વ્યક્તિના જન્મના વર્ષના છેલ્લા અંકથી તમે તમારું વ્યક્તિત્વ જાણી શકશો….

0

જ્યોતિષશાસ્ત્રના મૂલાંક નું ખાસ મહત્વ હોય છે. મૂલાંક દ્વારા કોઇપણ વ્યક્તિને જ જાણી શકાય છે. જ્યોતિષમાં અંક,જન્મતિથિ અને મૂલાંક થી ભવિષ્ય જાણી શકાય છે. જન્મનું વર્ષના છેલ્લા આંકડા પરથી તમે તમારું વ્યક્તિત્વ જાણી શકશો.

જો કોઇ વ્યક્તિના જન્મ 1984 મા થયો હતો તેનો જન્મ નો છેલ્લો અંક 4 ગણાય છે.

**જો તમારા જન્મ નો વર્ષ 1951 ,1961 ,1971 ,1981 1991, 2001 2011માં થયો હોય.

તો તેના જન્મ નો છેલ્લો અંક 1 હોય છે. તેનો મતલબ એ છે કે તમે ખૂબ જ પ્રતિસ્પર્ધી છો તમે તમારી લાઇફમાં લક્ષ્ય મેળવવા માટે કંઈ પણ કરી શકો છો. તમે મહત્વકાંક્ષી વ્યક્તિ છો. તમે તમારા સપના પુરા કરવા માટે ભરપૂર કોશિશ કરતા હો છો. જેના જન્મ વર્ષનો છેલ્લો એક હોય તેવા લોકો ક્યારેય હાર નથી માનતા અને દરેક પરિસ્થિતિનો સામનો જાતે કરતા હોય છે.

** જો તમારો જન્મ વષૅ 1952, 1962 ,1972 2002,2012 હોય તો તમારો જન્મ અંક-૨ ગણાય છે.

આ લોકો બીજાથી ખૂબ જ અલગ પડે છે સાથે સાથે તે તેમણે આજુબાજુ રહેવાવાળા લોકોને ખૂબ જ પ્રેમ કરે છે. આ લોકો બીજા ઉપર વિશ્વાસ જલદી કરતા નથી તે બીજા લોકોને પારખી લે ત્યારે જ વિશ્વાસ કરે છે.

** જો તમારો જન્મ 1953 ,63 ,73, 83 2003 ,2013માં હોય તો તેમના જન્મ 3 ગણાય છે

આ લોકો અધ્યાયનશીલ પ્રકારના લોકો હોય છે. આ લોકો હંમેશા બીજાની ભાવના ને સારી રીતે સમજે છે અને તેને સન્માન આપે છે. કોઈ પણ વાત પર વિશ્વાસ કરતા પહેલા તે વિચારીને વિશ્વાસ કરતા હોય છે તેમજ બધા સંબંધ ને પોતાને લાઈફમાં સારી રીતે સમજે છે.

** જો કોઈ વ્યક્તિનો જન્મ 1954, 64, 74 84 94 2004 ,2014 થયો હોય તો તેમના છેલ્લા ચાર ગણાય છે.

આ લોકો ખૂબ જ સમજદાર અને ઈન્ટેલીજન્ટ હોય છે. આ લોકો તેમની સાથે જોડાયેલા લોકોને ખૂબ જ મદદ કરતા હોય છે અને તેમનું ધ્યાન પર રાખતા હોય છે. સ્વભાવથી આ લોકો મનમોજી હોય છે. અને સમયના એક્યુરેટ પણ હોય છે. બધા સાથે હળી-મળીને રહેવું તેમને ખૂબ જ પસંદ છે.

**જે લોકોનો જન્મ 1955, 65 ,75 ,85, 95 ,2005, 2015માં થયો હોય તો તમારો અંક 5 છે.

આ અંકવાળા લોકોમાં ખૂબ જ આત્મવિશ્વાસ જોવા મળે છે . અને તમે દરેક મુશ્કેલીઓ અને ચેલેન્જનો ખૂબ જ હિંમતપૂર્વક સામનો કરો છો. તમારી સૌથી મોટો પ્લસ પોઈન્ટ એ છે કે તમે સકારાત્મક વિચારધારા ધરાવો છો . તમારા જીવનમાં તમને તે સફળતા તરફ અગ્રેસર કરે છે.

**જે લોકોનો જન્મ 1956 ,66 ,86, 96 ,2006, 2016 માં જન્મેલા લોકો માટે જન્મ વર્ષનો છેલ્લો આંકડો 6 છે.

જ્યોતિષશાસ્ત્ર અનુસાર આવા લોકો ખૂબ જ પ્રતિભાશાળી અને પ્રભાવશાળી હોય છે આ લોકો ખૂબ જ મહેનત કરવામાં માને છે. અને બહાદુરીથી દરેક પરિસ્થિતિનો સામનો કરે છે. તઓે જીવનમાં ખૂબ જ સારા મિત્ર સાબિત થાય છે.અને પોતાના મિત્રો સાથે મિત્રતા દરેક કિંમતે અને દરેક પરિસ્થિતિમાં નિભાવે છે.

**જે લોકોનો જન્મ 1957 ,67 ,77 ,97 ,2007, 2017 માં થયો હોય તેમનો નંબર 7 છે .

આ અંકવાળા વ્યક્તિઓ જીવનમાં થોડા રહસ્યમય પ્રકારના હોય છે અને ખૂબ જ શાંત સ્વભાવના હોય છે તેમજ તેઓ વાતો છુપાવવામાં પણ માહીર હોય છે આકર્ષક વ્યક્તિત્વના માલિક હોય છે તેમને સમજવા થોડા મુશ્કેલ છે..

**1958 ,68 ,78 ,88 ,98 ,2008 ,2018 આ લોકોના જન્મ વર્ષ ઉપરથી અંક ૮ છે.

તમે ખૂબ જ ખુલ્લા અને સ્વતંત્ર વિચાર ના માણસ છો. તમારી માટે ખુશીથી વધારે જીવનમાં કંઇ જ નથી તમે તમારો સમય ફેમિલીને આપવાનું પસંદ કરો છો.અને દરેક કાર્ય ખૂબ જ ગંભીરતાથી કરો છો એટલા માટે તમારા જીવનમાં સફળતા હાંસલ કરવી નાની વાત છે..

**1959 ,69 ,79 ,89, 99 ,2009 ,2019 પાંચ લોકોનો જન્મ થયો હોય તેમના જન્મ નો છેલ્લો અંક ૯ છે..

આ લોકો ખૂબ જ પ્રખર બુદ્ધિ વાળા હોય છે. તે ખૂબ જ વિચારીને અને બધું જ સાંભળ્યા પછી નિર્ણય લે છે તે દરેક કામ ઈમાનદારીપૂર્વક કરે છે અને પોતાનું બેસ્ટ આપવાનો પ્રયત્ન કરે છે ટેલેન્ટ ની તમારામાં કોઈ ઉણપ નથી..

**1950 ,60 ,70 , 80, 90 ,2000, 2010, 2020 લોકો માટે જન્મ વર્ષનો છેલ્લો આંકડો શૂન્ય છે..

આ લોકો ખૂબ જ બુદ્ધિમાન હોય છે અને દરેક કાર્ય કરવામાં સક્ષમ હોય છે તેમની આસપાસ ખૂબ જ ઓછા લોકો એવા હોય છે. કે જે તેમને સમજી શકે છે. આવા લોકો ખૂબ જ રસપ્રદ હોય છે.અને તે બધાના ફેવરિટ બની જાય છે..

Author: GujjuRocks Team
દરરોજ આવી જ્યોતિષ સંબંધિત માહિતી વાંચવા ફક્ત GujjuRocks પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!