જ્યોતિષ શાસ્ત્ર

લવ રાશિફળ 14 ફેબ્રુઆરી : જાણો કેવો રહેશે તમારો વેલેન્ટાઈન ડેનો દિવસ ? કોને મળશે પ્રેમમાં સફળતા તો કોને મળશે સાચો જીવનસાથી ?

1. મેષ – અ, લ ,ઈ (Aries):મેષ રાશિના જાતકો માટે આજે વેલેન્ટાઈન ડેનો દિવસ ખુબ જ ખાસ રહેવાનો છે. આજે રવિવારની રજા હોવાના કારણે તમે તમારા પ્રિયજન સાથે વધુ સારો સમય પસાર કરી શકો છો. પરણિત લોકો આજે પોતાના પાર્ટનર સાથે ક્યાંક બહાર જઈ શકે છે. પ્રેમી પંખીડાઓ માટે પણ આજનો દિવસ ખુબ જ રોમાન્ટિક બનવાનો છે.

2.વૃષભ – બ, વ, ઉ (Taurus):વૃષભ રાશિના જાતકો માટે આજે થોડી મુશ્કેલીઓ આવી શકે છે. આજે તમો પ્રિય વ્યક્તિ તમારા પ્રેમને સમજી નહીં શકે જેના કારણે તમારા મનમાં પણ દુઃખની લાગણી હશે. પરંતુ આ દરમિયાન તમારે હિંમત ના હારવી. તમારા જીવનમાં તેનાથી પણ સારું પાત્ર રહેલું છે. પરણિત લોકોના પાર્ટનર આજે કોઈ ભેટ માટે થઈને જીદ કરી શકે છે. પ્રેમી પંખીડાઓ માટે દિવસ મધ્યમ રહેશે.

3. મિથુન – ક, છ, ઘ (Gemini):મિથુન રાશિના જાતકોએ આજે પોતાના પાર્ટનરને ખુશ કરવાના તમામ પ્રયત્નો કરવા. જેના કારણે તમારું પ્રિયજન તમારા પ્રેમને વધારે નજીકથી ઓળખી શકશે. આજે પ્રેમનો દિવસ હોવાના કારણે તમારા પ્રેમની અભિવ્યક્તિ પણ જરૂરી છે. પરણિત લોકો આજે ખુશ મિજાજમાં નજર આવશે. આજે તમે તમારા પાર્ટનર સાથે ક્યાંક બહાર પણ જઈ શકો છો. પ્રેમી પંખીડાઓ પણ આજે હળવાશના મૂડમાં નજર આવશે.

4. કર્ક – ડ, હ (Cancer):કર્ક રાશિના જાતકોને આજે તેમના પ્રેમ સંબંધોમાં તેમનું કામ અવરોધ બની શકે છે. આજે રવિવારના દિવસે પણ તમારા માથે કામનું ભારણ રહેશે. જેના કારણે તમારું પ્રિયજન પણ તમારાથી નારાજ થયેલું જોવા મળી શકે છે. આજે કામમાં તમને પૂરતો સમય નહીં મળે તે છતાં પણ તમારું પાર્ટનર તમારી પરિસ્થિતિ સમજી શકશે. આજે તમારા ગમતા વ્યક્તિ સાથે રાત્રે સમય પસાર કરી શકો છો.

5. સિંહ – મ, ટ (Leo):સિંહ રાશિના જાતકોના જીવનમાં આજે પ્રેમયોગ બની રહ્યો છે. આજે તમે જેને દિલથી પ્રેમ કરો છો તે વ્યક્તિ તમારી સાથે આવીને ઉભો રહી શકે છે, અથવા તમને પ્રપોઝ પણ કરી શકે છે. આજે તમે પ્રેમ બાબતે ખુબ જ ખુશ જોવા મળશો. આજે પોતાના પાર્ટનરને ખુશ કરવાની કોઈ તક ચૂકવી નહીં. પરણિત લોકો આજે પોતાના પાર્ટનર માટે કંઈક સરપ્રાઈઝ પ્લાંનિંગ કરી શકે છે.

6. કન્યા – પ, ઠ, ણ (Virgo):કન્યા રાશિના જાતકોને આજે પ્રેમમાં નિષ્ફળતાનો સામનો કરવો પડી શકે છે. પરંતુ આજે તમારા જીવનમાં કોઈ મિત્રના સપોર્ટ અને પ્રેમના કારણે તમને ખુશી મળશે. આજે તમે કોઈ મિત્રના પ્રેમને ખુબ જ નજીકથી અનુભવી શકશો. પરણિત લોકોના જીવનમાં આજે તેમના પાર્ટનર દ્વારા તેમને ખુશ કરવાનુંપ્લાનિંગ કરવામાં આવશે. પ્રેમી પંખીડાઓ માટે પણ દિવસ સારો રહેશે.

7. તુલા – ર, ત (Libra):તુલા રાશિના જાતકો આજના દિવસે પોતાના પ્રિયતમને મળવા માટે ખુબ જ ઉત્સાહમાં જોવા મળશે. આજે તમે લાંબી મુસાફરી કરીને પણ તમારા ગમતા પાત્રને મળવા માટે પહોંચશો. આજનો દિવસે તમારા માટે રોમાન્સ ભરેલો રહેવાનો છે. પરણિત લોકો આજે તેમના પાર્ટનરને રોમાન્ટિક ડિનર ઉપર લઇ જવાનું પ્લાનિંગ કરી શકે છે. પ્રેમી પંખીડાઓ આજે ખુબ જ ખુશ નજર આવશે.

8. વૃશ્ચિક – ન, ય (Scorpio):વૃશ્ચિક રાશિના જાતકોને આજે પ્રેમમાં અણધારી સફળતા મળવાનો યોગ બની રહ્યો છે. છેલ્લા કેટલાય સમયથી તમે જેને એકતરફી ચાહી રહ્યા છો કે તમને કોઈ એકતરફી ચાહતું હશે તે વ્યક્તિ આજે તમને પ્રપોઝ કરી શકે છે, જેના કારણે આજે તમારી ખુશી પણ સાતમા આસામને પહોંચી જશે. આજે તમારા પ્રિયજનને મળીને તમારા મનમાં શાંતિનો અનુભવ થશે. પરણિત લોકોના જીવનમાં પણ આજે ખુશીઓ ભરેલો દિવસ છે.

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):ધન રાશિના જાતકોએ આજે પ્રોપઝ કરવાની તૈયારી સાથે ના સાંભળવાની પણ ધારણા બાંધીને જવું પડશે. કારણ કે આજે તમારું પ્રિયજન તમારી પરીક્ષા લઇ શકે છે. તમારા જીવનમાં પ્રેમ ભરપૂર છે, પરંતુ એ પ્રેમને પામવા માટે તમારે સંઘર્ષ કરવાની જરૂર છે. આજનો દિવસે તમારા સંઘર્ષની પરીક્ષા હશે, તેમાં તમને સફળતા મળવાના ચાન્સ પણ છે. બસ આજના દિવસે તમારા દિલમાં કોઈ ખોટ ના રાખવી અને તમારા પાર્ટનરને ખુલ્લા દિલે તમારા દિલની વાત જણાવી દેવી.

10. મકર – જ, ખ (Capricorn):મકર રાશિના જાતકો આજે પ્રેમની બાબતમાં થોડા ગંભીર જોવા મળશે. આજે તમે તમારા પ્રિયજન સાથે વધારે સમય વિતાવવાની ઈચ્છા વ્યક્ત કરી શકો છો. આજે તમને સંબંધોનું સાચું મહત્વ પણ સમજાઈ જશે. આજે તમારું પ્રિય વ્યક્તિ પણ તમને વધારે સારી રીતે સમજવામાં અગ્રેસર રહેશે. પરણિત લોકો આજે પોતાના પાર્ટનર સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરી શકે છે.

11. કુંભ – ગ, શ, સ (Aquarius):કુંભ રાશિના જાતકોએ આજે મનમાં રહેલા ગુસ્સાનો ત્યાગ કરી અને પ્રેમ વહેંચવાની શરૂઆત કરવી જોઈએ. આજે પ્રેમના દિવસે તમે તમારા ગુસ્સાના કારણે તમારા સૌથી નજીકના સંબંધને પણ ખોઈ શકો છો. આજનો દિવસે મનને શાંત રાખીને તમારા ગમતા વ્યક્તિ સાથે પ્રેમથી સમય પસાર કરવો. પરણિત લોકોએ આજે પોતાના કામની ચિંતાને બાજુ ઉપર રાખી પોતાના પાર્ટનર સાથે સમય પસાર કરવાનો પ્રયત્ન કરવો.

12. મીન – દ, ચ, જ, થ (Pisces):મીન રાશિના જાતકો આજે પોતાના પ્રિયજનને કોઈ ભેટ સોગાદ આપી શકે છે, જેના કારણે તમારું પાર્ટનર પણ ખુબ જ ખુશ નજર આવશે. આજે તમારા પ્રેમને તમારું પાર્ટનર અનુભવી શકશે. જેના કારણે તમારા મનમાં પણ ખુશી હશે. આજનો દિવસ તમારા માટે ખુબ જ ખાસ છે. આજે પ્રેમમાં ડૂબ્યા રહેવા માટેનો દિવસ છે. આજે એક વાત વિચારી લો કે કામ આખી જિંદગી કરવાનું જ છે પરંતુ આજે ગમતા વ્યક્તિ સાથે પસાર કરેલો સમય તમારા જીવનનું એક યાદગાર સંભારણું બની રહેશે.