આ જગ્યાએ પાણી વહે છે ઉંધી દિશામાં, ગાડીઓ પણ ચાલે છે ઉંધી, વૈજ્ઞાનિકો પણ નથી જાણતા સાચું કારણ

0

આજના સમયમાં વિજ્ઞાને ઘણી પ્રગતિ કરી છે, દરેક ક્ષેત્રમાં વિજ્ઞાન દ્વારા પ્રાપ્ત થયેલી ઉપ્લબ્ધીઓ વિશે દરેક વ્યક્તિ જાણે જ છે. પરંતુ તેમ છતાં પણ આખી દુનિયામાં ઘણી એવી જગ્યાઓ અને રહસ્ય છે કે જેના વિશે આજે પણ વિજ્ઞાન પાસે કોઈ જ માહિતી નથી. કુદરત દ્વારા કરવામાં આવેલા આ અદભૂત કરામતો પાછળનું સાચું કારણ આજ સુધી કોઈ જાણી નથી શક્યું.

અમે તમને પ્રકૃતિ દ્વારા કરવામાં આવેલા એવા જ કરિશ્માએ વિશે જણાવીશું કે જેને જાણીને તમે હેરાન રહી જશો. તમે આજ સુધી હંમેશા પાણીને ઉપરથી નીચે જ વહેતા જોયું હશે પણ એક એવી જગ્યા છે જ્યા પાણી નીચેથી ઉપર વહે છે. વાંચીને હેરાની તો જરૂર થઇ હશે, કદાચ વિશ્વા ન પણ થાય, પરંતુ આ વાત એકદમ સાચી જ છે. તો ચાલો જાણીએ એ જગ્યા વિશે.

અહીં વહે છે પાણી ઊંધું
છત્તીસગઢમાં એક જગ્યા છે મૈનપાટ, જેને ત્યાંનું શિમલા કહેવામાં આવે છે. મૈનપાટ ત્યાંની પ્રાકૃતિક સુંદરતા અને તિબેટ અને જનજાતીય સંસ્કૃતિને કારણે ઓળખાય છે. મૈનપાટમાં એક જગ્યા છે, જે લોકોમાં ખૂબ જ પ્રખ્યાત છે. એ જગ્યાની નામ છે “ઉલ્ટા પાણી”. આ એ જ જગ્યા છે જ્યા પાણી ઊંધું વહે છે. આવું હોવાંનું કારણ શું છે એ વાતની જાણકારી મેળવવા માટે વૈજ્ઞાનિકો હજુ સુધી કામ કરી રહયા છે. ઉલ્ટા પાણી નામની આ જગ્યા અંબિકાપુરથી 56 કિલોમીટર દૂર બિસરપાની નામના ગામમાં આવેલી છે. અહીંની સ્થાનિક ભાષામાં બિસરપાનીનો અર્થ થાય છે, પાણીનું વહેવું. અહીં પાણી રસ્તાના કિનારેથી ખેતરના એક ખૂણાથી વહેતુ કુદરતના સામાન્ય નિયમો વિરુદ્ધ ઘાટ તરફ વહે છે, અને ઉપર ચડે છે. પાણીની આ ઉલ્ટી ધારા લગભગ 2 કિલોમીટર સુધી વહે છે.

વાહન પણ ચાલે છે ઊંઘા
જણાવી દઈએ કે ફક્ત પાણી જ નહિ પરંતુ અહીંથી નીકળવાવાળા રસ્તા પર જો તમે પોતાની ગાડીને ન્યુટ્રલમાં રાખી દો તો એ પણ જાતે જ ઘાટ તરફ ચાલવા લાગે છે. બંધ ગાડીને ઘાટ તરફ જાતે જ જતા જોવું એ પ્રવાસીઓ માટે રોમાંચક અનુભવ હોય છે.

અત્યાર સુધી નથી થયું સંશોધન
જોકે અહીં આ રીતે પાણીનું ઊંધું વહેવું ઘણું આશ્ચર્યચકિત કરી છે, પરંતુ તેમ છતાં અહીં અત્યાર સુધી કોઈ સંશોધન ટુકડી નથી આવી. જોકે ભૂગોળવિદોનું એવું માનવું છે કે એવું થવાનું કારણ ગુરુત્વાઆકર્ષણ અને ચુંબકીય છે. પરંતુ આ પણ એક અનુમાન જ છે.

જણાવી દઈએ કે ભૂગોળના જાણકર્તાઓ પાણીના ઊંઘા વહેવાનું મુખ્ય કારણ ગુરુત્વાકર્ષણ જણાવે છે. તેમનું માનવું છે કે પાણીનું વિપરીત દિશામાં વહેવું ચુંબકીય ભંડારનું એ દિશામાં હોવું હોઈ શકે છે. કારણકે મૈનપાટ જ્વાળામુખીની પ્લેટ છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here