અજબગજબ જાણવા જેવું

ભારતના આ 10 મોટા રહસ્યો આજે પણ કોઈ ઉકેલી શક્યું નથી, વૈજ્ઞાનિકે પણ ચક્કર ખાઈ ગયા, તમે પણ વાંચો

દુનિયાભરમાં એવી ઘણી જગ્યાઓ છે જ્યાં હજુ એવા રહસ્યો છુપાયેલા છે જેને આજ સુધી નથી ઉકેલી શકાય, કેટલાય વાગ્યાનીકો અને શોધશાસ્ત્રીઓ પણ દિવસ રાત મહેનત કરતા હોવા છતાં ત્યાંના રહસ્યો અકબંધ છે. એવી જ કેટલીક રહસ્યમય જગ્યાઓ આપણા દેશમાં પણ આવેલી છે. જેના રહસ્યો આજે પણ સુલજાવી નથી શકાય, તમને પણ જો આવી કોઈ રહસ્યમય જગ્યાઓની સફર કરવાની ગમતી હોય તો અવશ્ય જવું જોઈએ, વાંચીને તમને પણ ત્યાં જવાનું મન થઇ જશે.

Image Source

સિંધુ ઘાટીની સભ્યતા:
હજારો વર્ષો પહેલા સિંધુ ઘાટીની સભ્યતા વિલુપ્ત થઇ ચુકી છે પરંતુ આજે પણ પણ તેના રહસ્યો અકબંધ છે. આ સભ્યતા કેમ વિલુપ્ત થઇ તેના વિશેના નક્કર કારણો આજે પણ નથી મળી રહ્યા, ઘણા ખગોળ શાસ્ત્રીઓએ તેના વિશે પોતાના મંતવ્યો અને શોધના નમૂનાઓ રજૂ કરી પોતાની વાત દર્શાવી છતાં પણ હજુ કોઈ એવું સટીક કારણ નથી મળ્યું જેના કારણે તેનું કારણ મેળવી શકાય.

Image Source

છત્તીસગઢમાં મળ્યું હતું પર્વત ઉપર ચિત્ર:
છત્તીસગઢના ચારમાંની અંદર 10 હજાર વર્ષ જૂનું એક ચિત્ર મળી આવ્યું હતું, આ ચિત્ર એક પર્વત ઉપર દોરાયેલું હતું જેની અંદર યુએફઓ અને એલિયનનું ચિત્ર દોરેલું હતું, જેમાં એલિયનનું ચિત્ર ત્યાં શા કારણે દોરવામાં આવ્યું હતું? શું સાચ્ચે જ એલિયન આ ધારતી ઉપર આવ્યા હતા એ આજે પણ એક રહસ્ય છે.

Image Source

બિહારની સોન ભંડાર ગુફા:
બિહારના રાજગીર શહેરમાં આવેલી છે આ સોન ભંડાર ગુફા, એવું પણ માનવામાં આવે છે કે બિંબિસાર રાજાએ આ ગુફાની અંદર પોતાનું લાખો ટન સોનુ સંતાડ્યું હતું, પરંતુ આ સોનુ આજસુધી કોઈને નથી મળ્યું, અંગ્રેજો દ્વારા તેને બારુદથી તોડવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તે પણ અસફળ રહ્યા હતા.

Image Source

સમ્રાટ અશોકના નવ રત્નો:
કહેવાય છે કે સમ્રાટ અશોકે પોતાના સન્યાસ લેતા પહેલા 9 રત્નોની એક ગુપ્ત સોસાયટી બનાવી હતી, આ નવ રત્નોમાં 9 લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો જે તમેન સન્યાસ લીધા બાદ પણ તેમના રાજ્યની સારી રીતે દેખરેખ કરી શકે, પરંતુ આજે પણ આ નવરત્નોમાં કોણ નવ લોકો હતા તેના વિશે આજે પણ કોઈ જાણકારી નથી.

Image Source

જયગઢ કિલ્લાનો ખજાનો:
જયપુરના રાજા સવાઈ જયસિંહે જયગઢ કિલ્લાની સ્થાપના કરી હતી, કહેવાય છે કે આ કિલ્લાની અંદર અરબો રૂપિયાનો ખજાનો છુપાયેલો છે, પરંતુ આજસુધી આ ખજાનો કોઈને મળ્યો નથી, કટોકટી દરમિયાન તત્કાલીન સરકારે પણ આ ખજાનો શોધવાના પ્રયાસો કર્યા હતા પરંતુ તે પણ અસફળ રહ્યા હતા.

Image Source

કુલધરા ગામ:
કુલધરા ગામને લઈને કેટલીય વાર્તાઓ આજે પ્રચલિત થયેલી જોવા મળે છે. પરંતુ તેનું રહસ્ય હજુ સુધી અકબંધ છે. 200 વર્ષ પહેલા જેસલમેર રાજસ્થાનના આ ગામ કુલધરા રાતો રાત લોકોએ ખાલી કરી દીધું હતું, ત્યારથી લઈને આજસુધી આ ગામ ખાલીજ પડ્યું છે, પરંતુ આજસુધી કોઈને એ વાતની ખબર નથી કે આ ગામના લોકો ક્યાં ગયા અને કેમ તેમને ગામ ખાલી કર્યું હતું.

Image Source

શાંતીદેવીનો પુનર્જન્મ:
1936માં પ્રકાશિત થયેલા એક રિપોર્ટની અંદર શાંતીદેવીના બીજા જન્મની વાત જોડાયેલી છે. એક ચાર વર્ષની મહિલા હતી જેને પોતાના પાછળ ના જન્મ વિશે પણ બધી જ જાણકારી હતી, મહાત્મા ગાંધીએ તેના માટે એક કમિટીની રચના પણ કરી હતી છતાં પણ આ રહસ્ય હજુ અકબંધ છે.

Image Source

પ્રહલાદ જાની (ચૂંદડી વાળા માતાજી):
ગુજરાતના મહેસાણા જિલ્લામાં રહેતા 83 વર્ષીય પ્રહલાદ જાની જેમને ચૂંદડી વાળા માતાજી તરીકે ઓળખવામાં આવે છે તેમના જીવનનું પણ રહસ્ય આજેપણ અકબંધ છે. એવું કહેવામાં આવે છે કે તેઓ છેલ્લા 80 વર્ષથી અન્નનો દાણો લીધા વિના જ જીવી રહ્યા છે. તેમને છેલ્લા 80 વર્ષો સુધી કાંઈજ ખાધું નથી, માત્ર હવા દ્વારા જ તેઓ જીવી રહ્યા છે, તેના અંગે પણ તપાસ કરવામાં આવી છતાં પણ કોઈ નક્કર કારણ આજસુધી મળ્યું નથી.

Image Source

મીર ઉસ્માન અલીનો ખજાનો:
1937ના ટાઈમ્સ મેગેઝીન પ્રમાણે મીર ઉસ્માન અલીને દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ તરીકે માનવામાં આવ્યા હતા, તેઓ હૈદરાબાદના નિઝામ હતા. પરંતુ તેમના અવસાન બાદ તેમના ખજાના વિશે પણ કોઈને કંઈજ ખબર આજસુધી પડી નથી.

Image Source

550 વર્ષ જૂની તેનજીનનું મમી:
હિમાચલ પ્રદેશના સ્પીતી વેલીની અંદર 550 વર્ષ જૂનું તેનજીનનું મમી આવેલું છે જેના નખ અને વાળ આજે પણ વધી રહ્યા છે, પરંતુ આજ સુધી તેના રહસ્યને ઉકેલી શકાયું નથી.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.