આજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે ધનલાભ – 10 એપ્રિલ 2020

0

1. મેષ – અ, લ ,ઈ (Aries):
આજે વધારે પડતો શ્રમ કરવાનું ટાળો વધારે વજન ઉચકવા વાળા કામ કરવાનું ટાળો. નિયમિત ડોક્ટરની મુલાકાત લેવાનું રાખો. આજે ઉંમરલાયક મિત્રો સ્વાસ્થ્ય પ્રત્યે ખાસ તકેદારી રાખો. આજે બહારનું ખાવા પીવામાં ધ્યાન આપજો બને ત્યાં સુધી પ્રયત્ન કરજો કે ઘરનું અને સાદું ભોજન કરી શકો. માથાનો દુખાવો આજે બપોરથી જ રહેશે. સાંજના સમયે ફ્રેશ થવા માટે તમારો સમય પરિવાર સાથે વિતાવો, તમારા જીવનસાથી માટે આજે નાનકડી સરપ્રાઈઝ પ્લાન કરો તમે પણ ખુશ રહેશો અને પરિવારમાં દરેક તમારી હાજરીથી ખુશ રહેશે. આજે પૈસા કમાવા માટેનો સારો દિવસ છે પણ તેની સાથે આજે વધારાનો ખર્ચ પણ થઇ શકે એમ છે. તમારા મોજીલા અને રમૂજી સ્વભાવ પર થોડો કંટ્રોલ રાખો.
શુભ અંક : ૨
શુભ રંગ : ગુલાબી

2.વૃષભ – બ, વ, ઉ (Taurus):
આજે પણ આર્થિક સ્થિતિ સારી રહેશે, ઇન્કમ માટેના નવા રસ્તા તમારી સામે આવશે જેનાથી તમારી આવકમાં વધારો થશે. પત્ની સાથે તમારા સંબંધો વધુ મજબુત થશે. નવા કપડા અને બીજી વસ્તુઓની ખરીદી થઇ શકશે. પ્રેમ જીવન સુંદર બનશે. પ્રિયજન સાથે કોઈ સારી જગ્યાની મુલાકાત કરી શકશો. આજે સ્વાસ્થ્યની ખાસ તકેદારી રાખજો. ડાયાબિટીસના દર્દીઓએ ખાવા પીવામાં ખાસ તકેદારી રાખવી. નોકરી કરતા મિત્રો આજે સારી રીતે પોતાનું કામ પતાવી શકશે. વિદ્યાર્થીઓ માટે પણ આજનો દિવસ પ્રગતિશીલ રહેશે. પરીક્ષાનું પરિણામ તેમની તરફેણમાં આવશે.
શુભ અંક : ૨
શુભ રંગ : આસમાની

3. મિથુન – ક, છ, ઘ (Gemini):
કામ પ્રત્યેની તમારી ઉદાસીમાં આજથી જ તમારે બદલાવ લાવવાની જરૂરત છે. તબિયતના કારણે આજે કોઈ મહત્વની મીટીંગ કે પછી મોટા પ્રોજેક્ટનું કામ અટકી શકે છે. જરૂરિયાતના સમયે આજે તમારું પ્રિયજન તમારાથી દૂર હશે. અણધાર્યું કોઈ કામ આવી ને તમને વ્યસ્ત કરી દેશે. આજે હતાશ થઈને તમારે બેસી રહેવાનું નથી આજે કોઈ નવા અને અલગ કામમાં ધ્યાન લગાવો જે તમને ફ્રેશ કરી શકે. હંમેશા પોઝીટીવ રહો નેગેટીવ વિચારોને કારણે તમે દુખી થઇ શકો છો. એક વાત જરૂર યાદ રાખો કોઈપણ દુઃખ કાયમ નથી રહેવાનું તમારી મહેનતથી તમે આગળ વધી શકશો.
શુભ અંક : ૭
શુભ રંગ : લાલ

4. કર્ક – ડ, હ (Cancer):
આજનો દિવસ સૌથી શુભ છે તમારે આજે તમારા પરિવાર અને ઉપરી અધિકારીની મદદથી નવા પ્રોજેક્ટ અને નવા કામ માટે ઝંપલાવાનું છે. આજે કોઈપણ લલચાવતી સ્કીમ કે રોકાણવાળા પ્રોજેક્ટમાં પૈસા રોકતા પહેલા ભવિષ્યમાં થનારા ફાયદા અને નુકશાનનો વિચાર કરી લેજો. આજે તમારા જીવનસાથી તરફથી તમને સારા સમાચાર અથવા સરપ્રાઈઝ ગીફ્ટ મળવાની શક્યતા છે. કોઈપણ બહારના કાર્ય માટે કોઈ બીજા પર ભરોસો કરશો નહિ એ તમને નુકશાન પહોચાડશે માટે પોતાનું કામ જાતે જ કરવાનો આગ્રહ રાખો.
શુભ અંક : ૬
શુભ રંગ : કેસરી

5. સિંહ – મ, ટ (Lio):
આજે તમને તમારા પ્રિયપાત્ર સાથે સમય વિતાવવા માટેની ઉત્તમ તક મળશે. લગ્નજીવનમાં અને કારકિર્દી માટે આજનો દિવસ સૌથી શ્રેષ્ઠ છે તો આજે તમારા હાથમાં આવેલી કોઈપણ તક ચુકી ના જાવ એની સાવધાની રાખજો. આજે સવારનો સમય તમારી માટે શ્રેષ્ઠ છે જે પણ વિચાર તમને સવારના સમય દરમિયાન આવે તેને બને એટલો વહેલા અમલમાં મુકો.
શુભ અંક : ૮
શુભ રંગ : નારંગી

6. કન્યા – પ, ઠ, ણ (Virgo):
વધારાના ખર્ચમાં તમારે કંટ્રોલ કરવાની જરૂરત છે, આર્થિક તંગીને કારણે પરિવારમાં પરેશાની થઇ શકે છે. આજે તમે વિચાર્યું હશે કે કોઈ તમને કામમાં મદદ કરશે પણ આજે કોઈ તમારી મદદ કરશે નહિ. આજે તમે વિચાર્યો છે એવો દિવસ નથી તમે ધારેલ કામ નહિ કરી શકો. તમારા જીવનસાથીનો મુડ સારો હશે તેમનો સપોર્ટ મળશે. જીવનસાથી તમારી વાત અને સમસ્યાને સમજી શકશે. માનસિક અને શારીરિક થાક અનુભવાશે. સાંજના સમયે ધનલાભ થઇ શકે છે. વિદ્યાર્થીઓ માટે પણ આજનો દિવસ બહુ ખાસ નથી. આજે કોઈનું દબાણ તમે અનુભવશો.
શુભ અંક : ૫
શુભ રંગ : સફેદ

7. તુલા – ર, ત (Libra):
દિવસભર વધુ કામના કારણે તમને સાંજે માથાનો દુખાવો થઇ શકે છે. સાંજે બાળકો સાથે વાતો કરીને મન હળવું કરો. આજે નોકરી કરતા મિત્રો માટે સારા સમાચાર આવશે. આજે તમારે મિત્રોની વાતોમાં આવી ને ક્યાય પણ રોકાણ કરવાનું નથી. રોકાણ કરતા પહેલા ભવિષ્યમાં થવાના ફાયદા અને નુકશાનની બરોબર ચકાસણી કરી લેજો. આજે ઓફિસમાં દરેક સાથે નરમાશથી વાત કરજો. ઘરમાં જો નવી ઘરવખરી કે નવો સમાન વસાવવાની તૈયારી કરી રહ્યા છો તો આજે ખરીદી કરો ત્યારે વધારાના પૈસા વપરાઈ ના જાય અને નકામી વસ્તુ પાછળ વધુ પૈસા ના ખર્ચ થાય એની સાવચેતી રાખજો.
શુભ અંક : ૧
શુભ રંગ : કાળો

8. વૃશ્ચિક – ન, ય (Scorpio):
આજે જીવનસાથી તરફથી તમને પુરતો સપોર્ટ મળશે જેના કારણે તમારો આજનો દિવસ ખુશનુમા વ્યતીત થશે. કોઈ ઉપરી અધિકારી કે પછી સહકર્મચારી સાથે વાત કરો ત્યારે વાણી અને વર્તન પ્રત્યે સભાન રહો, તમારા બોલવાથી કોઈને દુઃખ પહોચી શકે છે. તમારા સ્વાસ્થ્ય પ્રત્યે થોડા સજાગ રહો. આજે પરિવાર સાથે અને ઘરના નાના બાળકો સાથે સમય પસાર કરો માતા અને પિતાના સ્વાસ્થ્યનું પણ વિશેષ ધ્યાન રાખો. આજનો દિવસ રોજ કરતા થોડો વધારે થકવી દેનારો હશે.
શુભ અંક : ૭
શુભ રંગ : લાલ

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):
આજે રેગ્યુલર ઇન્કમ કરતા વધારાની ઇન્કમ કમાવવા માટે સારા રસ્તાઓ ખુલશે. આજે તમારા ઓપોઝિટ જેન્ડરથી તમને ધનલાભ થશે. પરિવારના સુખ અને સુવિધાઓ માટે લોન લઇ શકો છો. આજે પરિવારમાં કોઈની તબિયત ખાસ કરીને માતા પિતાની તબિયત બગડી શકે છે. આજે લગ્નજીવનને સૌથી સારું બનાવી શકશો. પતિ પત્ની એકબીજાની સાથે મળીને આજે પરિવારના અમુક મહત્વના નિર્ણય લઇ શકશો. વિદ્યાર્થી મિત્રો તેમની સાથે કોમ્પિટિશનમાં રહેલા વિદ્યાર્થી કરતા સારો દેખાવ કરી શકશે.
શુભ અંક : ૯
શુભ રંગ : લીલો

10. મકર – જ, ખ (Capricorn):
આજનો દિવસ તમારો ખુશીઓથી ભરપુર રહેશે. આજે તમારા પરિવાર તરફથી તમને સારા સમાચાર મળશે. આજે તમને મળતી દરેક વ્યક્તિ સાથે હસતા હસતા વાત કરો તમારા દરેક કામ આસાનીથી પાર પડી જશે. આજે તમને બીજા ઘણાં વિચારો આવશે જેને તમે તમારા ભવિષ્ય માટે અમલમાં મૂકી શકો છો. આજે તમે કોઈને પ્રેમનો પ્રસ્તાવ આપવા માંગતા હોવ તો સારો સમય છે તમને રીપ્લાય પોઝીટીવ જ મળશે. જુના મિત્રો સાથે સંપર્ક કરો અને તમારી ખુશીમાં એમને પણ સામેલ કરો. આજે જીવનસાથી સાથે વિતાવેલ સમય તમારા લગ્નના સમયની યાદ અપાવશે.
શુભ અંક : ૯
શુભ રંગ : કાળો

11. કુંભ – ગ, શ, સ (Aquarius):
તમે કરેલા સારા કાર્યોને લોકોને જાણ કરવાની જરૂરત નથી. ઘરમાં દરેક લોકો સાથે શાંતિથી અને વિનમ્રતાથી વાત કરો ક્યાંક તમારું વાણી અને વર્તન તમારા ઓળખીતા અને પ્રિયજનને નુકશાન ના કરે એ ધ્યાન રાખજો. વધારે ગુસ્સો આજે ટાળવો. જો વધુ કામ કરવું પડે તો કરી લેજો ભવિષ્યમાં તેનો ફાયદો તમને જરૂર મળશે. જો લાંબા સમયથી કોઈ પ્રિયપાત્ર સાથે અણબનાવ ચાલી રહ્યો હોય તો આજે તેનો અંત જરૂરથી લાવી દેજો. આજે જુના મિત્રોને ફોન કરીને વાત કરો તમારું મન હળવું થઇ શકશે.
શુભ અંક : ૯
શુભ રંગ : જાંબલી

12. મીન – દ, ચ, જ, થ (Pisces):
ભવિષ્યમાં જો સારું વળતર મેળવવા માંગો છો તો આજે થોડી સાવધાનીથી પૈસા ઇન્વેસ્ટ કરો. આજનો દિવસ તમારી માટે ખૂબ દોડધામ ભર્યો રહેશે. જુના અને જાણીતા મિત્રોને તમારા પ્લાનમાં સાથે રાખીને કાર્ય કરો. આજનો દિવસ તમે ખૂબ ઉત્સાહથી વીતાવશો. તમારા પ્રિયપાત્ર સાથે આજે લોંગડ્રાઈવ પર જાવ જે તમારા લગ્નજીવનમાં નવો ઉત્સાહ લઈને આવશે. તમારે આજે સફળ થવા માટે બહુ મહેનત નહિ કરવી પડે હા માનસિક તૈયારી રાખો કે કોઈપણ મુશ્કેલીનો સામનો કરી શકો. આજે સંતાનના સ્વાસ્થ્યને લઈને થોડી પરેશાની દિવસના અંતે આવી શકે છે.
શુભ અંક : ૩
શુભ રંગ : ગુલાબી

આજે જે મિત્રોનો જન્મ દિવસ છે તેમની માટે ખાસ.
જે મિત્રોનો આજે જન્મદિવસ છે તેમને પહેલા તો ઘણીબધી શુભેચ્છાઓ, ઈશ્વર તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરવાની તમને શક્તિ આપે એવા આશીર્વાદ. હવે વાંચો આજથી તમારે આ વર્ષે શું કરવાનું છે અને શું નથી કરવાનું કઈ વાતોનું ધ્યાન રાખશો કે જેથી આ આખું વર્ષ તમારું સુખદ બની શકે.

સ્વાસ્થ્ય – કોઈપણ ટેસ્ટી અને તીખું તળેલું ખાતા પહેલા તમારા સ્વાસ્થ્યનો વિચાર કરજો. નાની નાની વાતોને લઈને આજે તમારે ગુસ્સે થવાનું નથી નહીતો માથાનો સખત દુખાવો થઇ શકે છે. આ વર્ષે તબિયત પ્રત્યે બહુ બેદરકાર રહેવાનું નથી.

નોકરી-ધંધો – મહેનત કરવાથી જ યોગ્ય ફળ મળે છે તો યોગ્ય સમયની રાહ જોયા વગર આજથી જ તમારા નવા કામની શરૂઆત કરો. તમારા વડીલો અને ઉપરી અધિકારીની મદદથી તમે સારી રીતે આગળ વધી શકશો.

કૌટુંબિક-પારિવારિક – વર્ષના અંતે જે મિત્રો સંતાન ઈચ્છે છે તેમની માટે સારા સમાચાર આવશે. જેના લીધે પરિવારમાં પણ બધા ખુશ થઇ જશે. તમારા જીવનસાથીને ભરપુર પ્રેમ આપો. તેમની અને પરિવારની ખુશીથી પૈસા વધુ નથી એટલું યાદ રાખશો તો જીવન આનંદથી વ્યતીત થશે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.