દરેક કષ્ટ દૂર કરવા વાળા છે હનુમાનજીના 12 નામ
હનુમાનજીને કષ્ટભંજન દેવ તરીકે પૂજવામાં આવે છે, શનિવાર અને મંગળવારના દિવસે આપણે ખાસ હનુમાન દાદાના મંદિરે જઈને તેમની પૂજા કરીએ છીએ અને આપણા જીવનમાં આવેલા કષ્ટો દૂર થાય એ માટે પ્રાર્થના પણ કરીએ છીએ. હનુમાન દાદાનું માહાત્મ્ય ખુબ જ મોટું છે. હનુમાનજીને 12 અલગ અલગ નામોથી ઓળખવામાં આવે છે. આ 12 નામ લેવાથી પણ આપણા ક્સ્થળો દૂર થાય છે. આજે અમે તમને હનુમાનજીના આ 12 નામો લેવાથી જીવનમાં થતા ચમત્કારિક ફાયદાઓ વિશે જણાવીશું.

સૌ પ્રથમ આપણે હનુમાનજીના 12 ચમત્કારિક નામ જાણીશું.
- હનુમાન
- અંજનિસુત
- વાયુપુત્ર
- મહાબલી
- રામેષ્ટ
- ફાલ્ગુનસખા
- પિંગાક્ષ
- અમિતવિક્રમ
- ઉદધિક્રમણ
- સીતાશોકવિનાશન
- લક્ષ્મણ પ્રાણદાતા
- દશગ્રીવ દર્પણા

આ બાર નામનો જાપ કરવાથી જીવનમાં ઘણા ચમત્કારિક લાભ થાય છે. જીવનમાં ધન, ધાન્ય, સુખ, સંપત્તિનો વાસ થાય છે, ચાલો આપણે વિગતવાર જણાએ.
તરત પ્રસન્ન થાય છે હનુમાનજી:
હનુમાનજી વિશે કહેવાય છે કે આ પૃથ્વી ઉપર તેઓ અજર અમર છે. ધરતી ઉપર કોઈના કોઈ સ્વરૂપે હનુમાનજી રહેલા છે. તે કષ્ટભંજન છે જે યુગો યુગો સુધી પોતાના ભક્તોની સમસ્યાઓનું સમાધાન કરે છે. એવું પણ કહેવામાં આવે છે કે હનુમાન દાદાની જો થોડી જ પ્રાર્થના અને ભક્તિ કરવામાં આવે તો તે તરત પ્રસન્ન પણ થઇ જાય છે.
દૂર કરે છે બધા સંકટ:
આપણે હનુમાન ચાલીસાના પાઠ કરીએ છીએ તેની અંદર જ આવે છે લે “સંકટ કટે મિટે સબ પીડા, જો સુમરે હનુમત બલબીરા” એ પ્રમાણે જ હનુમાનજીનું નામ લેવા માત્રથી જ આપણા જીવનના સંકટો દૂર થઇ જાય છે, ભૂત પીસાચનો પણ ડર લાગતો હોય ત્યારે હનુમાનજીનું નામ આપણને શક્તિ આપે છે અને દુષ્ટ શક્તિઓને આપણી સામેથી દૂર પણ કરે છે.
ઉંમર વધારવા માટે:
રોજ સવારે ઉઠી અને પોતાની પથારીમાં જ હનુમાનજીના આ 12 નામનો 11 વાર જાપ કરવામાં આવે તો તમારી ઉંમરમાં વધારો થઇ શકે છે. આ ઉપરાંત જીવનમાં આવનારી શારીરિક સમસ્યાઓનું પણ નિદાન થાય છે.

ધનવાન બનવા માટે:
હનુમાનજીના નામ માત્રનો મહિમા જ આપરમ્પાર છે છતાં પણ બપોરના સમયતે તમારી ઓફિસ, ઘરે અથવા દુકાનમાં બેસીને હનુમાનજીના આ 12 નામનું સ્મરણ કરવામાં આવે તો જીવનમાં ક્યારેય ધનની અછત રહેતી નથી. આ ઉપરાંત ક્યાંક ફસાયેલું ધન પણ પાછું મળવાની સંભાવનાઓ વધી જાય છે. સાથે જ તમારા માથે ચઢેલું દેવું પણ દૂર થાય છે.
ઘરકંકાશને કરે છે દૂર:
ઘણા પરિવારમાં ગૃહક્લેશની સમસ્યા આજે મોટાભાગે સર્જાતી જોવા મળે છે, પતિ-પત્નીના સંબંધોમાં પણ અણબનાવ થતા જોવા મળે છે ત્યારે જો સાંજના સમયે હનુમાનજીના આ 12નામનો જાપ કરવામાં આવે તો પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ હંમેશા વ્યાપેલી રહે છે.

ડર અને શત્રુઓ સામે આપે છે રક્ષણ:
હનુમાન ચાલીસ અને હનુમાનજીના નામ માત્રમાં કેટલી તાકાત છે એ તો આપણે સૌ જાણીએ છીએ, પરંતુ જો તમારા જીવનમાં શત્રુઓની સંખ્યા પણ વધી ગઈ હોય ત્યારે હનુમાનજીના આ 12 નામ તમારા જીવનમાં સંજીવનીનું કામ કરે છે. રાત્રે સૂતી વખતે હનુમાનજીના આ 12 નામનો જાપ નિયમિત રૂપે કરવામાં આવે તો ભય અને શત્રુઓ સામે રક્ષણ મળે છે.