વૃષભ રાશીમાં પ્રવેશ્યો બુધ, જાણો 12 રાશીઓ પર શું થાશે અસર…હવેના આગળના દિવસ આ રાશિઓ માટે ખુબ જ શુભ- વાંચો તમારી રાશિ વિશે

0

બુધને યુવરાજ ગ્રહના નામથી પણ જાણવામાં આવે છે. કેમ કે તે ખુબ જ શુભ છે. પણ જ્યારે તેનો મિલાપ કોઈ અશુભ ગ્રહ સાથે થઇ જાય છે તો તે ખરાબ પરિણામ પણ આપી શકે છે. બુધ ગ્રહ કન્યા રાશી અને મિથુન રાશીનો સ્વામી છે. આ પ્રમુખ રૂપથી બુદ્ધિ, તર્ક શક્તિ, ગણિત, વ્યાપાર અને ચેતના વગેરેનો ગ્રહ છે.

બુધ જ્યારે પોતાનું સ્થાન પરિવર્તન કરે છે તો આ દરેક કારકો પર અસર થાય છે. માટે બુધની સ્થિતિનો બદલાવ દરેક ગ્રહ પર કોઈને કોઇ અસર નાખે જ છે. 

મેષ રાશી:
આ રાશિના જાતકોની માનસિક ચિંતા વધી શકે છે. વાણીમાં કડવાહટ આવવાને લીધે સંબંધ ખરાબ થઇ શકે છે. પારિવારિક સમસ્યા પણ વધી શકે છે.

2. વૃષભ રાશી:

બુધ આ જ રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે, માટે આ આ રાશિના જાતકોની સંવાદ શૈલીમાં સુધાર થશે અને વ્યક્તિત્વ આકર્ષક થશે. પણ સીધે-સીધું કઈપણ કહેવાથી બચો, કેમ કે તે ઘાતક બની શકે છે. નિરાશા અને ધન હાની પણ થઇ શકે છે.

3. મિથુન રાશી:

બુધ તમારી રાશિથી બારમાં ભાવમાં ગોચર કરશે. તમને સ્વાસ્થ્ય સાથે જોડાયેલી પરેશાની પણ થઇ શકે છે. વિદેશ યાત્રાનો યોગ બની શકે છે. માનસિક તણાવ પણ વધી શકે છે. ખર્ચામાં વૃદ્ધિની સંભાવના છે. નિવાસ પરિવર્તન થઇ શકે છે. વિવેકથી લેવામાં આવેલો નિર્ણય લાભકારી નીવડશે.

4. કર્ક રાશી:

બુધ તેના 11 માં ભાવમાં સંચરણ કરી રહ્યું છે. વિદેશ સંબંધથી લાભ મળી શકે છે. ભાઈ-બહેનનો સહયોગ પ્રાપ્ત થશે. પ્રેમ જીવનમાં મિશ્રિત પરિણામ હશે. રીશ્તામાં કમ્યુનીકેશન ગેપ નાં રાખશો. આ દૌરાન તમને વધુ ગુસ્સો પણ આવી શકે છે, જેને લીધે અશાંત થઇ શકશો, ખર્ચમાં પણ બઢોતરી થઇ શકે છે.

5. સિંહ રાશી:

બુધ સિંહ રાશિના 10 માં ભાવમાં ગોચર કરી રહ્યો છે. તમને બૌદ્ધિક લાભ પણ થશે. સારા કામના લીધે તમે ચર્ચામાં રહેશો. ઓફિસમાં સિનિયર્સનો સહયોગ મળશે. ઘરનું વાતાવરણ પણ શાંત રહેશે. મોટા ભાઈ-બહેન કેરિયરમાં મદદગાર થશે, પણ નિરાશા પણ હાથ લાગી શકે છે.

6. કન્યા રાશી:

લાભના દ્વાર ખુલી જાશે, નવીન સંપર્ક વધશે,ઘન આગમન થશે. બુધ તમારી રાશિથી 9 માં ભાવમાં ગોચર કરી રહ્યું છે. તમારી કિસ્મત ચમકી શકે છે. માન-સમ્માન વધશે. આર્થીક લાભ પણ થાશે. નવા અવસરો પણ પ્રાપ્ત થશે. જોબમાં પરિવર્તન સંભવ છે. ધાર્મિક કાર્યોમાં રૂચી વધશે, લાંબી યાત્રા પર જઈ શકો છો.

7. તુલા રાશી:

આર્થિક પક્ષથી નિરાશા, દાંપત્ય જીવનમાં કટુતા, જોખમ અને નિવેશથી નુકસાનનો સામનો થઇ શકે છે. કેમ કે બુધ 8 માં ભાવમાં સંચરણ કરી રહ્યો છે. દરેક કામમાં સાવધાની વરતો. ધન હાની થઇ શકે છે. ઈચ્છાનાં વિરુદ્ધ યાત્રા પર જાવું પડી શકે છે. સંઘર્સનાં પછી સારા પરિણામ મળશે. જીવન સાથી ધનનો સંચય કરી શકે છે.

8. વૃશ્ચિક રાશી:

પારિવારિક મનમુટાવ થઇ શકે છે. એકલાપણું મહેસુસ થઇ શકે છે. આર્થિક લાભમાં ખામી આવી શકે છે. બુધ તમારા 7 માં ભાવમાં ગોચર કરી રહ્યું છે. નકારાત્મક ભાષા શૈલીને ન અપનાવો. તેનાથી વિવાદ થઇ શકે છે. જીવન સાથીની સાથે સંબંધ બગડી શકે છે. કોઈ વ્યક્તિની સાથે તમે પ્રેમ સંબંધ બનાવી શકો છો. વ્યાપારમાં સમજણ વર્તો. લાભ મળવાની પ્રબળ સંભાવના છે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.

9. ધનુ રાશી:

મનોકામનાઓ પૂરી થશે, નવીન યોજના માં રૂચી થશે અને પરોપકારની ભાવના જાગૃત થશે. બુધ ગ્રહ તમારી રાશિથી છટ્ઠા ભાવમાં સંચરણ કરશે. જીવન સાથીનાં સ્વાસ્થ્યમાં પડતી આવી શકે છે. બંનેની વચ્ચે વિવાદ સંભવ છે. ખર્ચ વધી શકશે, ઓફિસમાં પ્રમોશન થઇ શકે છે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.

10. મકર રાશી:

કામમાં અવરોધ, યાત્રાથી પરેશાની, વિચારોમાં ઉગ્રતા અને કર્જની ચિંતા વધી શકશે. બુધ તમારી રાશિમાં 5 માં ભાવમાં ગોચર કરશે. જ્ઞાનમાં વૃદ્ધિ થશે. ઉચ્ચ શિક્ષા માટે બીજા સ્થાન જઈ શકો છો. બાળકોનું સ્વાસ્થ્ય સારું રહેશે. પ્રેમ જીવનમાં સુધાર થશે.

11. કુંભ રાશી:

જનસંપર્કનો ભરપુર અવસર મળશે. નવીન ઉપલબ્ધી થશે, પહેલાના વિવાદથી છુટકારો મળવાની સંભાવના વધશે. બુધ ગ્રહ ચોથા ભાવમાં છે. અચાનક ધન લાભ થશે. કામમાં સફળતા પ્રાપ્ત થશે. પણ ખુબ મહેનત કરવી પડશે. વાહન સાવધાનીપૂર્વક ચલાવો. માં ની સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. બાળકોના સ્વાસ્થ્યમાં ગિરાવટ આવી શકે છે. છાત્રો માટે સમય ઉચિત નથી.

12. મીન રાશી:

બુધ ગ્રહ બીજા ભાવમાં હોવાથી લક્ષ્યનાં પ્રતિ સંકલ્પબદ્ધ થશે. સંવાદ શૈલી પ્રબળ થશે. તમારા વિચાર બીજાને પ્રભાવિત કરશે. આર્થિક લાભનો સમય.આમદની માં વૃદ્ધિ થશે, પણ ખુબ મહેનત કરવાની રહેશે. જીવન સાથી ને મોટો લાભ મળી શકે છે. પ્રતિષ્ઠતામાં વૃદ્ધિ થશે. યાત્રાનો યોગ થઇ શકે છે, ભાઈ-બહેનનો સહયોગ પણ મળશે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.

Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here