ખબર

હવે સુરતથી કોરોનાને લઈને આવ્યા ભયંકર સમાચાર

દેશના અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ કોરોનાનો બીજીવાર રાફળો ફાટી નીકળ્યો છે. અહીં દર્દીઓની સંખ્યા વધવાનું કારણ મહારાષ્ટ્ર્માંથી આવેલા લોકો માનવામાં આવી રહ્યું છે. એવામાં સુરતમાં આગળના 24 કલાકમાં આવા 130 લોકો પોઝિટિવ મળી આવ્યા છે, જે મહારાષ્ટ્રમાંથી આવ્યા હતા. (અહીં લીધેલી તમામ તસવીરો પ્રતીકાત્મક છે).

Image Source

એવામાં આ લોકોના સંર્પકમાં આવેલા અન્ય લોકોની તપાસ કરવામાં આવી રહી છે.આગળના શુક્રવારે મહારાષ્ટ્રમાંથી બસ સુરત પલસાણામાં પહોંચી હતી, જેમાં હાજર લોકોની જાંચ કરવામાં આવી તો 52 લોકો સંક્રમિત મળ્યા હતા. આ સિવાય કોરોનાંના નિયમાનુસાર બસમાં ક્ષમતા કરતા વધારે યાત્રીઓ હતા માટે બસ ડ્રાઇવરના વિરુદ્ધ કારવાઈ પણ કરવામાં આવી રહી છે.

Image Source

આ મામલો સામે આવ્યા બાદ ગુજરાત સરકાર પહેલા કરતા વધુ સતર્ક થઇ ગઈ છે અને મહારાષ્ટ્રમાંથી બસમાં આવતા લોકો માટે ટેસ્ટનો નેગેટીવ રિપોર્ટ બતાવવાનો રહેશે, જેના પછી જ તેઓને ગુજરાતમાં એન્ટ્રી મળશે. આ સિવાય યાત્રીઓની સ્ક્રીનિંગ પણ કરવામાં આવી રહી છે અને પ્લેન, ટ્રેન કે બસ દ્વારા ગુજરાત આવતા લોકો માટે આ નિયમોનું પાલન કરવું ફરજીયાત કરી દેવામાં આવ્યું છે.

Image Source

જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં પણ ઘણા ગુજરાતીઓ રહે છે જે ઓ વાયસરના ડરથી ફરીથી વતનમાં આવી રહ્યા છે. ખાસ કરીને સુરતમાં દરેક રોજ 80 થી 100 જેટલી બસો આવતી-જતી રહે છે. ગુજરાતમાં રવિવારે કોરોનાના 2875 નવા કેસ સામે આવ્યા છે, જે એક દિવસમાં દર્જ થનારો અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો માનવામાં આવ્યો છે. હાલ રાજ્યમાં સંક્રમિતની સંખ્યા 3,18, 438 છે જેમાના 15,135 એક્ટિવ કેસ છે. અને 64,89,441 લોકોને રસીનો પહેલો ડોઝ તો 7,83,043 જેટલા લોકોને રસિનો બીજો ડોઝ અપાઈ ચુક્યો છે.