આજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે ધનલાભ – 1 ડિસેમ્બર 2019

0
Ads

1. મેષ – અ,લ,ઈ (Aries):
વાતાવરણને કારણે સ્વાસ્થ્યની કાળજી રાખજો નહિ તો કોઈ ગંભીર બીમારી થઇ શકે છે. આજે તમને તમારા જીવનસાથી તરફથી ભરપુર પ્રેમ મળશે. આજે બહારનું ખાવા પીવામાં થોડી સાવધાની રાખવી. ઘણા સમયથી અટકી ગયેલા પૈસા આજે પાછા મળશે. અને તમે નહિ વિચાર્યું હોય એવી જગ્યાએથી તમને ધનલાભ થશે.
રોકાણ માટેની કોઈપણ તક આવે તો તેમાં પૈસા રોકતા પહેલા ફાયદો અને નુકશાન જોઇને જ પૈસા રોક્જો.
શુભ અંક : ૧
શુભ રંગ : ગ્રે

2.વૃષભ – બ,વ,ઉ (Taurus):
તમારો રમૂજી સ્વભાવના લીધે તમારે મુશ્કેલીનો સામનો કરવો પડશે. મજાક મસ્તીમાં કરેલી વાતો આજે લોકો સીરીયસલી લેશે. કોઈ મિત્ર કે નજીકના લોકોની લાગણી દુભાય નહિ તેની તકેદારી રાખજો. આજે જીવનસાથીની તબિયત નરમ ગરમ રહેશે. વધારાનો અને નાહકનો ખર્ચ બંધ કરો. આજે તમારા માટે એકંદરે ઠીક દિવસ છે. સંતાનો તરફથી સારા સમાચાર મળશે જે તમારા આખા દિવસનો થાક ઉતારી દેશે. જો પ્રવાસ કરવાનો છે ટૂંક સમયમાં તો તમારો સામાન યોગ્ય રીતે સાચવજો ચોરી થવાની આશંકા છે.
શુભ અંક : ૮
શુભ રંગ : પીળો

3. મિથુન – ક,છ,ઘ (Gemini):
આજનો દિવસ તમારો ખુશીઓથી ભરપુર રહેશે. આજે તમારા પરિવાર તરફથી તમને સારા સમાચાર મળશે. આજે તમને મળતી દરેક વ્યક્તિ સાથે હસતા હસતા વાત કરો તમારા દરેક કામ આસાનીથી પાર પડી જશે. આજે તમને બીજા ઘણાં વિચારો આવશે જેને તમે તમારા ભવિષ્ય માટે અમલમાં મૂકી શકો છો. આજે તમે કોઈને પ્રેમનો પ્રસ્તાવ આપવા માંગતા હોવ તો સારો સમય છે તમને રીપ્લાય પોઝીટીવ જ મળશે. જુના મિત્રો સાથે સંપર્ક કરો અને તમારી ખુશીમાં એમને પણ સામેલ કરો. આજે જીવનસાથી સાથે વિતાવેલ સમય તમારા લગ્નના સમયની યાદ અપાવશે.
શુભ અંક : ૫
શુભ રંગ : આસમાની

4. કર્ક – ડ,હ (Cancer):
આજે તમારા જીવનસાથી અને તમારા માટે બહુ સુંદર દિવસ છે તમે ઈચ્છો એ આજે પૂર્ણ કરી શકશો. આજે તમારો પરિવાર પણ તમારાથી અને તમે કરેલા કામથી ખુશ રહેશે. આજે કોઈપણ મુશ્કેલી આવે તમારે તેને તમારા મન પર હાવી થવા દેવાની નથી સવારથી તમે જેમ ખુશ છો એવો જ સ્વભાવ બનાવી રાખજો. તમારો વધુ પડતું ઉદાર વર્તન તમને મુશ્કેલીમાં મૂકી શકશે. રસ્તો ઓળંગતા સમયે ખાસ તકેદારી રાખજો.
શુભ અંક : ૬
શુભ રંગ : લાલ

5. સિંહ – મ,ટ (Lio):
કોઈપણ નાણાકીય નિર્ણય ઉતાવળે લેવાના નથી બે થી ત્રણવાર દરેક વિગતો ચકાશો અને પછી જ કોઈ નિર્ણય પર આવો. આજે તમારે ખર્ચ પર કાબુ રાખવાની જરૂરિયાત છે ખરીદી કરવા જાવ ત્યારે વધારાની અને બિનજરૂરી વસ્તુઓ ના લેવાઈ જાય તેનું ધ્યાન રાખજો. જો તમે તમારી ઓફીસ કે કાર્યસત્તા પર વિશિષ્ઠ સ્થાન પર છો તો તમારાથી કોઈ ભૂલ ના થઇ જાય એની તકેદારી રાખજો, તમારા હાથ નીચે કામ કરતા વ્યક્તિ સાથે થયેલી નાની વાત બહુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે. આજે ફ્રેશ થવા અને ચિંતામુક્ત થવા માટે પુરા પરિવાર સાથે ક્યાંક ફરવા જઈ શકો છો. તો બહુ ચિંતા કરશો નહિ અને આગળ વધતા રહો.
શુભ અંક : ૭
શુભ રંગ : લીલો

6. કન્યા – પ,ઠ,ણ (Virgo):
આજે બહારનું ખાવા પીવામાં ધ્યાન આપજો બને ત્યાં સુધી પ્રયત્ન કરજો કે ઘરનું અને સાદું ભોજન કરી શકો. માથાનો દુખાવો આજે બપોરથી જ રહેશે. આજે ઓફિસમાં પણ તમારું મન બેચેન રહેશે. સાંજના સમયે ફ્રેશ થવા માટે તમારો સમય પરિવાર સાથે વિતાવો, તમારા જીવનસાથી માટે આજે નાનકડી સરપ્રાઈઝ પ્લાન કરો તમે પણ ખુશ રહેશો અને પરિવારમાં દરેક તમારી હાજરીથી ખુશ રહેશે. આજે પૈસા કમાવા માટેનો સારો દિવસ છે પણ તેની સાથે આજે વધારાનો ખર્ચ પણ થઇ શકે એમ છે. તમારા મોજીલા અને રમૂજી સ્વભાવ પર થોડો કંટ્રોલ રાખો.
શુભ અંક : ૨
શુભ રંગ : સફેદ

7. તુલા – ર,ત (Libra):
લાંબી મુસાફરી પછી આજે આરામ કરવાનો યોગ્ય સમય છે આજે તમારે પૈસાની તંગી સર્જાઈ શકે છે તો કોઈપણ નવી સ્કીમ કે યોજનાનો લાભ લેતા પહેલા તમારો ખર્ચ કેટલો છે અને આવક કેટલી છે એ ખાસ ધ્યાનમાં રાખજો. તમારે આજે કોઈપણ નિર્ણય લેતા પહેલા સો વાર વિચાર કરવાનો છે. ક્યાંક તમારો ઉતાવળે લીધેલો નિર્ણય તમને અને તમારા પરિવારને મુશ્કેલીમાં ના નાખી દે તેનું ધ્યાન રાખજો. આજે ઘરમાં થોડું તણાવવાળું વાતાવરણ રહેશે.
શુભ અંક : ૫
શુભ રંગ : નારંગી

8. વૃશ્ચિક – ન,ય(Scorpio):
આજે તમારે તમારી વાણી અને વર્તનમાં સાવધાન રહેવાની જરૂરત છે. ક્યાંક તમારી નાની વાતનું મોટું સ્વરૂપ ના બની જાય. તમારા અગત્યના પ્રોજેક્ટમાં થોડી તકલીફ આવશે. કોઈ ઉપરી અધિકારીની મદદથી આજે ઓફિસમાં તમારા અટકેલા કામ કરવાનો પ્રયત્ન કરો. આજે તમારા વ્યવહારથી તમારા જીવનસાથી તમારાથી નારાજ થઇ શકે છે. તેમની સાથે બહુ નરમાશથી અને પ્રેમથી વાત કરો. આજે રાતનો સમય પરિવાર સાથે વિતાવો. તમારા જીવનસાથી આજે તમારી માટે કશુંક ખરેખર ખાસ કરશે.
શુભ અંક : ૭
શુભ રંગ : આસમાની

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):
આજે તમારી મુલાકાત કોઈ મહત્વના વ્યક્તિ સાથે થશે જેનાથી તમને ભવિષ્યમાં અનેક લાભ મળશે. આજે કોઈપણ વ્યક્તિ સાથે વાત કરતા વાણી અને વર્તન પર કાબુ નહિ રાખો તો તમારે પસ્તાવાનો વારો આવી શકે છે. રોકાણ કરવા માટે આજનો દિવસ યોગ્ય નથી. આજે કોઈને ઉછીના પૈસા આપવા નહિ. પરિવારમાં કોઈની તબિયત બગડવાની સંભાવના છે.
શુભ અંક : ૯
શુભ રંગ : લાલ

10. મકર – જ, ખ (Capricorn):
જે મિત્રો લાંબા સમયથી કોઈ બીમારીથી પીડાઈ રહ્યા છે તેઓ એ આજથી જ કસરત કે યોગની શરૂઆત કરવાની જરૂરત છે જે તમને વધુને વધુ સ્વસ્થ બનાવશે. ઓફિસમાં થોડું કામ વધારે આવી જશે જેના કારણે ઘરે જવામાં મોડું થશે પણ બને ત્યાં સુધી પ્રયત્ન કરો કે કામ ઘરે લઈને ના જાવ કારણકે પરિવારને સમય આપવો પણ જરૂરી બને છે. કોઈને ઉછીના આપેલા પૈસા આજે તમને મળી જશે જેનાથી તમને થોડી રાહત થશે. તમારા જીવનસાથીને પણ થોડો સમય આપો નહિ તો એ તમારાથી નારાજ થઇ જશે.
શુભ અંક : ૨
શુભ રંગ : ગ્રે

11. કુંભ – ગ,શ,સ(Aquarius):
લોકો ઉપર બહુ જલદી ભરોસો ના કરવાના સ્વભાવના કારણે તમને મુશ્કેલી થશે. તમારા જીવનસાથી તરફથી જોઈતો સહયોગ નહિ મળે. મિત્રો સાથે તમારી મુશ્કેલીઓ શેર કરો ત્યારે ભૂલથી તમારી કોઈ ખાનગી વાત જાહેર ના થાય તેની તકેદારી રાખજો. ઓફિસમાં આજે તમે આપેલી સલાહથી તમારા ઉપરી અધિકારી ખુશ થશે અને તમને અનેક નવા પ્રોજેક્ટ મળી શકશે.
શુભ અંક : ૬
શુભ રંગ : પીળો

12. મીન – દ,ચ,જ,થ(Pisces):
જેટલી ચાદર હોય એટલા પગ ફેલાવો આ વાત તમારે આજે ગાંઠ બાંધીને રાખવાની છે. તમારા કામમાં આજે વધારો થશે પણ તેનું યોગ્ય વળતર પણ તમને મળી રહેશે. આજે રોકાણની ઘણી સારી અને લલચાવનારી સ્કીમ તમારી સામે આવશે તો તેનાથી બને એટલા દૂર રહો. આજે પરિવારના સભ્યો પણ તમને યોગ્ય સલાહ આપશે તો તેમની વાતોની અવગણના કરશો નહિ.
શુભ અંક : ૮
શુભ રંગ : પીળો

આજે જે મિત્રોનો જન્મ દિવસ છે તેમની માટે ખાસ.
જે મિત્રોનો આજે જન્મદિવસ છે તેમને પહેલા તો ઘણીબધી શુભેચ્છાઓ, ઈશ્વર તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરવાની તમને શક્તિ આપે એવા આશીર્વાદ. હવે વાંચો આજથી તમારે આ વર્ષે શું કરવાનું છે અને શું નથી કરવાનું કઈ વાતોનું ધ્યાન રાખશો કે જેથી આ આખું વર્ષ તમારું સુખદ બની શકે.

સ્વાસ્થ્ય – બહુ લાંબી મુસાફરી અને એમાં પણ ટ્રેનમાં મુસાફરીને ટાળવી. મુસાફરીના થાકને કારણે તમને નાની મોટી તકલીફ થઇ શકે છે. મુસાફરી કરવાની આવે તો યોગ્ય દવાઓ અને બધો સમાન સાચવી રાખજો. ચોરીના કારણે નુકશાન થવાની સંભાવના છે.

નોકરી-ધંધો – પૈસા રોકાણ માટેની પણ ઘણી તક મળશે પણ તેમાં નફો અને નુકશાન બંને બાબતોની યોગ્ય ચકાસણી કરીને આગળ વધજો. કોઈપણ રોકાણ કરતા પહેલા તમારા વડીલોની અને ઉપરી અધિકારી જેને એ કામનો અનુભવ છે તેની સલાહ જરૂર લેજો. જો તમે ઈચ્છો છો કે ઓફિસમાં બધા તમારાથી ખુશ રહે અને તમારું દરેક કામ સરળતાથી થાય તો તમારે દરેક મિત્રોને સાચવવા પડશે ભૂલથી પણ કોઈનું અપમાન કે મનદુઃખ ના થાય એની તકેદારી રાખજો.

કૌટુંબિક-પારિવારિક – વર્ષનો અંતિમ ભાગ તમારા માટે શુભ સાબિત થશે. ઘરમાં નાનકડી પૂજા તમને અને તમારા પરિવારજનોને વધુ નજીક લાવશે જો લાંબા સમયથી કોઈ સાથે બોલચાલ બંધ હોય તો આ વર્ષે સામે ચાલીને માફી માંગી લેવી અને સંબંધો સુધારી લેવા.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.