જ્યોતિષ શાસ્ત્ર

ઘરમાં કયારેય ના રાખવી આ 10 વસ્તુઓ, બની શકે છે બરબાદીનું મોટું કારણ, દરેકના ઘરમાં હશે આ વસ્તુ

ઘણા લોકો જીવનમાં ઘણી જ મહેનત કરે છે, દિવસ રાત પરિશ્રમ કરે છે છતાં પણ તે પોતાની કિસ્મતને બદલી શકતા નથી. તેમના ઘરની પરિસ્થિતિ સુધરવાને બદલે બગડતી જાય છે. તેની પાછળ તમારું કિસ્મત પણ કામ કરતુ હોય છે, જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ઘણી વાર તમારા ઘરની અંદર એવી વસ્તુઓ પડેલી હોય છે જેના કારણે તમારું ભાગ્ય ચમકતું નથી. આજે અમે તમને જે 10 વસ્તુઓ જણાવવાના છીએ, જો એ તમારા ઘરમાં હોય તો તરત જ દૂર કરજો, કારણ કે આ વસ્તુઓ તમારી બરબાદીનું કારણ બની શકે છે.

Image Source

1. તાજ મહેલ:
ભૂલથી પણ ઘરની અંદર તાજમહેલનું ચિત્ર કે તેનું કોઈ પ્રતીક રાખવું નહીં. કારણ કે તાજમહેલ એક કબર છે. અને તેનો સીધો જ સંબંધ મૃત્યુ સાથે છે.

Image Source

2. ડૂબતી હોળી:
ઘરની અંદર ડૂબતી હોળીની તસ્વીર કે શોકેસની અંદર મુકવા માટેની કલાકૃતિ એ તમારા ભાગ્યને પણ ડુબાડી શકે છે. જેના કારણે તમારા સંબંધોમાં પણ મતભેદ થઇ શકે છે.

Image Source

3. મહાભારત:
તમારા ઘરની અંદર મહાભારત સાથે જોડાયેલી કોઈપણ વસ્તુ રાખવી નહીં. મહાભારત ગ્રંથ સાથે સાથે તેને યુદ્ધના પ્રતીકો, રથ જેવી વસ્તુઓને ઘરની અંદર રાખવાના કારણે કંકાશ વધે છે.

Image Source

4. નળનું ખરાબ થવું:
જો તમારા ઘરની અંદર નળ ખરાબ થઇ ગયો હોય કે પછી પાણીની પાઇપ લીક થઇ રહી હોય તો તેનાથી ના ફક્ત પાણી બરબાદ થાય છે પરંતુ એ તે વાત તરફ પણ ઈશારો કરે છે તમારા ઘરની અંદરથી સકારાત્મક ઉર્જા પણ બહાર જઈ રહી છે.

Image Source

5. કબૂતરનો માળો:
ઘરની અંદર ક્યારેય કબૂતરનો માળો ના હોવો જોઈએ, તેને અશુભ માનવામાં આવે છે. અને તેનાથી ઘરની અંદરથી સુખ સમૃદ્ધિ ચાલી જાય છે.

Image Source

6. તૂટેલો કાચ:
ઘરમાં તૂટેલા કાચના હોવાના કારણે ઘરની અંદર આર્થિક નુકશાન થાય છે. જો દરવાજા અને બારીઓના કાચ તૂટી ગયા હોય તો તેને તરત જ બદલાવી લેવા જોઈએ.

Image Source

7. નકારાત્મક તસવીરો:
ઘરની અંદર ક્યારેય તમારા મનમાં નકારાત્મક વિચારો આવે એવી તસવીરો ના રાખવી જોઈએ. કોઈ રડતી સ્ત્રી કે પુરુષની પણ તસવીર ના રાખવી જેના કારણે એ જોઈને તમે પણ નકારાત્મક વિચારો તરફ વળી શકો છો.

Image Source

8. સુકાયેલા ફૂલો:
ઘરની અંદર ક્યારેય સુકાયેલા ફૂલો પણ ના રાખવા જોઈએ, કારણ કે તે પણ નકારાત્મકતાનું પ્રતીક માનવામાં આવે છે. વાસ્તુશાસ્ર પ્રમાણે તે પણ ઘરની અંદર નકારત્મક ઉર્જા લઈને આવે છે.

Image Source

9. તૂટેલી મૂર્તિ:
ભગવાનની તૂટેલી મૂર્તિને પણ ઘરમાં રાખવું અશુભ માનવામાં આવે છે. જો ઘરમાં ભગવાનની મૂર્તિ ખંડિત થઇ ગઈ હોય તો તેનું નદી કે નહેરમાં વિસર્જન કરી દેવું જોઈએ.

Image Source

10. નટરાજ:
નટરાજ નૃત્યનું જ એક રૂપ છે. જો કે સાથે જ તેને વિનાશનું પણ પ્રતીક માનવામાં આવે છે. તેને તાંડવઃ નૃત્ય પણ કહેવામાં આવે છે. માટે નટરાજની મૂર્તિ કે તસવીર ઘરની અંદર ક્યારેય ના રાખવી.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.