જ્યોતિષ શાસ્ત્ર

12 રાશિમાંથી 5 રાશિ સૌથી ભાગ્યશાળી રાશિ છે, જેમાં શનિ અને મંગળ બંનેની કૃપા પ્રાપ્ત થાય છે, તમારી રાશિ વાંચો

ગ્રહોની અસર આપણી રાશિઓ પર થાય છે, અને આપણી રાશિમાં થતા બદલાવોની અસર આપણા જીવન પર પડે છે. બાર રાશિમાંથી 5 રાશિ શનિ અને મંગળ પર સૌથી પ્રભાવિત રાશિ છે. જુઓ તમારી રાશિ તો નથીને…??

મેષ રાશિ:-

મેષ રાશિનો સ્વામી ગ્રહ મંગળ છે. આ રાશિના લોકોમાં ખૂબ જ શક્તિ હોય છે. મેષ રાશિવાળા લોકો ખૂબ જ જિદ્દી હોય છે. એટલા માટે મેષ રાશિવાળા લોકો જે વિચારે છે તે કરીને જ રહે છે. ગમે તે મુશ્કેલ કામ હોય તે કરીને જ રહે છે. તેમજ આ રાશિવાળા લોકો કંઇપણ કામ કરે છે તે ખુબજ ઈમાનદારીથી કરે છે. આ રાશિવાળા લોકોમાં છળ-કપટની ભાવના હોતી નથી. આ રાશિવાળા ખૂબ જ ભાગ્યશાળી હોય છે ઓછી મહેનતે પણ તેમને ઘણો બધો મળી જાય છે.

મકર રાશિ:-

આ રાશિનો સ્વામી શનિ છે મકર રાશિ પણ ખૂબ જ ભાગ્યશાળી છે. મકર રાશિવાળા લોકોને થોડા સમય પછી બધું મળતું હોય છે. તે લોકો જે ચાહે છે તેમને મળીને જ રહે છે. શનિદેવની આ ખુબી છે તે મકર રાશિવાળાને ધીરે-ધીરે થોડા સમય પછી આપે છે. પરંતુ જે આપે છે ખૂબ જ સારું આપે છે મકર રાશિવાળા લોકો ખુબજ તાકાતવાર હોય છે. પરંતુ તે લોકો પોતાની તાકાતનો ઉપયોગ ક્યારેય નથી કરતા. મકર રાશિવાળા લોકો ખૂબ જ ધૈર્યવાન હોય છે.

વૃશ્ચિક રાશી:-

આ રાશિ મંગળથી પ્રભાવિત રાશિ છે. આ રાશિવાળા લોકો પોતાના મનના ભાવોને એટલી આસાનીથી છુપાયેલા છે કે તમે ક્યારે પણ વિચાર્યું નહીં હોય. આ રાશિવાળા લોકો જીવનમાં ખુશીઓ હાંસલ કરવા માટે ખૂબ જ મહેનત કરે છે. અને તેમને દરેક પ્રકારની ખુશી પ્રાપ્ત થાય છે. વૃશ્ચિક રાશિવાળા લોકોને ને બધી જ વસ્તુ આસાનીથી અને ઝડપથી મળી જાય છે. તે લોકો કોઈપણ ખરાબ હાલતમાં હોય તે લોકો આસાનીથી તેમાંથી બહાર આવી જાય છે.

કુંભ રાશી:-

કુંભ રાશિનો સ્વામી શનિ હોય છે. તે લોકોને બધાથી અલગ દેખાવુ ખૂબ જ પસંદ છે. રાશિવાળા લોકોને જીવનમાં અલગ અલગ પ્રયોગ કરવાની આદત હોય છે. કુંભ રાશિવાળા લોકોને આઝાદી ખૂબ જ પસંદ છે. તેમજ તે લોકોને સ્વતંત્ર વિચારો અને સ્વતંત્ર રહેવું ખૂબ જ ગમતું હોય છે. આ લોકો થોડા ડરપોક પણ હોય છે. કુંભ રાશિવાળા લોકો શાંત અને સંવેદન સ્વભાવના હોય છે. કુંભ રાશિવાળા લોકોને પુરાના રીતિ-રિવાજ ગમતા નથી હોતા.

મીન:-
મીન રાશિ શનિથી પ્રભાવિત રાશિ છે. તેમને મહેનત કરીને આ મહેનતનું સારું પરિણામ મેળવવું પસંદ છે. તેમને વેપારમાં જબરદસ્ત લાભ પણ થાય છે. તેમને યોજના બનાવીને આગળ વધવાનું પસંદ આવે છે.શેર બજાર, લોટરી અને સટ્ટેબાજીથી દૂર રહેવું પસંદ છે. પરિવારજનો સાથે યાત્રા પર જવું ખૂબ જ પસંદ હોય છે. આ રાશિના જાતકોને ભાઈ બહેનોનો સહયોગ પણ ખૂબ જ મળે છે. તેઓ ઉત્સાહ અને ઉલ્લાસથી જીવવું પસંદ કરે છે. સમાજમાં તેમનું માન-સમ્માન પણ વધુ હોય છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks