Wild થવા જઈ રહી છે સન્ની લીયોની , જંગલમાં મંગલ કરતી જોવા મળશે – વાંચો ન્યુઝ

0

સની લિયોની અને પોપ્યુલારિટી એક બીજાના પર્યાય બની ગાય છે. જોકે બોલીવુડમાં તેને જોઈએ તેટલી સફળતા ન મળી પરંતુ તેના માટે એક પછી એક નવી તકો સામે આવી રહી છે. સની લિયોનીએ બિગ બોસ દ્વારા ટેલીવિઝન પર કારકિર્દીની શરૂઆત કરી હતી ત્યાર બાદ તેણે સ્પિલ્ટ્સવિલાને પણ કો-હોસ્ટ કર્યો હતો. પરંતુ હવે તે એકલા જ એક મોટી શરૂઆત કરવી જઈ રહી છે. સની લિયોની 2018માં ડિસ્કવરી ચેનલ પર એક સુપરહિટ શો લઈને આવી રહી છે.

મીડિયા રિપોર્ટ અનુસાર, સની લિયોની ‘મેન વર્સેસ વાઈલ્ડ’ને હોસ્ટ કરતી નજર આવશે. આ ઈન્ટરનેશનલ રિયાલિટી શો ‘સર્વાઈવર’નું ઈન્ડિયન એડિશન હશે. ‘સર્વાઈવર’ સીરીઝમાં કેટલાક પ્રતિયોગીઓ હોય છે.

તેમને એક આઈલેન્ડ પર છોડી દેવામાં આવે છે. અહીંયા તેમને સર્વાઈવ કરવાનું હોય છે. આવી રીતે આ શોને ઈન્ટરસ્ટિંગ બનાવવા સાથે સનીની એન્ટ્રીને લઈને વધારે ક્યુરિયસ બનાવશે.

ડિસ્કવરી જીત 2018માં શરૂ થશે. આ એક ઈન્ફોટેઈનમેન્ટ ચેનલ ગશે જેને દેશના યૂથ પોપ્યુલેશન પર ફોકસ કરીને શરૂ કરાઈ રહ્યો છે. પરંતુ સની લિયોની માટે આ એક મોટ ઉપલબ્ઘિ છે કારણ કે તે પહેલીવાર કોઈ શોને એકલા હોસ્ટ કરશે. ઉલ્લેખનીય છે કે સની લિયોની આ વર્ષે ગૂગલના ટોપ ટ્રેન્ડમાં ‘એન્ટરટેઈનર ઓફ ધ યર’નું ખિતાબ જીતી ચૂકી છે.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.