાશે. તમારે આજે થોડી હિંમત દેખાડવાની છે કોઈપણ કાર્ય કરતા પહેલા નર્વસ થશો નહિ તમારા ચહેરાના હાવભાવ પરથી જ તમારું કામ બગડી શકે છે. આજે તમને શારીરિક દુખાવો રહેશે તો સમયસર દવા અને ઈલાજ કરજો. આજનો દિવસ આવો ગયો છે એટલે જરૂરી નથી કે કાલનો દિવસ પણ આવો જ જશે. કાલના દિવસની નવેસરથી શરૂઆત કરો. ઈશ્વર તમને શક્તિ આપે.
શુભ અંક : ૬
શુભ રંગ : આસમાની

12. મીન – દ, ચ, જ, થ (Pisces):
તબિયતની કાળજી રાખો છો એ સારી વાત છે પણ સતત તેની ચિંતા કરવી નહિ. તમારા કોઈ જુના મિત્રોને કોન્ટેક્ટ કરો અને તેમની સાથે વાત કરીને હળવા થઇ જાવ. જો ભવિષ્યને લઈને તમે કોઈ પ્લાન બનાવ્યો છે તો તેની શરૂઆત આજથી કરશો નહિ, તમારા નવા કામને લગતા વિચારો બહારના લોકોને જણાવશો નહિ, વેપારી મિત્રોને આજે મુસાફરી કરવાના યોગ છે તો જરૂરિયાતના કાગળ અને દવાઓ સાથે રાખો નહિ તો સ્વસ્થ્ય ખરાબ થવાના યોગ છે. જીવનસાથી જો ઘણા સમયથી નારાઝ છે તો તેમને કોઈ ભેટ આપીને મનાવી લો. આજની રાત તમારા જીવનની સૌથી યાદગાર રાત બની રહેશે. સંતાનો આજે તમારી મદદ માંગે કોઈ કામમાં તો પ્રેમથી તેમને સમજાવો અને મદદ કરો.
શુભ અંક : ૪
શુભ રંગ : આસમાની

આજે જે મિત્રોનો જન્મ દિવસ છે તેમની માટે ખાસ.

જે મિત્રોનો આજે જન્મદિવસ છે તેમને પહેલા તો ઘણીબધી શુભેચ્છાઓ, ઈશ્વર તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરવાની તમને શક્તિ આપે એવા આશીર્વાદ. હવે વાંચો આજથી તમારે આ વર્ષે શું કરવાનું છે અને શું નથી કરવાનું કઈ વાતોનું ધ્યાન રાખશો કે જેથી આ આખું વર્ષ તમારું સુખદ બની શકે.

સ્વાસ્થ્ય – બહુ લાંબી મુસાફરી અને એમાં પણ ટ્રેનમાં મુસાફરીને ટાળવી. મુસાફરીના થાકને કારણે તમને નાની મોટી તકલીફ થઇ શકે છે. મુસાફરી કરવાની આવે તો યોગ્ય દવાઓ અને બધો સમાન સાચવી રાખજો. ચોરીના કારણે નુકશાન થવાની સંભાવના છે.

નોકરી-ધંધો – આજથી શરુ થતું તમારું જન્મવર્ષ પાછલા વર્ષના પ્રમાણે વધુ સારું રહેશે. મહેનત કરવાથી જ યોગ્ય ફળ મળે છે તો યોગ્ય સમયની રાહ જોયા વગર આજથી જ તમારા નવા કામની શરૂઆત કરો. તમારા વડીલો અને ઉપરી અધિકારીની મદદથી તમે સારી રીતે આગળ વધી શકશો.

કૌટુંબિક-પારિવારિક – વર્ષના અંતે જે મિત્રો સંતાન ઈચ્છે છે તેમની માટે સારા સમાચાર આવશે. જેના લીધે પરિવારમાં પણ બધા ખુશ થઇ જશે. તમારા જીવનસાથીને ભરપુર પ્રેમ આપો. તેમની અને પરિવારની ખુશીથી પૈસા વધુ નથી એટલું યાદ રાખશો તો જીવન આનંદથી વ્યતીત થશે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here