જ્યોતિષ શાસ્ત્ર

14 સપ્ટેમ્બર રાશિફળ : મંગળવારનો દિવસ હનુમાન દાદાની કૃપાથી આ 5 રાશિના જાતકો માટે બનશે ખાસ, જાણો તમારી રાશિ તો નથી ને

1. મેષ – અ, લ ,ઈ (Aries): મેષ રાશિના જાતકોને આજના દિવસે ઘણાં દિવસથી ચાલતા લાંબા કાર્યથી આજે આરામ મળશે, થોડો સમય પરિવારને આપો એ ફાયદાકારક રહેશે. કોઈપણ પ્રિય વ્યક્તિ સાથે વાત કરો તો થોડી તકેદારી રાખો ક્યાંક એ નાની વાત બહુ મોટા ઝઘડાનું સ્વરૂપ ના બની જાય એ ધ્યાન રાખજો. જીવનસાથી સાથે બને એટલો સમય ફાળવો.

2.વૃષભ – બ, વ, ઉ (Taurus): વૃષભ રાશિના જાતકોનું નસીબ આજે સાથ આપશે, તમારી આર્થિક પરીસ્થિતિમાં સુધારો થશે. આજે કોઈ ટૂંકી કે લાંબી મુસાફરી કરવાના યોગ છે. આજે ધાર્મિક પ્રવૃત્તિ તરફ મન લાગશે. આજે સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું. કોઈપણ નાણાકીય વ્યવહારમાં તકેદારી રાખવી. તમારો ખર્ચ બેજટ બહાર જઈ શકે છે. આજે પૈસાની લેણદેણમાં કોઈ નુકશાન થઇ શકે છે. ધનલાભ માટે સારો દિવસ છે.

3. મિથુન – ક, છ, ઘ (Gemini): મિથુન રાશિના જાતકો ઘરમાં તમારે કોઈ નાનકડી વાતે વડીલો સાથે મતભેદ થઇ શકે છે. તમારા કામના સ્થળ પર આજે તમારે એકદમ શાંત મન રાખીને કાર્ય કરવાનું છે આજે લોકો પર તમારે ગુસ્સે થવાની જરૂરત નથી તેવું કરવાથી તમારા કાર્યસ્થળ પર તમે લોકોના મન પર છબી ઉભી કરી શકો છો. આજે તમારા જીવનસાથી સાથે તમારી તકલીફ શેર કરો તમે હળવાશ અનુભવશો.

4. કર્ક – ડ, હ (Cancer): કર્ક રાશિના જાતકો કોઈની વાતોથી ગેરમાર્ગે દોરતા નહિ. આજે તમને પ્રેમના નામે દગો મળે તેવી શક્યતાઓ છે એટલે સાવચેત રહેજો. કોઈ ઉપર બહુ જલદી ભરોસો કરવાની આદત તમને આજે નુકશાન કરશે. પૈસાની સમસ્યાનું સમાધાન થતું જોવા મળશે.

5. સિંહ – મ, ટ (Leo): સિંહ રાશિના જાતકો સોના ચાંદી જેવી વસ્તુઓની ખરીદી કરી શકશો, સ્વાસ્થ્ય પ્રત્યે વધુ બેદરકાર બનશો નહિ, આજે જુના મિત્રોને યાદ કરો એમની વાતો સાંભળીને તમારું ભારે મન હળવું થઇ જશે. કોઈ બહારની વ્યક્તિને કારણે તમારે ઘરમાં ઝઘડા ના થાય એની સાવધાની રાખજો. નોકરી કરતા મિત્રોનું મન આજે વ્યાકુળ રહેશે. તણાવને કારણે માથાનો દુખાવો થઇ શકે છે.

6. કન્યા – પ, ઠ, ણ (Virgo): કન્યા રાશિના જાતકોને આજના દિવસે કામ જરૂર પૂરું થશે પરંતુ સાંજ સુધી રાહ જોવી પડશે. ખુદ પર વિશ્વાસ રાખો અને કામ પર પૂરું ધ્યાન આપો. આજના દિવસે તમારી પર જવાબદારી આવશે જે તમને ઇરીટેડ કરશે. અંગત જીવનને લઈને આજના દિવસે તમે મજબૂત રહેશો. આજના દિવસે તમે સાચા નિર્ણય લેશો, આજના દિવસે તમે તમારા સંબંધને લઈને ખુશ રહેશો. આજે તમારા પ્રિય વ્યક્તિ સાથે લગ્નની વાત થઇ શકે છે.

7. તુલા – ર, ત (Libra): તુલા રાશિના જાતકો માટે આજનો દિવસે કોઈ ધાર્મિક યાત્રા ઉપર જવાનો બની શકે છે. જેના કારણે મનમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થશે. આ યાત્રા તમારા માટે ખુબ જ ફાયદાકારક રહેવાની છે. તમારી યાત્રા દરમિયાન કોઈ ગરીબને દાન આપવું તમારા માટે લાભ કારક સાબિત થઇ શકે છે. આજે પોતાના પાર્ટનર સાથે દિલમાં મૂંઝવતી વાત શેર કરવી. આજે તમારું પાર્ટનર તમારું સાચું સાથી હશે. પ્રેમી પંખીડાઓને આજે મળવા માટે રાહ જોવી પડશે.

8. વૃશ્ચિક – ન, ય (Scorpio): વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્રિત ફળદાયક રહેશે. આજે તમારી મહેનત જ તમારો સાચો સાથી છે. આજે કોઈ કામમાં આળશ ના કરવી, નહિ તો આ આળશ તમને જ મુશ્કેલીમાં મૂકી શકે છે. તમારું પાર્ટનર આજે કોઈ વાતને લઈને ચિંતિત નજર આવશે,  જેના કારણે આજે તમારે તેને સાથ આપવો. પ્રેમી પંખીડાઓ આજે એકબીજાને ભેટ આપી શકે છે.

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius): ધન રાશિના જાતકોને આજના દિવસે કોઈ અંધારી ખુશી મળી શકે છે. આજે તમે તમારા પાર્ટનર સાથે બહાર જઈ શકો છો. આજે કામના સ્થળેથી પણ કોઈ સારા સમાચાર મળી શકે છે. આજે તમારું પ્રમોશન થવાના યોગ છે. પ્રેમી પંખીડાઓ આજે એકબીજા સાથે મળીને રોમાન્ટિક સમય પસાર કરી શકે છે.

10. મકર – જ, ખ (Capricorn): મકર રાશિના જાતકોએ આજે થોડા સાવચેત રહેવાની જરૂર છે. આજે કોઈ તમને છેતરી પણ શકે છે. માટે આજે ખુબ જ સાવધાની રાખવી. નોકરીમાં પણ તમારા સહકર્મી તમારો ફાયદો ઉઠાવી શકે છે. પરણિત લોકો પોતાના પાર્ટનરને પોતાના દિલમાં રહેલી વાત કરી શકે છે. પ્રેમી પંખીડાઓ આજે હળવાશના મૂળમાં જોવા મળશે.

11. કુંભ – ગ, શ, સ (Aquarius): આ રાશિના જાતકો આજના દિવસે ભાવનાત્મક અનુભવ કરશે.તમારા અજાણ્યા, સંબંધોને સંભાળવાનો પ્રયાસ કરશો. વિવાહિત લોકો તેમના ગૃહસ્થ જીવન વિશે સંતુષ્ટ રહેશે અને જીવનસાથી સાથે સંપત્તિ ખરીદવાનો સોદો કરી શકે છે. લવ લાઇફ જીવતા લોકો આજે શાંત રહેશે. પ્રેમી પંખીડા આજના દિવસે સંપૂર્ણ સંતોષનો અનુભવ કરશે. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. કામને લઈને દિવસ સારો રહેશે.

12. મીન – દ, ચ, જ, થ (Pisces): મીન રાશિના જાતકો આજે ખૂબ જ ખુશ દેખાશે અને તમારા બાળક માટે કંઈક સારી વસ્તુ ખરીદશો, જેનાથી તેમના ચહેરા પર સ્મિત વધશે. તમે પણ તમારા મનમાં ખુશ રહેશો. આવકમાં વધારો થશે. ખર્ચ પણ ઓછો થશે. વિવાહિત લોકો તેમના ગૃહસ્થ જીવનને લઈને આનંદ અનુભવશે. પ્રેમી પંખીડા આજે થોડી કેરિંગ અને રોમેન્ટિક હશે. આજે તમને તમારા પ્રિયજનની એક અલગ જ અંદાજ જોવા મળશે.