બોલીવુડમાં એવા ઘણા સિતારાઓ છે જેઓ સફળતાની ઊંચાઈ પર પહોંચવા છતાં પણ ‘સાદું જીવન ઉચ્ચ વિચાર’ની સાથે ચાલે છે. સામાન્ય જીવનમાં પણ ગરીબો અને લાચાર લોકોની મદદ કરવાનું નથી ભૂલતા. બોલીવુડમાં આવા કલાકારો સુપરસ્ટાર હોવાની સાથે સાથે અસલ જીવનમાં પણ તેઓ ‘હીરો’ છે જેઓ કરોડો રૂપિયા ચૈરિટીમાં દાન કરે છે જેથી લાચાર લોકોને મદદ મળી શકે. એવામાં આજે અમે તમને એવાજ અમુક અભિનેતાઓ અને અભિનેત્રીઓ વિશે જણાવીશું જેઓ પોતાની દરિયાદિલી માટે ઓળખવામાં આવે છે.
1. દિયા મિર્ઝા:
દિયા મિર્ઝા પોતાની સુંદરતાની સાથે સાથે સામાજિક કાર્યો માટે પણ ઓળખવામાં આવે છે. દિયા મિર્ઝા સામાજિક કાર્યો કરવામાં ક્યારેય પાછળ નથી હોતી. તે કૈંસર, એડ્સ, પેટા, ક્રાય વગેરે કૈમપેન સાથે જોડાયેલી છે અને આ બીમારીથી ગ્રસિત લોકોની મદદ માટે હંમેશા આગળ રહે છે. આ સિવાય તે વન્ય જીવન બચાવવા માટે પણ પગલાઓ લઇ રહી છે.
2. ઐશ્વર્યા રાય બચ્ચન:
ઐશ્વર્યા પણ જરૂરિયાત મંદ લોકોની મદદ માટે આગળ રહે છે, તેના માટે તે એક ફાઉન્ડેશન ચલાવે છે જેનાથી અસહાય લોકોને મદદ મળી શકે. આ સિવાય ઐશ્વર્યા પોતાની આંખો બેંક એસોસિએશન ઑફ ઇન્ડીયાને દાન કરી ચુકી છે.
3. અમિતાભ બચ્ચન:
76 વર્ષની ઉંમરમાં પણ અમિતાભજી લગાતાર કામ કરી રહ્યા છે. ફિલ્મોની સાથે સાથે તે સામાજિક કાર્યોને પણ ખુબ જ પ્રેમ કરે છે. મોટાભાગે તે ગરીબ ખેડુતોની મદદ કરતા જોવા મળ છે. આ સિવાય તે યુનિસેફ પલ્સ પોલિયો અભિયાન સાથે આગળના ઘણા વર્ષોથી જોડાયેલા છે. આ સિવાય તે સ્વચ્છ ભારત અભિયાન, સેવ ટાઇગર જેવા ઘણા કેમપેન સાથે પણ જોડાયેલા છે.
4. શિલ્પા શેટ્ટી:
શિલ્પા શેટ્ટીએ જ્યારે અમેરિકન ટેલિવિઝન શો બિગ બ્રધર્સ જીત્યો હતો ત્યારે તેને જેટલા પણ પૈસા મળ્યા હતા તે તેણે એડ્સ જાગૃકતા અભિયાન માટે દાન કરી દીધા હતા.
5. સલમાન ખાન:
સલમાન ખાન જરૂરિયાત મંદ લોકોની મદદ દિલ ખોલીને કરે છે. સલમાન ખના ઘણીવાર લોકોને પૈસાની મદદ કરતા જોવા મળ્યા છે. આ સિવાય તે પોતાની ચૈરિટી ‘બિંગ હ્યુમન’ દ્વારા લોકોની મદદ કરતા રહે છે. જણાવી દઈએ કે બિંગ હુયુમન એક મોટું સોશિયલ ગ્રુપ છે જેના દ્વારા ઘણા લોકોને આર્થિક મદદ મળે છે.
6. શાહરુખ ખાન:
અભિનય કરવાની સાથે સાથે શાહરુખ ખાન સામાજિક કાર્યો કરવાનું પણ ખુબ પસંદ કરે છે. શાહરુખ ખાન મેક અ વિશ ફાઉન્ડેશનના મૅમ્બર છે. આ સિવાય તે પોતાની માં ના નામ પર પણ એક ફાઉન્ડેશન ચલાવે છે જે ગરીબ અને જરૂરિયાત મંદ લોકોની મદદ માટે કામ કરે છે. આ સિવાય તેની સંસ્થા દિવ્યાંગ લોકો માટે પણ મદદ પુરી પાડે છે.
7. અક્ષય કુમાર:
બોલીવડના એકમાત્ર ખિલાડી અભિનેતા અક્ષય કુમાર ખુબ જ દરિયાદિલ વ્યક્તિ છે, તેમણે અનેક સામાજિક કાર્યોમાં પોતાના પૈસા લગાવ્યા છે. આ સામાજિક કર્યો સાથે જોડાઈને અક્ષય કુમાર એ વાતનું પણ ધ્યાન રાખે છે કામ યોગ્ય રીતે થઇ રહ્યું છે કે જે નહિ. અક્ષય ખેડૂતો અને સેનાના નૌ જવાનોની મદદની સાથે સાથે સ્પોર્ટ્સને આગળ વધારવા માટે પણ કામ કરે છે. તાજેતરમાં જ અક્ષયે પિતાના નામ પર એક હોસ્પિટલ પણ બનાવડાવી છે.
8. પ્રિયંકા ચોપરા:
દેશી ગર્લ પ્રિયંકા ચોપરા અભિનયની સાથે સાથે દેશભરમાં ઘણા ગામોમાં ઇકો ફ્રેન્ડલી પ્રોજેક્ટ ચલાવે છે. આ સિવાય તે એનડીટીવીના ગ્રીનીથનની બ્રાન્ડ એમ્બેસડર છે. આ સિવાય પ્રિયંકા દુનિયાભરના ઉત્પીડિત બાળકો માટે લગાતાર કામ કરી રહી છે.
9.જ્હોન અબ્રાહમ:
View this post on Instagram
Keeping it simple!! 📸 : @avigowariker #schoolbuddies #bombayscotishschool
બોલીવુડના માચો મૈન જ્હોન અબ્રહામ પણ ઘણા સામાજિક કાર્યો કરે છે. જેમાં ગરીબ અને આર્થિક તંગીથી હેરાન લોકોની મદદ કરવામાં આવે છે.
10. નાના પાટેકર:
View this post on Instagram
બોલીવુડમાં લાઇમલાઈટથી દૂર રહેનારા અભિનેતા નાના પાટેકર કોઈ સુપરસ્ટાર કરતા ઓછા નથી. નાના પાટેકટ ઘણા સમયથી સામાજીક કાર્યો કરતા આવ્યા છે. તે પોતાની આવકનો 70% હિસ્સો ખેડૂતો અને વિધવાઓને દાન કરી દે છે. નાના પાટેકર એક એવા વ્યક્તિ છે જે આજે પણ પોતાની જમીન સાથે જડાયેલા છે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App