ખબર

આ વ્યક્તિને લોકડાઉનમાં બટર ચિકન ખાવું પડી ગયું મોંઘુ, ભરવો પડ્યો 1.23 લાખનો દંડ

લોકડાઉનના કારણે મોટાભાગના લોકો પોતાના ઘરની અંદર જ બેઠેલા જોવા મળ્યા, આ દરમિયાન હોટેલ અને રેસ્ટોરન્ટ પણ બંધ હતા, જેના કારણે ગમતી બહારની વસ્તુઓ ખાવાની મળી રહી નહોતી, પરંતુ જો તમને આ સમય દરમિયાન કોઈ ગમતી વસ્તુ ખાવાની તલબ જાગે તો તમે શું કરો? લોકડાઉનના કારણે બહાર વાયરસનો ખતરો અને બીજી તરફ પોલીસ છે. આ દરમિયાન જ બટર ચિકન ખાવા ગયેલા એક વ્યક્તિને આ બટર ચિકન 1.23 લાખમાં પડ્યું.

Image Source

આ ઘટના બની ઓસ્ટ્રેલિયાના મેલબર્ન શહેરમાં. જ્યાં એક વ્યક્તિને બટર ચિકન ખાવાની તલબ જાગી અને તે પોતાના ઘરથી બહાર નીકળીને 32 કિલોમીટર દૂર બટર ચિકન ખાવા માટે ગયો અને તેનો આ શોખ તેને ભારે પડી ગયો.

Image Source

મળતી માહિતી પ્રમાણે બટર ચિકન ખાવા ગયેલા આ વ્યક્તિને મેલબર્નના સીબીડીથી 30 કિલોમીટર દક્ષિણ પશ્ચિમમાં સ્થિત વેબ્રિએથી પોતાની સફર શરૂ કરી હતી. પરંતુ મેલબર્નમાં લાગેલા લોકડાઉનના કારણે આ વ્યક્તિને અટકાયત કરવામાં આવી અને તેની ઉપર 1652 ડોલરનો દંડ લગાવવામાં આવ્યો.

Image Source

ભારતીય રકમ અનુસાર 1652 ડોલર એટલે 1 લાખ 23 હજારની આસપાસની રકમ થાય છે.  મેલબર્ન પોલીસના જણાવ્યા પ્રમાણે 74 લોકોએ  લોકડાઉન તોડવા ઉપર દંડ ભર્યો છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.