હેલ્થ

આ 10 આદતો અપનાવીને ડાઇટ વગર પણ ઝડપથી ઘટાડી શકશો વજન- વાંચો બેસ્ટ ટિપ્સ

મોટાપો ઘટાડવા માટે આપણે ન જાણે કેટલા પ્રયોગો કરતા રહીયે છીએ. વ્યાયામ,ઘરેલુ નુસ્ખાઓ અને ડાયટિંગ પછી પણ જો તમારું વજન ઓછું નથી થઇ રહ્યું, તો તેનું કારણ એ છે કે તમારી લાઇફસ્ટાઇલ ખોટી રીતની છે. યોગ્ય લાઇફસ્ટાઇલ ન હોવાને લીધે પણ તમે ગમે એટલા પરીપગો પણ કેમ ના કરો, તમારૂ વજન ઓછું નહિ જ થાય. આજે અમે તમારા માટે અમુક સહેલી ટિપ્સ લઈને આવ્યા છીએ, તેના માટે તમારે તમારી જીવનશૈલી માં થોડો બદલાવ કરવાનો રહેશે.

Image Source

1.રોજ ત્રણથી ચાર લીટર પાણી પીવું:

વજન ઘટાડવું છે તો, સૌથી પહેલા જરૂરી છે કે તમે દિવસભરમાં 10 થી 12 ગ્લાસ પાણી પીઓ, 3 થી 4 લીટર પાણી પીવાનો નિયમ બનાવી લો. આટલી માત્રામાં પાણી પીવાથી તમારું મેટાબોલિઝમ્સ યોગ્ય રહેશે અને ખોરાક પણ સારી રીતે પચી જાશે। . આ સિવાય પાણી પીવાથી તમારું પેટ ભરેલું લાગશે જેને લીધે  ભૂખ ઓણ ઓછી લાગશે. જો કે એ ધ્યાન રાખો કે જમ્યા પછી ઓછામાં ઓછા એક કલાક પછી જ પાણી પીઓ.

Image Source

2.સલાડનું કરો સેવન:

રોજ તમારા ભોજનમાં સલાડને પણ શામિલ કરો. જો તમને ભૂખ લાગી રહી છે તો તમે કોઈ નાસ્તા ને બદલે ગાજર,કાકડી,કોબી વગેરે જેવા સલાડનું સેવન કરો. આ સિવાય ચણા પણ ખાઈ શકો છો. તેનાથી તમારા શરીરને પ્રોટીન પણ મળશે.

Image Source

3. જમ્યા પછી 15 મિનિટ સુધી ચોક્કસ વોકિંગ કરો:

બપોરરનું ભોજન હોય કે રાતનું, જમ્યા પછી 15 મિનિટ સુધી ચાલવાનું રાખો. જમ્યા પછી તરત જ સૂવું કે બેસવું પણ મોટાપો અને પેટ નીકળવાનું સૌથી મોટું કારણ છે. જો તમે કેલેરી વધારે માત્રામાં લીધી છે તો જમ્યા પછી ચાલવાથી તે બર્ન થઇ જાશે જે તમારા માટે લાભકારી સાબિત થાશે.

Image Source

4. જંક ફૂડ ના ખાઓ:

વજન ઓછું કરવા માટે તમારે જંક ફૂડ ને બહારના ભોજનથી બચવું જોઈએ. અમુક લોકો સ્વાદના ચક્કરમાં બહારનું ભોજન ખાવાનું નથી છોડતા। આ સિવાય ચોકલેટ, કેક, ટૉફી અને આઈસ્ક્રીમ વગેરે ખાવાથી પણ બચવું જોઈએ.

Image Source

5. ઓવર ઇટીંગથી પણ વધે છે વજન:

ઓવર ઈટિંગ એટલે ભૂખથી પણ વધારે ભોજનનું સેવન તમને જાડા બનાવી શકે છે.ધ્યાન રાખો કે તમને જેટલી ભૂખ છે તેટલું જ ખાવું જોઈએ.

Image Source

6. રોજ નાસ્તો ચોક્કસ કરો:

જો તમે ઓફિસ કે કોલેજમાં જલ્દી પહોંચવા માટે સવારનો નાસ્તો નથી લેતા તો તે તમારા માટે ખતરનાક સાબિત થઇ શકે છે. નાસ્તો ન કરવાથી તમને મોટાપાની સમસ્યા થઇ શકે છે. મોટાભાગે સવારનો નાસ્તો ન કરનારા લોકો ભૂખ લાગવાના કારણે  બપોર પહેલા ભોજન પહેલા કરી લતા હોય છે જે મોટાપણું કારણ બની શકે છે.

Image Source

7.જમ્યા પછી તરત જ ના સુવું:

અમુલ કોકોની આદત હોય છે કે તેઓ જમ્યા પછી તરત જ સુઈ જાતા હોય છે, જો કે આવું ન કરવું જોઈએ. રાતે સુવાના લગભગ બે કલાક પહેલા જ ભોજન કરી લેવું જોઈએ અને જમ્યા પછી ચાલવાનું પણ ના ભૂલો.

Image Source

8. સવારે ઉઠીને નવશેકું પાણી પીઓ:

સવારે ઉઠીને રોજ ખાલી પેટ એક ગ્લાસ નવશેકું પાણી પીવાથી શરીરની ચરબી ઓછી થઇ જાય છે અને મેટાબોલિઝમ્સ પણ યોગ્ય બને છે. આ સિવાય તેનાથી પાચન ક્રિયા પણ મજબૂત બને છે અને તમે સ્વસ્થ રહી શકો છો.

Image Source

9.મીઠી ચીજો ઓછી ખાઓ:

મીઠાઈનું વધુ પડતું સેવન પણ તમારા શરીરની ચરબીને વધારે સીગે, જો તમે મિઠાઈઓના શોખીન છો તો કોશિશ કરો કે ઓછી મીઠાઈ ખાવ.તેના સિવાય નિમક(મીઠું) નું સેવન પણ પહેલાની તુલનામાં ઓછું કરી નાખો.

Image Source

10. રોજ થોડી કસરત કરો:

વજન ઓછું કરવા અને પોતાને ફિટ રાખવા માટે નિયમિત વ્યાયામ કરવું ખુબ જ ફાયદેમંદ સાબિત થાશે.અઠવાડિયામાં કોશિશ કરો કે 150 મિનિટ એટલે કે અઢી કલાક કસરત કરો. શરૂઆતના સમયમાં  તમે ઓછી એક્સરસાઇઝ પણ કરી શકો છો. બાદમાં ધીમી-ધીમે સમયમાં વધારો કરો. એક્સરસાઇઝ શરૂ કરતા પહેલા વરમાંપ કરો. વર્મઅપથી શરીર ખુલી જાય છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks