શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની એકાદશીને શ્રાવણ પુત્રદા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. શાસ્ત્ર અનુસાર આ વ્રતની કથા માત્ર સાંભળવાથી યજ્ઞ બરાબર ફળ પ્રાપ્ત થાય છે. એવી માન્યતા છે કે આ વ્રતના પ્રભાવથી સંતાનસુખની ઈચ્છા રાખવાવાળા લોકોને સંતાનની પ્રાપ્તિ થાય છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા આરાધના કરવામાં આવે છે.
શ્રાવણ મહિનાની પુત્રદા એકાદશી વ્રત તિથિ શુભ મુહૂર્ત તેમજ તેના ઉપાયો…

પુત્રદા એકાદશી તિથિ તેમજ શુભ મુહૂર્ત:-
- વર્ષ 2019માં પુત્રદા એકાદશીનું વ્રત 11 ઓગસ્ટ રવિવારના દિવસે આવે છે.
- એકાદશી તિથિ શરૂ થશે 10 ઓગસ્ટ શનિવાર 10:9 મિનિટ પર.
- એકાદશી સમાપ્ત થશે 11 ઓગસ્ટ રવિવાર 10:52 મિનિટ પર
- એકાદશી વ્રત પારણનો શુભ સમય 12 ઓગસ્ટ સોમવારે સવારે 5:52 મિનિટ થી 8:30 મિનિટ

એકાદશી વ્રત પૂજા વિધિ:-
- પુરાણોમાં એવી માન્યતા છે કે દસમી તિથિના દિવસથી જ વ્રતના નિયમની શરૂઆત થતી હોય છે.
- દસમી તિથિના દિવસે સૂર્યાસ્ત પહેલા ભોજન કરી લેવું જોઈએ.
- સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરીને ભગવાન વિષ્ણુની પ્રતિમા સ્થાપિત કરવી તે તેમ જ ઘીનો દીવો કરવો.
- તેમજ તુલસી, ફળ ફૂલ અર્પણ કરવા એકાદશીનાં વ્રતમાં અન્ન ગ્રહણ ન કરવો.
- ત્યારબાદ વ્રતની કથા સાંભળીને સાંજે પૂજા કર્યા બાદ ફળ ગ્રહણ કરવું.
- આ દિવસે રાત્રે જાગરણનું વિશેષ મહત્વ છે વ્રતના બીજા દિવસે બારસ તિથિના દિવસે બ્રાહ્મણોને ભોજન કરાવ્યા બાદ ભોજન ગ્રહણ કરવુ.

પુત્રદા એકાદશી વ્રતનું મહત્વ:-
- એકાદશી વ્રતનું મહત્વ તેના નામથી જ ખબર પડે છે કે આ વ્રત સંતાન પ્રાપ્તિ માટે રાખવામાં આવે છે.
- માન્યતા છે કે જે દંપતિ આ વ્રત પૂર્ણ શ્રદ્ધા અને વિધિ-વિધાનથી કરે છે તેને યોગ્ય સંતાનની પ્રાપ્તિ થાય છે.
- આ વ્રતના પ્રભાવથી સંતાન સંબંધિત પરેશાની દૂર થાય છે અને ભગવાન વિષ્ણુજીના આશીર્વાદથી સંતાનને તરકકીના રસ્તા ખુલે છે.
- ઘણી બધી સ્ત્રીઓ આ વ્રત પોતાના સંતાનના દીર્ઘાયુ માટે પણ રાખે છે.

પુત્રદા એકાદશી મહા ઉપાય:-
શાસ્ત્રોમાં શ્રાવણ પુત્રદા એકાદશી એનો વિશેષ રૂપથી ફળદાયી માનવામાં આવે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ દિવસે અમુક વિશેષ ઉપાયો કરવાથી ધન પ્રાપ્તિના યોગ બને છે.
- પુત્રદા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને પૂજામાં પાનનો પત્તું ચઢાવવા તેમજ તેના ઉપર કંકુથી શ્રી લખીને તિજોરીમાં રાખવાથી ધનની પ્રાપ્તિ થાય છે.
- આ દિવસે સાંજના સમયમાં પીપળના વૃક્ષ પર પાણી ચડાવી શુદ્ધ ઘીનો દીવો કરવાથી તમારી દરેક સમસ્યાનો સમાધાન દૂર થાય છે.
- એકાદશીના દિવસે સાત કન્યાઓને ખીરનો ભોગ લગાડવાથી તરકકીના યોગ બને છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks