અજબગજબ કૌશલ બારડ દિલધડક સ્ટોરી પ્રસિદ્ધ પ્રેરણાત્મક રસપ્રદ વાતો લેખકની કલમે

12 વર્ષના છોકરાએ માથાડૂબ પાણીમાં આગળ ચાલીને એમ્બ્યુલન્સને પુલમાંથી બહાર કાઢી!

દક્ષિણ-મધ્ય ભારતનાં અનેક રાજ્યો આજની પરિસ્થિતીમાં પૂરગ્રસ્ત છે. અનેક દિવસોથી સતત વરસી રહેલા વરસાદને લીધે નદીઓ ગાંડીતૂર બનીને સીમાઓ લાંઘી ગઈ છે. ચોતરફ પાણી ભરાયેલાં છે અને અનેક હતભાગી લોકો અત્યાર સુધીમાં આ પૂરનો ભોગ પણ બની ચૂક્યા છે. મેઘરાજાના આ કારમા તાંડવની વચ્ચે કર્ણાટકના એક ઇલાકામાં ગણીને ૧૨ વર્ષના છોકરાએ જે કર્યું એ કરવા માટે ખડતલ જુવાનીયાઓનું પણ જીગર ચાલે કે કેમ એ વિશે શંકા છે :

Image Source

લગભગ આખું કર્ણાટક રાજ્ય હાલ પૂરગ્રસ્ત છે. આ અતિવૃષ્ટિ દરમિયાન કર્ણાટકના રાયચુર જીલ્લામાં આવેલ દેવદુર્ગ તાલુકાના કોઈ એક વિસ્તારમાં ધોધમાર વહેતાં પાણીની એક બાજુ એક એમ્બ્યુલન્સ આવીને ઊભી રહી.

એમ્બ્યુલન્સની અંદર પૂરપીડિતો જ હતા. કેટલાંક ઈજાગ્રસ્ત પીડિતો હતા અને બે લાશો પણ હતી. ગંતવ્ય સ્થાને ઝડપથી પહોંચવું આવશ્યક હતું પણ અહીં મુશ્કેલી એ ઉભી થઈ કે, પુલ આખો પાણીમાં ગરકાવ થઈ ગયેલો. એમ્બ્યુલન્સનો ડ્રાઇવર પામી જ નહોતો શકતો કે આમાં પુલ છે ક્યાં? ચારેબાજૂ પાણી જ પાણી હતું. પુલ દેખાતો નહોતો.

Image Source

એ વખતે કાંઠે ઉભેલા લોકોમાંથી એક છોકરો આગળ આવ્યો. નામ : વેંકટેશ, ઉંમર : ૧૨ વર્ષ. સ્થાનિક સ્કુલમાં છઠ્ઠા ધોરણમાં ભણતો આ છોકરો અહીંથી રોજની અવરજવર કરતો એટલે એ અડ્ડસટ્ટો મારી શકે એમ હતો, કે પુલ અહીં છે.

વેંકટેશ આગળ થયો અને ડ્રાઇવરને કહ્યું, કે હું આગળ ચાલુ છું, તમે મારી પાછળ એમ્બ્યુલન્સ હંકારતા આવો! આ સહેલું નહોતું. પાણીનું સ્તર આ છોકરાની છાતીથી નીચે તો નહોતું જ, ક્યાંય મોંઢાની હડપચી સુધી પણ પહોંચી જાય તેમ હતું. વળી, તાણ આવતું હોય એ તો અલગ. પણ વેંકટેશ તો આગળ ચાલ્યો.

Image Source

લોકો જોતા રહી ગયા. વેંકટેશ ક્યાંય કૂદકા લગાવતો અને ક્યાંય દોડતો આગળ ચાલ્યો. એમ્બ્યુલન્સ એની પાછળ ચાલી. લગભગ ૧૦૦ મીટર જેટલું અંતર પાર કરીને વેંકટેશે એમ્બ્યુલન્સને સામે કાંઠે પહોંચાડી દીધી. સામે કાંઠેથી કોઈકે વીડિયો ઉતારેલો તે પણ પછી તો વાઇરલ થયો.

વાત સરકારી માણસો સુધી પહોંચી. કર્ણાટક સરકારના સાર્વજનિક નિર્દેશ વિભાગે વેંકટેશને સન્માનિત કર્યો. મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા બહાદુરી માટેનો એવોર્ડ આપવાની પણ ભલામણ કરવામાં આવી છે.

Image Source

વેંકટેશ આ પરાક્રમ કરીને ઘરે પહોંચ્યો તો પહેલાં તો માતાએ આવું ગાંડું સાહસ કરવા માટે થઈને ધધડાવી નાખેલો પણ પછી ટીવી ન્યુઝમાં અને ચોતરફ આ બાર વર્ષના છોકરાની વાહવાહી થવા લાગી ત્યારે તો માતાની પણ છાતી ગજગજ ફૂલી ગઈ, કે તને ‘જણ્યો પરમાણ છે!’

[ પૂરગ્રસ્ત વિસ્તારોમાં મેઘરાજા હવે ખમૈયા કરે એવી પ્રાર્થના! ]

Author: કૌશલ બારડ – GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks