વૃદ્ધાવસ્થાની વ્યથા કથા – ઘરમાં વૃદ્ધો નડે છે ને વૃદ્ધાશ્રમમાં વેઇટિંગ છે….આખરે બિચારા વૃદ્ધો જાય તો જાય ક્યાં ?

0

‘વસુધૈવ કુટુંબકમ’માં માનનારા ભારતીયો હવે સંયુક્ત કુટુંબ પ્રથાને ભૂલીને વિભક્ત કુટુંબ પ્રથા અપનાવવા લાગ્યા છે. એમાંય ભારતમાં ઘણા સમયથી વૃદ્ધોની સ્થિતિ તો ઘણી જ દયનીય બનતી જાય છે. દિવસે ને દિવસે પરિસ્થિતી ખૂબ જ ગંભીર બનતી જાય છે. તો ચાલો આજે વાતા કરીએ વૃદ્ધોની વ્યથાની.

આજકાલ મોબાઇલના યુગમાં યુવાન આજે મોબાઇલમાં ધૂસીને દુનિયા ફરતો જોવા મળ્યો છે. જ્યારે ઘરમાં બીમાર વૃદ્ધને હોસ્પિટલ લઈ જવાનો કે તેમની પાસે બેસીને તેમના ખબર પૂછવાનો પણ સમય નથી.
આમ તો આજકાલ ઘરે ઘરે આ જ પરિસ્થિતી જોવા મળી રહી છે. શહેરના મેઘાણીનગરમાં રહેતા ગણપતભાઈ મકવાણા ના કહેવા મુજબ તે પોતે સુથારીકામ કરીને , મહેનત કરીને ઘરનું પૂરું પડતાં હતા ને એમને ત્રણ દીકરા છે એમના બધા જ સપનાઓ પૂરા કરવા માટે રાત દિવસ એક કરીને મહેનત મજૂરી કરતાં ને બધા જ દીકરાને પોતાના ઘરના ઘર અને એમનો સંસાર વસાવી આપ્યો. આખરે હવે વૃદ્ધાવસ્થામાં તેમનો સહારો માનતા અને લાકડીના ટેકા સમાન ત્રાણ ત્રાણ દીકરા હોવા છતાં હાલ તેઓ પીટીઆઇ પત્ની વૃદ્ધાશ્રમમાં રહે છે. અને એ કહે છે કે અમે બંને પતિ પત્ની વૃદ્ધાશ્રામમાં રહીએ છીએ. પરંતુ અમારો બધો જ ખર્ચ મારા ત્રણેય દીકરાઓ નહી પણ મારો ભાઈ ઉઠાવે છે. આજ સુધી તે તેમના પૌત્ર કે પૌત્રીઓને પણ મળ્યા નથી ને તેમનું મોઢું પણ જોયું નથી. એ તો ઠીક પણ વાર ત્યોહારે પણ તેમના દીકરાઓ તેમને મળવા માટે આવતા નથી.

હવે બીજા એક વૃદ્ધાની પણ આવી જ કથની છે. એમની વાત સાંભળશો તો પણ તમારા રુવાંટા ખડા થઈ જશે. મૂળ મૂળી ગામના હંસાબેન હાલ અમદાવાદ રહે છે, તે જવાવે છે કે જ્યારે મોરબી હોનારત થયું ત્યારે તેમનો પરિવાર ર=તણાઇ ગયો હતો ને તેમના પતિ બચી ગયા હતા. પરંતુ હોનારત પછી તેમના પતિ તેમને પિયરથી લઈ ગયેલ નહી અને તે તેમના પિયર જ રહેવા લાગ્યા હતા.

તેમને ત્રાણ ભાઈ હતા..જે બધાને સારી પોલીસકર્મી તરીકે સરકારી નોકરી મળી ગઈ હતી. હવે દીકરીને ક્યાં સુધી પિયરમાં સાચવે ? આખરે એક નાનું મકાન હંસાબેનને લઈ દીધું ને એમાં જ તેમને તેમની માતા સાથે રહેવા જણાવી દીધું. તેમના પિતા મૃત્યુ પામ્યા હતા. પછી તેમના પિતાનું મકાન ત્રણેય ભાઈએ પચાવી પાડ્યું અને તેમના બધા જ દસ્તાવેજ પણ લઈ લેવામાં આવ્યા. એ પછી સાબરમતી પાસે આવેલ જીવન સંધ્યા નામના વૃદ્ધા શ્રમમાં તેમના ભાઈ મૂકી ગયેલ. અને કહ્યું કે વીકમાં અમે મળવા આવશુ…પંતૂ કોઈ ક્યારેય મળવા આવતું નથી.

જીવન સંધ્યા વૃદ્ધાશ્રમ ને જ્યારે હંસાબહેને જણાવ્યુ કે તેમના બધા જ અગત્યના દસ્તાવેજ અને આઈ.ડી પ્રૂફ તેમના ભાઈએ લઈ લીધા છે. ત્યારે આ વાત તેમને પોલીસ કમિશ્નરને જણાવી ને તેમના ભાઈ પાસેથી બધા જ ડૉક્યુમેન્ટ અને આધાર પુરાવા તેમને અપાવ્યા હતા.

આ વૃદ્ધાશ્રામમાં ઘણા વૃદ્ધો રહે છે. જેમાં 11 થી વધારે તો કપલ જ રહે છે.
ગુજરાતમાં દિવસે ને દિવસે વૃદ્ધાશ્રમ વધતાં જાય છે. આપણાં રંગીલા રાજકોટમાં જ 8 થી વધારે વૃદ્ધાશ્રમ આવેલા છે. આજથી થોડા વર્ષ પહેલા માત્ર 4 જ વૃદ્ધાશ્રમ હતા જે વધીને આજે 11 કરતાં પણ વધારે થઈ ગયા છે. આજકાલ વડીલો ઘરમાં નડે છે. એ લોકો જૂનવાની છે એવી આજના યુવાનની માનસિકતા બંધાઈ ગઈ છે. રાજકોટમાં જ આવે સદભાવના વૃદ્ધાશ્રમમાં માં તો ખાલી નિસંતાન વડીલોને જ રાખવામા આવે છે. બાકી બીજા બધા વૃદ્ધાશ્ર્મમાં તો દીકરાઓ હોવા છતાં વડીલોને વૃદ્ધાશ્રમનો સહારો લેવો પડે છે. આ બધા જ વૃદ્ધાશ્રમોમાં વૃદ્ધોની રહેવામાટેની અરજીઓ પણ પેન્ડિંગ પડેલી રહે છે. એટલી સંખ્યામાં વૃદ્ધો વૃદ્ધાશ્રમનો સહારો લઈ રહ્યા છે.

ભાવનગર જિલ્લાના 63 વર્ષના રમેશભા જણાવે છે કે હું લગભગ 8 મહિનાથી સદભાવ ના વૃદ્ધાશ્રમ માં રહેવા આવ્યો છું. મારી પત્નીએ તેનું લાંબી બીમારી બાદ જીવન ટૂંકાવ્યું ને હું એ પછી અહીંયા રહેવા આવ્યો છુ. હું પોતે સુથારી કામ કરતો હતો.

રાજકોટ શહેરમાંજ આવેલો રમણિક કુંવર બા વૃદ્ધાશ્રમના જ કર્તાહર્તા ભાવનાબહેન જોશીપુરાએ કહ્યું કે, અમારા વૃદ્ધાશ્રમમાં અવારનવાર વડીલો આવતા જ રહે છે. ક્યારેય ખાલી રહેતો નથી. કેટલીક વાર એવું પણ બને છે કે પહેલા માતાપિતાને જે સંતાન મૂકી જાય છે એ થોડા જ દિવસમાં એમને પાછા પણ લઈ જાય છે. અમે મોટાભાગે જરૂરિયાતમંદ વડીલોને જ મદદ કરીએ છીએ.

એક સામાજિક કાર્ય સાથે જોડાયેલા મિતલબહેન જણાવે છે કે અમુક વૃદ્ધાશ્રમમાં તો વૃદ્ધોના નિભાવનો ખર્ચ પણ લેવામાં આવતો નથી ને વૃદ્ધોને ઘર જેવુ જ વાતાવરણ , પ્રેમ અને હૂંફ પણ મળી રહે છે.

રંગીલા રાજકોટમાં આવેલ વૃદ્ધાશ્રમની સંખ્યા :

  • ઢોલરામાં આવેલ દીકરાનું ઘર
  • રાજકોટમાં આવેલ સદભાવબા
  • ગોંડલ રોડ પર આવેલ રમણિક કુંવર બા વૃદ્ધા શ્રમ
  • રતનપરમાં આવેલ મહેશ્વરી માતા વૃદ્ધા શ્રમ
  • કાલાવડ રોડ પર આવેલ અંધ અને અપંગનો વૃદ્ધા શ્રમ0
  • એરપોર્ટ રોડ પર આવેલ માતૃછાયા વૃદ્ધા શ્રમ
  • આનંદનગરમાં આવેલ દીકરી નું ઘર વૃદ્ધા શ્રમ
    રતનપરનો વૃદ્ધા શ્રમ

હવે જોઈએ વડોદરામાં આવેલ વૃદ્ધાશ્રમ :
વડોદરા જીલ્લામાં જલારામ હોસ્પિટલ દ્વારા જ સંચાલીત એક વૃદ્ધાશ્રમ વારસીયામાં અને બીજો નિઝામપુરામાં આવેલો છે. આ વૃદ્ધાશ્રમના ટ્રસ્ટી મનહર ભાઇ પોરસવાણીયાએ જણાવ્યું હતું કે, આ વૃદ્ધાશ્રમ અમે 1988 માં ચાલુ કર્યો હતો.એ સમયે અમારી પાસે માત્ર 12 જ વ્યક્તિ હતા. આજે અમારી પાસે 25 વ્યક્તિઓ છે. વૃદ્ધાશ્રમમાં માત્ર ચાલીસ લોકોની જ ક્ષમતા છે. અમે અહીયા રહેતા વૃદ્ધોને તેમના પરિવારને મળવા અને ઘરે રોકવા માટે પણ જવા દઈએ છીએ.

એવી જ રીતે નિઝામપુરા રોડ પર આવેલ વૃદ્ધાશ્રમ છેલ્લાં 50 વર્ષથી શરૂ છે જે જલારામ મંદિર દ્વારા જ સંચાલિત છે. અહીના મેનેજર રમણ ભાઇ રાણા છે. જેઓ જણાવે છે કે, આ વૃદ્ધાશ્રમ માં હાલ પાંચ પુરૂષ અને ચાર મહિલાઓ રહે છે. તેઓને અમે તેમના પરિવારને મળવા અને ઘરે રોકવા માટે પણ જવા દઈએ છીએ. કોઈ બંધન અમે રાખતા નથી.

વારસીયા માં કાર્યરત વૃધ્ધાશ્રમ માં બોમ્બેના એક વેપારી પંદર વર્ષથી રહે છે. તેઓ કહે છે કે મને ઘર યાદ આવતું નથી, દીકરા દીકરીઓ મળવા માટે આવે છે ને પૈસા પણ આપી જાય છે. વૃદ્ધાશ્રમમાં મારી જિંદગી કર્મને આધારીત છે. અને આટલી ઉંમરે પહોંચ્યા પછી મને કોઈ પરિવારનું સભ્ય પણ યાદ આવતું નથી,

હવે જોઈએ સુરત શહેરનાં વૃદ્ધાશ્રમો :
સુરતમાં જ વેસુ ખાતે આવેલ અંબિકા નિકેતન ટ્રસ્ટ દ્વારા સંચાલિત વૃદ્ધાશ્રમ ના મેનેજર કહ્યું હતું કે, આ વૃદ્ધાશ્રમના આજકાલ કરતાં પૂરા 33 વર્ષ થયા છે અને અહીંયા સો કરતાં પણ વધારે વૃદ્ધો છે અને 90 જેટલું તો વેઇટિંગ ચાલે છે. અહીંયા હવે પાંચ માળની બિલ્ડીંગ પણ બની રહી છે. તેમજ ઘણા વડીલો દાતાઓની સહાયથી રહે છે તો ઘણા ચાર્જ થી રહે છે. થી વધુ વૃદ્ધો ક્યારેય થયા હોય તેનું યાદ નથી.5થી 6 મહિનાથી નવી ભરતી બંધ કરી દેવામાં આવી છે. નવી 5 માળની 40 રૂમવાળી બિલ્ડીંગ બની રહી છે. 100 જેટલું વેઈટીંગ છે. અને 1500થી 4000 સુધીનો ચાર્જ છે. કેટલાક વૃદ્ધો દાતાઓની સહાયથી ફ્રીમાં રહે છે.

ભાઠામાં આવેલ શ્રી મોઢેશ્વરી હિતવર્ધક મંડળ દ્વારા સંચાલિત વૃદ્ધાશ્રમના જ મેનેજર દિનેશભાઈ કહે છે કે, આ વૃદ્ધાશ્રમની સ્થાપના 2008માં થયેલ છે. અહીંયા હાલ 52 વૃદ્ધો છે જે મોટેભાગે સૂરતનાં જ છે.

અડાજણના જ પૂર્વ સરપંચ અને એક સમયના કરોડપતિ પણ રહે છે આ વૃદ્ધાશ્રમમાં

વેસુમાં આવેલા અંબિકા નિકેતન ટ્રસ્ટ દ્વારા સંચાલિત વૃદ્ધાશ્રમ લક્ષ્મીબહેન રહે છે. તેઓ જણાવે છે કે તેમને અને તેમના પતિને પોતાનાં જ સંતાનો અહીંયા મૂકી ગયા છે. તેઓ અડાજનના સરપંચ રહ્યાં હતા. અને કરોડોની જમીનનાં માલિક પણ છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક લાગણીસભર વાર્તાઓ વાંચો ફક્ત ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here