શરીર માં વિટામિન બી 12 કેમ જરૂરી છે? વાચો વિટામિન બી 12 ની સંપૂર્ણ જાણકારી

આપણે શરીર ને તંદુરસ્ત રાખવા અને સ્વસ્થ રાખવા માટે ઘણા પ્રકાર ના ન્યુટ્રિએંટ્સ ની જરૂરત હોય છે. આવા સમયે શરીર ને વિટામિન ની આવશ્યકતા હોય છે. આ વિટામીનો માં બી 12 પણ એક છે. જો શરીર માં વિટામિન બી 12 ની કમી થઈ જાય તો યાદ શક્તિ પર તેની અસર થાય છે. તમે થાક જેવુ અનુભવો છો. આ સિવાય તમે ડ્રીપ્રેશન ના દર્દી પણ થઈ જાવ છો. તો આવો સૌપ્રથમ આપણે વિટામિન બી 12 નું શરીર માં શું મહત્વ છે તેના વિષે જાણી લઈએ.

સ્વસ્થ રહેવા માટે આપણે હંમેશા સંતુલિત અને પૌષ્ટિક આહાર એવો જોઈએ. પરંતુ ઘણી વખત ખોરાક માં ફેરફાર થવા થી આપણી તબિયત પર તેની અસર થાય છે. આ માટે શરીર ને યોગ્ય રીતે કામ કરવા માટે વિટામીનો ની જરૂર હોય છે. એવી જ રીતે મગજ અને શરીર નું સંતુલન યોગ્ય રીતે ચલાવવા માટે વિટામિન બી 12 ની જરૂર છે.

શરીર માં વિટામિન બી 12 કેમ જરૂરી છે

વિટામિન બી 12 આપણાં શરીર માં મળતા જીન્સ (ડીએનએ) ના નિર્માણ કરવા અને તેની સંભાળ નું કાર્ય કરે છે. આ મગજ, સ્પાઇનલ કોર્ડ, અને નસો ના ઘણા તત્વો ની રચના કરવા માં મદદ રૂપ થાય છે. આપણાં શરીર માં રક્ત ના રેડ બ્લડ સેલ્સ નું નિરમાન પણ આ જ કરે છે. આ ઉપરાંત તે વિભિન્ન અંગો માટે વિભિન્ન પ્રકાર ના પ્રોટીન પણ ઉત્પન્ન કરે છે.

વિતમની બી 12 થવા ના કારણો

  • જો કોઈ ને લાંબા સમય માટે એનીમિયા ની બીમારી રહેતી હોય તેને આ રોગ થઈ શકે છે.
  • શાકાહારી લોકો માટે આ વિટામિન ની કમી થવા ની સંભાવના વધુ રહે છે. કેમ કે આ વિટામિન વધારે પડતો પશુઓ ના આહાર માં મળે છે.
  • શરીર માં આ વિટામિન ની કમી આનુવાંશિક પણ હોઈ શકે છે.
  • આંતરડા ની બીમારી ના કારણે, થઈ શકે છે, કારણ કે તેના કારણે વિટામિન બી 12 ને લઈ નથી શકતા.
  • આંતરડા અને વજન ઓછું કરવા ની સર્જરી થી પણ તમારા શરીર માં વિટામિન બી 12 ની કમી ઉત્પન્ન થઈ શકે છે.

વિટામિન બી 12 થવા ના લક્ષણો

  • જો શરીર માં વિટામિન બી 12 ની ઉણપ હોય તો હાથ-પગ માં ખાલી ચડવી, ધ્રૂજવા વગેરે થવા લાગે છે
  • યાદ શક્તિ ઓછી થઈ જાય છે.
  • જીભ માં સોજો અને ચાંદા પડવા.
  • ચામડી નો રંગ પીળો પડવો, ચાલવા માં થાક લાગવો.
  • ડ્રીપ્રેશન, થાક, નબળાઈ મહેસુસ થવી.
  • જો શરીર માં વિટામિન બી 12 ની વધુ પડતી કમી હોય તો વ્યક્તિ ની સ્પાઇનલ કોર્ડ ની નસ બંધ થઈ શકે છે અને પેરેલેસિસ નો એટેક પણ આવી શકે છે.

વિટામિન બી 12 ની ઉણપ ના ઉપચાર

  • ઈંજેકશન – વિટામિન બી 12 ની ઉણપ ને દૂર કરવા માટે સ્નાયુઓ માં ઈંજેકશન દેવા માં આવે છે.દર્દી માં વિટામિન બી 12 ની ઉણપ ની માત્રા અનુસાર ઈંજેકશન એક કે બે દિવસ ના અંતરે એક મહિના માટે દેવા માં આવે છે. જરૂર જણાય તો 3 મહિના પછી બુસ્ટર ડોઝ આપવા માં આવે છે. સમય-સમય પર દર્દી ના લોહી ની તપાસ કરવા માં આવે છે અને ઉણપ લાગે તો ઈંજેકશન નો કોર્સ કરવો પડે છે.
  • દવા – વિટામિન બી 12 ની ઉણપ જો વધારે પડતી ના હોય તો ડૉકટર તમને વિટામિન બી 12 ની ગોળી પણ લખી ને આપી શકે છે.
  • આહાર – ઈંજેકશન અને દવા ની સાથે દર્દી એ પોતાના ખોરાક માં પણ વિટામિન બી 12 યુક્ત ખોરાક લેવો જોઈએ. શાકાહારી વ્યક્તિ પોતાના ખોરાક માં દૂધ, ચીઝ, જેવા દૂધયુક્ત આહાર અને એવો ખોરાક કે જેમાં વિટામિન બી 12 હોય તેનો સમાવેશ કરવો જોઈએ. માંસાહારી વ્યક્તિ પોતાના ખોરાક માં ઈંડા, ચિકન, લૈમ્બ અને સી ફ્રૂડ લૈ શકે છે.
  • જે લોકો શાકાહારી છે તેમણે અનાજ, સોયાબીન થી બનેલા ખોરાક અને યીસ્ટ નું સેવન કરવું જોઈએ. જો તમને આ વિટામિન ની ઉણપ વધારે પડતી હોય તો નિયમિત તેની તપાસ કરવી જોઈએ.
  • જે લોકો ડાયાબિટીસ ની દવા લેતા હોય કે અન્ય એસિડ યુક્ત દવા લેતા હોય તેઓ  એ તેમણે પણ નિયમિત રૂપ થી વિટામિન બી 12 ના લેવલ ની દવા ઓ લેવી જોઈએ. કારણ દરેક દવા વિટામિન બી 12 ના લેવલ પર અસર કરે છે.

આમ વિટામિન બી 12  એ આપણાં શરીર ના સ્વાસ્થ્ય અને સંતુલન માટે ખૂબ જ જરૂરી છે.

માધવી આશરા ‘ખત્રી’

Author: GujjuRocks Team
રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!