જ્યોતિષ શાસ્ત્ર

આજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે ધનલાભ- 1 ઓગસ્ટ 2020

1. મેષ – અ, લ ,ઈ (Aries):
આજનો દિવસ તમારા માટે ખુબ જ શુભ રહેશે. આજના દિવસે તમને કામમાં સફળતા મળી શકે છે. તેમજ ગુપ્ત રીતે તમારી પાસે ધન આવવાની પણ સંભાવના રહેલી છે. આજના દિવસે તમારી તબિયત થોડી ખરાબ રહી શકે છે.
આજના દિવસે તમારું પારિવારિક જીવન પણ ખુબ જ સારું રહેશે. તેમજ તમારી માતા તરફથી પણ તમને સારો  સહકાર મળી શકે છે.

2.વૃષભ – બ, વ, ઉ (Taurus):
આજનો દિવસ તમારા માટે ખુબ જ દોડધામ ભરેલો રહેશે. આજના દિવસે તમારે તમારા સ્વાસ્થ્યનું પણ ખુબ જ ધ્યાન રાખવું પડશે. તમારા માટે ધનની પણ યોગ્ય વ્યવસ્થા કરવી પડી શકે છે. સંતાન તફથી પણ આજના દિવસે તમારે કેટલીક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. આજે તમારા વિરોધમાં પણ કેટલાક લોકો આવી શકે છે.

3. મિથુન – ક, છ, ઘ (Gemini):
આજનો દિવસ તમારા માટે સારો રહેશે. પારિવારિક તણાવની વચ્ચે આજના દિવસે પરિવારમાં મધુરતા આવી શકે છે. પ્રેમ જીવન માટે આજનો દિવસ તમારા માટે ખુબ જ ખાસ છે. આજે તમે કંઈક સારું કામ પણ કરી શકશો, જેના કારણે આજે તમને પ્રસંશા પણ મળી શકે છે.

4. કર્ક – ડ, હ (Cancer):
આજનો દિવસ તમારા માટે થોડો કમજોર રહી શકે છે. આજના દિવસે તમારા કામની અંદર થોડા અવરોધ આવશે. આજે કોઈ સાથે કઈ ખોટું કે ખરાબ ના બોલવું જેના કારણે સામેના વ્યક્તિને મનદુઃખ થાય. આજે તમારે પોતાના કામને સફળ બનવા માટે વધુ મહેનત કરવી પડી શકે છે.

5. સિંહ – મ, ટ (Lio):
આજનો દિવસ તમારા માટે સારો રહેશે. આજના દિવસે તમારી આવકમાં વધારો થઇ શકે છે અને ખર્ચ પણ ઘટી શકે છે. તમારા પ્રિય વ્યક્તિ સાથે આજે તમને સમય પસાર કરવાનો પણ મળી શકે છે. પરિવારમાં કોઈ મોટા વ્યક્તિનું સ્વાસ્થ્ય આજે બગાડી શકે છે. આજે જોઈ વિચારીને કેટલાક કામ કરવા.

6. કન્યા – પ, ઠ, ણ (Virgo):
આજનો દિવસ તમારા માટે ખુબ જ મહત્વપૂર્ણ છે. કાર્યક્ષેત્રમાં આજનો દિવસ તમારા માટે સારી અનુકૂળતા લઈને આવશે. પોતાના પ્રિય વ્યક્તિ સાથે ક્યાંક બહાર ફરવા માટે પણ જઈ શકો છો.

7. તુલા – ર, ત (Libra):
આજનો દિવસ તઉન્નતિ દાયક રહેશે. નાના નાના પ્રવસોમાં તમારે ઘણા નવા સંબંધો પણ બની શકે છે. પારિવારિક જીવનમાં પણ ખુશીઓ આવશે. આજે મિત્રો અને સંબંધીઓ સાથે સારો મેળ બની શકે છે. કાર્યક્ષેત્રમાં પણ આજના દિવસે સફળતા મળશે.

8. વૃશ્ચિક – ન, ય (Scorpio):
આજનો દિવસ તમારા માટે ઘણા મામલાઓમાં સારો રહેશે. આજે તમને ધનલાભ થવાનો યોગ બની રહે છે. સાસરી પક્ષના કોઈ સારા સમાચાર તમારા જીવનમાં ખુશીઓ લાવી શકે છે. દામ્પત્ય જીવન માટે પણ આજનો દિવસ અનુકૂળ રહેશે.

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):
આજનો દિવસ તમારા ઉતાર ચઢાવ લઈને આવશે. આજે ખર્ચ વધશે પણ સામે આવકમાં પણ વધારો થશે. સ્વાસ્થ્ય સાચવવું. આજે માનસિક તાણમાંથી પણ તમને મુક્તિ મળી શકે છે.  દામ્પત્ય જીવનમાં પણ સારી સ્થિતિ બને છે.

10. મકર – જ, ખ (Capricorn):
આજનો દિવસ તમારા માટે થોડો કમજોર રહેશે. આજે તમે માનસિક તાણમાં દિવસ વિતાવશો. આજે તમારા ખર્ચમાં પણ વધારો થશે અને તમારી આવક પણ અપેક્ષાથી ઓછી હશે. આજે સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું.

11. કુંભ – ગ, શ, સ (Aquarius):
આજનો દિવસ તમારા માટે સારો રહેશે. કામના મામલામાં આજે તમારો પ્રભાવ દેખાશે અને તમારા બોસ સાથે પણ સંબંધો સુધરશે. પ્રેમના મામલામાં પણ તમે કિસ્મતવાળા બનશો. આજે તમને તમારો પ્રેમ મળી શકે છે. જીવન સાથી પાસેથી પણ આજે તમને લાભ થશે.

12. મીન – દ, ચ, જ, થ (Pisces):
આજનો દિવસ તમારા માટે સારો રહેશે પરંતુ કેટલીક મુશ્ક્લીઓનો સામનો પણ કરવો પડી શકે છે. તમારી બુદ્ધિ આજે તમને ખુબ જ કામ આવશે, તમારા પિતાનું સ્વાસ્થ્ય આજે ખરાબ થઇ શકે છે. પ્રેમ સંબંધોમાં આજે મધુરતા રહેશે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.