જાણવા જેવું હેલ્થ

જિદ્દી બાળકોને સમજદાર બનવા માટેની આ ટિપ્સ વાંચો, ખુબ જ કામ લાગશે – શેર કરો

બાળપણમાં અમુક બાળકો ખુબ ચીડિયા સ્વભાવના હોય છે.જેને લીધે તેઓ આખો દિવસ બુમ-બરાડા કરતા રહે છે અને વાત વાત પર ગુસ્સો કરવા લાગે છે.આવા બાળકોને સંભાળવા પણ થોડું મુશ્કિલ હોય છે.

ઘણીવાર માતા-પિતા હેરાન-પરેશાન થઈને બાળકોને મારવા લાગે છે.જો તમારા બાળકો પણ ખુબ ગુસ્સા વાળા છે કે પછી આખો દિવસ કારણ વગરના રડતા રહે છે તો પછી તેઓને મારો નહિ પણ તેઓને પ્રેમથી સમજાવવાની કોશિશ કરો.જો બાળકોને ચિડિયાપણાથી બચાવવા છે તો આ બાબતોનું ચોક્કસ ધ્યાન રાખો. મનોવૈજ્ઞાનિક અને પૈરેન્ટીંગ એક્સપર્ટથી જાણો કે કેવી રીતે જિદ્દી બાળકોને સંભાળવા જોઈએ.

Image Source

1.બાળકોની સાથે પ્રેમ અને ધીરજની સાથે કામ કરો:
બાળકોને પ્રેમ અને ધીરજની ખુબ જરૂર હોય છે. દરેક કોઈ જાણે જ છે કે બાળકોને પોતાની વાત કહેવી અને અવનવી રમતો રમવી ખુબ પસંદ હોય છે, મોટાભાગે આવી સ્થિતિમાં માતા-પિતા બાળકોની સાથે ધીરજ ખોઈ બેસે છે.

માટે બાળકોને પણ પ્રેમ અને ધીરજની સાથે સંભાળો. જો તમે તેની વાત નહિ સાંભળો તો તેઓ વધારે જિદ્દી પણ થઇ શકે છે. જો તમારા બાળકોને એવું લાગશે કે તમે તેની વાતોને ધ્યાનથી સાંભળી રહ્યા નથી તો તેઓ પણ તમારી વાતોને નકારવાનું શરૂ કરી દેશે. બાળકોને સાંભળ્યા પહેલા જ તેને ટોકવાનું શરૂ ના કરો.

2.બાળકોને મારશો નહીં:
જો બાળકોના રોવા પર તેને મારવામાં આવે તો તેઓને ગુસ્સો આવવો સ્વાભાવિક છે. સતત મારવાથી બાળકોની અંદર ગુસ્સો ઘર કરી જાય છે અને ધીમે ધીમે તેઓ ચીડિયા બનતા જાય છે.માટે બાળકોને મારવાને બદલે તેની વાતને સાંભળો અને તેની સમસ્યા દૂર કરવાનો પ્રયત્ન કરો.

Image Source

3.બાળકોની સાથે જબરદસ્તી ના કરો:
જયારે તમે તમારા બાળકોની સાથે કોઈપણ વસ્તુને લઈને જબરદસ્તી કરો છો તો તેઓ સ્વભાવથી વિદ્રોહી બનતા જાય છે.તાત્કાલિક સ્વરૂપે તો તમને તેનું સમાધાન મળી જાય છે પણ આગળ જાતા તે ખતરનાક પણ સાબિત થઇ શકે છે.

4.ગુસ્સાનું કારણ જાણવાની કોશિશ કરો:
બાળકોની પાસે મોટાભાગે ગુસ્સો કરવાનું કારણ હોય છે. તે કારણ માતા-પિતા માટે મોટું હોય કે નાનું, કે બેકાર પણ હોઈ શકે છે. સૌથી પહેલા ખાસ વાત એ કે જ્યારે તમારું બાળક ગુસ્સો કરે તો તેનું કારણ જાણવાની કોશિશ કરો અને તેના અનુસાર બાળક પર નિયંત્રણ રાખવાની કોશિશ કરો.

પોતે પણ ધ્યાન રાખો કે જયારે બાળક ગુસ્સો કરે ત્યારે તેની સામે ગુસ્સો કરવાને બદલે શાંત રહો. યાદ રાખો કે આખા દિવસના કામને લીધે તમે થાકેલા હોવ છો ત્યારે નાની નાની વાતો પર પણ બાળકો પણ ભડકી ઉઠતા હોવ છો.

Image Source

5.બાળકોનું સમ્માન કરો:
જો તમે ઇચ્છતા હોય કે તમારું બાળક તમારા અને તમારા નિયમોનું સમ્માન કરે તો તમારે પણ તેનું સમ્માન કરવાનું રહેશે. તેની પાસેથી સહયોગ માંગો,આદેશ ના આપો. તેની ભાવનાઓ અને વિચારોને તરતજ નકારશો નહીં.તમારા બાળકો પોતાની જાતે જે કામ કરી રહ્યા છે, તેને કરવા દો.તેનાથી તેને એ અનુભવ થશે કે તમે તેના પર ભરોસો કરી રહ્યાં છો.

6. બેઈજ્જત ના કરો:
ઘણીવાર બાળકો દ્વારા ભૂલ થાવા પર મા-બાપ તેઓને સમજાવવાને બદલે બીજાઓની સામે ખીજાવા લાગે છે.સામાન્ય રીતે ત્રણથી ચાર વર્ષની ઉંમર સુધીના બાળકોના મનમાં આત્મસમ્માનની ભાવના જાગૃત થઇ જાય છે. એવામાં જો મા-બાપ તેઓને બીજાઓની સામે ખીજાય છે તો તેઓને ઊંડો આઘાત લાગી શકે છે અને બદલાની ભાવના પણ તેઓના મગજમાં ઘર કરી જાય છે, અને અંતે બાળક ચિડિયું થઇ જાય છે. માટે બાળકોને એકાંતમાં સમજાવો ના કે બીજાઓની સામે ખિજાવ.

Image Source

7.ગુસ્સો આવવા પર બાળકનું ધ્યાન બીજી તરફ લઇ જાઓ:
જ્યારે પણ બાળક ગુસ્સો કરે તો તેને ક્યાંક બહાર લઇ જઈને તેનું ધ્યાન બીજી તરફ વાળવાની કોશિશ કરો.કે પછી બાળકને કોઈ પુસ્તક કે રમકડાં આપીને તેનું ધ્યાન વિચલિત કરવાની કોશિશ કરો.

8.તેની સાથે કામ કરો:
જિદ્દી બાળકો ખુબ વધારે પડતા જ સંવેદનશીલ હોય છે અને તેઓ આવી વાતોને ખુબ ઊંડાણપૂર્વક અનુભવે છે કે તમે તેની સાથે કેવો વર્તાવ કરો છો. માટે તમારી બોલવાની ટોન, બોડી લેન્ગવેજ,તમારા શબ્દો વગેરે પર ખાસ સાવધાની વરતો.

જો તેને તમારો વ્યવહાર સારો નહિ લાગે તો તેઓ પોતાને બચાવાયા માટે તે બધું જ કરશે જેમ કે તેઓ વિદ્રોહી થઇ જાય છે, દરેક વાત પર જવાબ આપવા લાગે છે અને ગુસ્સો દેખાડવા લાગે છે.આ બધી નાની-નાની વાતો છે પણ ખુબ જ ખાસ છે જેમ કે ‘તું આ કર’, ‘મેં તને આવું કરવાનું કીધું હતું’ તેને બદલે ‘ચાલો આપણે આવું કરીયે’, ‘આવું કરવું જોઈએ?’તેવું કહો.

Image Source

9. સૌદેબાજી:
જો કે ઘણીવાર બાળકોને નકારવા પણ જરૂરી છે.જ્યારે બાળકોને પોતાની મરજીની વસ્તુ નથી મળતી તો તેઓ જીદ કરવા લાગે છે, તેનો અર્થ એ નથી કે તમે તેની દરેક માંગને પુરી કરો.તેનો ઉપાય સમજણ અને વ્યવહારિક ઉપાય છે.

10. ભૂખને લીધે પણ આવી શકે છે ગુસ્સો:
ભૂખ લાગવા પર  પણ બાળકોમાં ચીડિયાપણું જોવા મળે છે. માટે નાનું બાળક જો કોઈ કારણ વગર જ રડી રહ્યું છે તો તેને દૂધ પીવડાવો.નાના બાળકો ઇશારાથી પોતાની વાતને જણાવતા હોય છે.માતા પિતા ધીરે ધીરે જયારે આ ઈશારાઓને સમજવા લાગશે તો દરેક સમસ્યાઓ દૂર થઇ જાશે.આ સિવાય બાળકોની મનપસંદ વસ્તુઓ ખાવા માટે આપો જેનાથી તેઓનો ગુસ્સો પોતાની જાતે જ શાંત થઇ જાશે.