કૌશલ બારડ લેખકની કલમે

જાહેર થઈ મુકેશ અંબાણીની 1 કલાકની કમાણી! વાંચો કેટલી છે?

ધનપતિ મુકેશ અંબાણી વિશેની માહિતી જાણવાનો હરેકને ઇન્તજાર હોય છે. એ તો સામાન્ય વાત થઈ ગઈ છે, કે ભારતમાં હાલ મુકેશ અંબાણીની સંપત્તિની બરોબરી કરી શકે તેવો કોઈ ઉદ્યોગપતિ છે નહી. પાછલાં ઘણાં વર્ષોથી ભારતના નંબર વન માલેતુજાર માણસ તરીકે મુકેશ અંબાણીનું સ્થાન અચળ રહ્યું છે.

Image Source

આ સમયે લોકો એ જાણવા ઉત્સુક હોય છે કે, મુકેશ અંબાણીની ૧ કલાકની કમાણી કેટલી હશે? આપણા જીવનમાં તો એક કલાક તો શું કલાકોના કલાકો પણ ક્યાંય ફાજલ વહી જાય છે પણ ભારતના સૌથી ધનાઢ્ય વ્યક્તિ માટે ૧ કલાક કેટલો પૈસો આપીને જાય છે? અહીઁ આ સવાલનો જવાબ તમને મળી જશે:

વિશ્વભરમાં છે ૧૦મો નંબર:
તાજેતરમાં હુરુન રિપોર્ટ દ્વારા બહાર પાડવામાં આવતા ‘હુરુન ગ્લોબલ રિચ લીસ્ટ’નું ૯મું એડિશન બહાર પડ્યું છે. દુનિયાના ધનાઢ્ય વ્યક્તિઓની યાદી બનાવતું આ લીસ્ટ પણ ફાર્બ્સના ‘ફાર્બ્સ વર્લ્ડ બિલિયોનર્સ’ જેવું છે. ૨૦૨૦ બહાર પડેલ હુરુન ગ્લોબલ રિચ લીસ્ટમાં પ્રથમ સ્થાન પર તો એમેઝોનના સ્થાપક જોફ બેઝોસનું જ નામ છે. આ લીસ્ટમાં ૧૦મો નંબર મુકેશ અંબાણીનો છે. અને આટલો ઊંચો ક્રમાંક મેળવનાર તે એકમાત્ર ભારતીય છે.

Image Source

મુકેશ અંબાણીની કલાકની કમાણી:
હુરુન રિચ લીસ્ટમાં જણાવ્યા પ્રમાણે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના કર્તાહર્તા મુકેશ અંબાણીની નેટવર્થ(કુલ સંપત્તિ) હાલ ૬૭ બિલિયન ડોલર જેટલી છે! અને આ ભારેખમ ધનસંપદા સાથે તે વિશ્વભરના ધનપતિઓમાં દસમો ક્રમ ભોગવે છે. તમને જાણીને ચોક્કસ આશ્વર્ય થશે કે તેઓની એક કલાકની કમાણી ૬૭ કરોડ જેટલી છે! આ રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, ૨૦૧૯નાં વર્ષમાં તેમની કમાણી પ્રતિ કલાક આટલી હતી.

દર મહિને ૩ ભારતીયો બને છે માલેતુજાર:
હુરુનની રિપોર્ટમાં પાછલાં વર્ષનો રેકોર્ડ આપ્યો છે, કે ૨૦૧૯માં દર મહિને ૩ જેટલા ભારતીયો માલેતુજાર બન્યા હતા. આને પરિણામે દુનિયામાં ધનાઢ્ય ભારતીયોનો ક્રમ ત્રીજો છે. આમા જો મૂળે ભારતીય પણ હાલ વિદેશમાં વસતા ભારતીયોનો સમાવેશ કરીએ તો સંખ્યા વધી જાય તેમ છે. સૌથી વધારે અમીરોની યાદીમાં ચીન સૌથી આગળ છે. એના પછી અમેરિકાનું નામ આવે છે.

Image Source

મુંબઈમાં સૌથી વધારે અમીરોનો વસવાટ:
ભારતમાં સૌથી વધારે ધનાઢ્ય લોકો માયાનગરી મુંબઈમાં રહે છે. એના પછી દિલ્હીનો ક્રમ આવે છે. અમદાવાદ પણ આ બાબતે પાછું પડે તેમ નથી! મુંબઈમાં રહેતા ધનપતિઓની સંખ્યા ૫૦ છે; તો દિલ્હીમાં ૩૦ અને બેંગ્લુરુમાં ૧૭ની સંખ્યા છે. ગુજરાતની આર્થિક રાજધાની અમદાવાદમાં ૧૨ અબજોપતિઓ રહે છે.

અહીં જણાવેલી માહિતી રોચક અને મજેદાર લાગી હોય તો લીંક આપના મિત્રોને પણ શેર કરજો. નીચે કમેન્ટમાં પણ કંઈક લખજો, ધન્યવાદ!
Author: કૌશલ બારડ: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.