ઓલટાઈમ ફેવરીટ વેજીટેબલ હાંડવો બનાવો, રેસિપી વાંચો સ્ટેપ બાય સ્ટેપ એકદમ સરળ આ રીતે બનાવો

0


વેજીટેબલ હાંડવો:(ઇન ઓવન)
હાઇ ફેન્ડસ આજે હું તમારા માટે ઓલટાઈમ ફેવરીટ રેસીપી લઈને આવી છુ જે નાના મોટા સૌની મનપસંદ વાનગી છે.અને એ પણ ખૂબ જ ઓછા ટાઈમમાં બની જાય એ રીતે.
સામગી્:

 • ચોખા-૧ કપ
 • ચણાની દાડ-અડધો કપ
 • અડદની દાડ- ૧/૪ કપ
 • તુવેરની દાડ- ૧/૪ કપ
 • સૂકી મેથી- ૧ટી સ્પૂન
 • ખાટુ દહીં/છાશ- અડધો કપ
 • દૂધી-અડધો કપ (છીણેલી)
 • કોબીજ- ૧/૪ કપ
 • ગાજર- ૧/૪ કપ
 • વટાણા- ૧/૪ કપ
 • બો્કોલી/ફ્લાવર-૧/૪ કપ
 • ફણસી-૧/૪ કપ
 • કેપ્સીકમ-૧/૪ કપ
 • આદુ મરચા લસણની પેસ્ટ-૧ ટેબલ સ્પૂન
 • લાલ મરચુ પાઉડર-૧ ટી સ્પૂન
 • હડદર-૧ ટી સ્પૂન
 • ધાણાજીરૂ-૧ ટી સ્પૂન
 • ગરમ મસાલો-૧ ટી સ્પૂન
 • મેથીનો મસાલો-અડધો ટી સ્પૂન(ઓપ્શનલ)
 • ખાંડ/ગોડ-૧ ટેબલ સ્પૂન
 • મીઠુ-સ્વાદ મુજબ
 • બેકીંગ સોડા/ઈનો-હાફ ટી સ્પૂન

વઘાર માટે:

 • તેલ-૨ ટેબસ સ્પૂન
 • રાઇ-૧ ટી સ્પૂન
 • જીરૂ-૧ ટી સ્પૂન
 • તલ-૧ ટી સ્પૂન
 • મીઠો લીમડો-૫-૬ પાન
 • સૂકુ લાલ મરચુ-૧ નંગ
 • કોથમીર-ગાનૅીશીંગ માટે

રીત:
ચોખા અને બધી દાડને સરખી રીતે ધોઇને ૪-૫ કલાક માટે પલાડી દો. પલડી જાય એટલે પાણી નીતારીને મિક્સરમાં પીસીને મીડીયમ થીક ખીરુ રાખો. ખીરામાં ખાટુ દહીં અને સૂકી મેથીના દાણા ઉમેરીને આથો આવે એવી જગ્યાએ ૮-૧૦ કલાક માટે મૂકો. એક પેનમાં તેલ ગરમ થાય એટલે બધા વેજીટેબલ્સ સાંતડી લો.

સંતડાઇ જાય એટલે ખીરામાં ઉમેરી દો અને બધા મસાલા ઉમેરીને સરખુ મિક્સ કરી દો.તેલ ગરમ થાય એટલે ઇ,જીરૂ,તલ,મીઠો લીમડો,સૂકુ લાલ મરચુ,હીંગ ઉમેરીને વઘાર તૈયાર કરો. ઓવનનાં પેનને બધી બાજુ તેલથી ગી્સ કરી થોડો વઘાર રેડો. તૈયાર કરેલા ખીરામાં ૧ટીસ્પૂન તેલ અને ૧ટી સ્પૂન બેકિંગ સોડા અથવા ઈનો ઉમેરીને સરખુ હલાવીને ઓવનના પેનમાંઉમેરી બાકી વધેલો વઘાર ઉપર ઉમેરો અને થોડા તલ ઉપરથી સ્પી્ંકલ કરી ઓવનમાં ૧૮૦ ડિગરી તાપમાન પર ૩૦ મિનિટ માટે બેક કરો.

૩૦ મિનિટ પછી ટુથપીક અથવા નાઇફથી ચેક કરો. રૂમ ટેમ્પરેચર પર આવે એટલે કોથમીરથી ગાનૅીશ કરી સવૅ કરો.

વેરીયેશન:
હાંડવાનો લોટ તૈયાર મડે છે એનો પણ બનાવી શકો છો આથો આ રીતે જ લાવવાનો છે. ઓછા ટાઇમમાં બનાવવો હોય અથવા ઠંડીમાં આથો લાવવા માટે ખીરામાં હાફ ટી સ્પૂન બેકિંગ સોડા ઉમેરી ગરમ જગ્યાએ અથવા ઓવન કે માઈકો્વેવ હોય તો તેની અંદર મૂકી દો તો આથો આવી જશે. વેજીટેબલ્સ ના એડ કરવા હોય તો ખાલી દૂધીનો પણ બનાવી શકો છો રીત સરખી જ છે બનાવાની. લીલી મેથી,બટાકુ,ડુંગડી ઉમેરી શકો છો. બટાકા,ડુંગડી,ગાજર છીણીને કે ઝીણા સમારીને લઇ શકાય.છીણીને લો તો પાણી સરખુ નીતારી લેવુ.

વેજીટેબલ્સ સાંતડીને લેવાથી ટેસ્ટ સારો આવે છે. મેથીનો મસાલો ઓપ્શનલ છે પણ એડ કરવાથી તીખાશ સારી આવે છે.
આથો સરખો આવી ગયો હોય તો બેકિંગ સોડા કે ઈનો ના એડ કરો તો ચાલે પણ એડ કરવાથી જાડી પડે છે અને હાંડવો ફૂલીને સોફ્ટ અને સ્પોંજી બને છે. ઓવન ના હોય તો પેનમાં વઘાર કરીને ખીરુ પાથરીને મીડિયમ આંચ પર ૪૦-૪૫ મિનિટમાં થઇ જશે. ખીરાને નોનસ્ટીક પેન જેમાં ઢોંસા બનાવીએ તેની પર થીક પાથરીને ડંગેલા(જાડા પૂડલા) પણ બનાવી શકીએ. તો તૈયાર છે ઓલટાઈમ ફેવરીટ હાંડવો આજે જ બનાવો તમારા કિચનમાં અને કમેન્ટસમાં જણાવજો કેવો લાગ્યો.

Author: GujjuRocks Team
By: Bhumika Dave

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે અમને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – GujjuRocks – ગુજ્જુરોક્સ

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here