ખબર

રાજકોટમાં 14 લોકોએ એકસાથે તબલા ઉપર વગાડ્યું “શિવ તાંડવઃ” વીડિયો જીતી લેશે તમારું દિલ

સોશિયલ મીડિયા ઉપર ઘણા જ વિડીયો રાતો રાત વાયરલ થઇ જતા હોય છે, તો ઘણા વીડિયો એવા પણ હોય છે જે જોનારનું દિલ પણ જીતી લેતા હોય છે, હાલ સોશિયલ મીડિયા ઉપર એક એવો જ વીડિયો વાયરલ થઇ રહ્યો છે જે લોકોનું દિલ જીતવામાં સફળ રહ્યો છે.

વાયરલ થયેલા આ વીડિયોને ટ્વીટર યુઝર્સ @nilamadhabpanda દ્વારા શેર કરવામાં આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે 14 લોકો એકસાથે તબલાના તાલ ઉપર “શિવ તાંડવઃ સ્તોત્રમ” વગાડી રહ્યા છે. શિવ તાંડવઃ સ્તોત્રમના આ તબલા વર્જનને લોકો ખુબ જ પસંદ પણ કરી રહ્યા છે.

આ વીડિયોને પહેલા યુટ્યુબ ઉપર ભાર્ગવ જાની દ્વારા પ્રસારિત કરવામાં આવ્યા હતો. જેને અત્યારસુધી 26 લાખ કરતા પણ વધારે લોકોએ નિહાળી લીધો છે. આ વીડિયોની અંદર જોઈ શકાય છે કે એક ગુરુ પોતાના 14 શિષ્યો સાથે શિવ તાંડવઃ પર પોતાની પ્રસ્તુતિ આપી રહ્યા છે.વાયરલ થઇ રહેલો આ વીડિયો રાજકોટનો છે. જેને ખુબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે, આ વીડિયો જોઈને લોકો પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.