શું હતું કાદરખાન અને ઝરીન ખાન નું રિલેશન, ખુબ જ ઓછા લોકોને જાણ હશે તેઓના સંબંધ ની હકીકત….

0

લોકોને પોતાની કોમેડીથી હસાવનારા કાદરખાન નવા વર્ષના શરૂઆત પર જ દરેક કોઈને રોવડાવીને ચાલ્યા ગયા. લાંબા સમય થી બીમાર રહેનારા કાદરખાને કૅનેડા ની હોસ્પિટલ માં છેલ્લા શ્વાશ લીધા હતા અને ત્યાં જ તેનું અંતિમ સંસ્કાર પણ કરવામાં આવ્યું હતું. માત્ર સામાન્ય જનતા જ નહીં પણ બૉલીવુડ પણ તેના જાવાથી ખુબ જ દુઃખી છે. આ દુઃખદ મૌકા પર જરીન ખાન એ પણ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને પોતાના દુઃખ ને જાહેર કર્યું હતું. જણાવી દઈએ કે અભિનેત્રી ઝરીન ખાન અને અભિનેતા કાદરખાન નો એક સંબંધ પણ છે જેને ખુબ ઓછા લોકો જાણતા હશે.

શું છે કાદરખાન અને ઝરીન ખાનનો સંબંધ:

જણાવી દઈએ કે ઝરીન ખાન ના માસી ના લગ્ન કાદરખાન ના સાળા એટલે કે તેની પત્નીના ભાઈ સાથે થયેલા છે. એવામાં કાદરખાન અને ઝરીન ખાન એકબીજાના સંબંધી બને છે. એવામાં ઝરીન ખાન એ કાદરખાનનુ આવી રીતે નિધન થવું ખુબ જ દુઃખ ભર્યું રહ્યું છે. ઝરીને પોતાના ઇન્સ્ટાગ્રામ પર તે તસ્વીર પોસ્ટ કરી છે જયારે મુંબઈ ના બાંદ્રા માં રંગશારદા માં કાદરખાન ની સાથે તેની મુલાકાત થઇ હતી. રંગશારદા મા તે સમયે ઝરીન ખાન એક નાટક જોવા માટે ગઈ હતી. તે નાટક માં કાદરખાન ના દીકરા અભિનય કરી રહયા હતા. ઝરીન હંમેશા થી એ ઈચ્છી રહી હતી કે તેને કાદરખાન ની સાથે કામ કરવાનો મૌકો મળે.  ઝરીને ઇન્સ્ટાગ્રામ પર આવી યાદોને યાદ કરતા લખ્યું કે,”તેના નિધન થી મને ખુબ જ દુઃખ થયું છે. હું બાળપણ થી તેમની ફિલ્મો જોતી આવી છું. તે આપણી ઇન્ડસ્ટ્રીમાં સૌથી બેસ્ટ અભિનેતાઓમાંના એક હતા. તે ખુબ જ દયાળુ અને વિનમ્ર વ્યક્તિ હતા, મને તેની પાસેથી ઘણુંબધું શીખવા મળતું હતું. કાશ મને એક વાર તેની સાથે કામ કરવાનો મૌકો મળ્યો હોત.તેની પાસે જીવનના દરેક પહેલું નો અનુભવ હતો”. કબ્રસ્તાન માં મળ્યો હતો પહેલો રોલ:

કાદરખાન નું આર્થિક જીવન ખુબજ તંગી માં વીત્યું હતું. પરિવાર માં લોકો ખુબ જ વધારે હતા પણ કમાણી ઓછી હતી. તેમણે ગરીબીને ખુબજ નજીકથી જોઈ હતી. કાદરખાન ની માં તેને નમાજ પઢવા માટે મોકલતી હતી અને તે કબ્રસ્તાન જઈને બેસી જાતા હતા. તે પોતાનો ઘણો સમય કબ્રસ્તાન માં વિતાવતા હતા અને પોતાના મનની વાતો એકલા માં બબડાવતા રહેતા હતા. એવામાં એક લેખની નજર તેમના પર પડી જે એક નાટક માટે તેની જ ઉંમર ના બાળકની શોધ કરી રહયા હતા. કાદરખાને તે રોલ સ્વીકારી લીધો. તેના પછી એક નાટકમાં દિલીપ કુમાર ની નજર તેના પર પડી.દિલીપ કુમાર ની નજરમાં કાદરખાન વસી ગયા હતા અને તેનો અભિનય તેને ખુબ પસંદ આવ્યો હતો. દિલીપ કુમારે તેને ઇન્ડસ્ટ્રીમાં મૌકો આપ્યો અને કાદરખાને પોતાના હુનર ને સાબિત કરી બતાડ્યું. સિરિયસ રોલ ની સાથે કાદરખાને ગોવિંદા ની સાથે કોમેડી કરીને લોકોને ખુબ હસાવ્યા હતા. લોકોને આ બંને ની જોડી ખુબ જ પસંદ માં આવી હતી. તે ક્યારેય કે પિતા બન્યા તો ક્યારેય સસરા, પણ દરેક રોલમાં બેસ્ટ સાબિત થયા. કાદરખાને લગભગ 300 જેટલી ફિલ્મોમાં કામ કર્યું હતું અને ઘણી ફિલ્મોના ડાઈલોગ પણ લખ્યા હતા, જો કે તેની સાથે કામ કરવાની ઈચ્છા ઝરીન ખાન ની સાથે સાથે અન્ય ઘણા કિરદારોની અધૂરી રહી ગઈ હશે.

Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here