વરિયાળીમાં છુપાયેલો છે તંદુરસ્તીનો ખજાનો, 99% લોકોને ખબર નહિ હોય આ ચમત્કારિક ફાયદા….વાંચો સ્વાસ્થ્ય ટિપ્સ

0

ભાગ્યેજ કોઈ વ્યક્તિ હશે જે તે વરિયાળીથી પરિચિત ના હોય વરિયાળીને મસાલાઓની રાણી પણ કહેવામા આવે છે. આમ જોવા જઇયે તો વરિયાળી નાની અને મોટી બે પ્રકારની હોય છે અને બંને પ્રકારની સુગંધી હોય છે, વરિયાળીનો ઉપયોગ અથાણાં અને સબજીમાં ટેસ્ટી અને સુગંધી બનાવવા માટે અને એક ઔષધિના રૂપમાં પણ વધારે ઉપયોગ કરવામાં આવે છે. આયુર્વેદમાં કહ્યા મુજબ વરિયાળી ત્રિદોષ નાશક હોવાની સાથે તે બુદ્ધિ વર્ધક અને રુચિ વર્ધક પણ છે. આ નાની દેખાતી વરિયાળીમાં બીજા એવા કેટલાય ગુણો છે જે કેટલીય બીમારીઓનો નાશ કરે છે.

૧૦૦ ગ્રામ વરિયાળી ને બરોબર પીસી લઈ તેમાં દળેલી ખાંડ મિક્સ કરો. જમ્યા પછી તેની બે ચમચી સવારે અને સાંજે પાણી સાથે લેવાથી પાચન સારી રીતે થાય છે. તમારે લઈ શકોટો એક કપ પાણીમાં અડધી ચમચી વરિયાળી નું ચૂર્ણ લઈ પાંચ મોટી એલાયચી નાખીને ઉકાળો પાણી અડધું થાય એટ્લે તેને ગાળી લઈ તેમાં દૂધ મિક્સ કરીને ઉકાળો. આ દૂધને નાના-મોટા દરેક લઈ શકે છે. તેનાથી પાચન શક્તિ વધે છે અને પેટને લાભ થાય છે.

પેટ ભારે લાગતું હોય તો લીંબુના રસમાં ભેળવીને વરિયાળી પલાળીને જમીને તેને મુખવાસ તરીકે ખાવાથી તકલીફ દૂર થાય છે. તવા ઉપર સેકેલી વરિયાળી બે-બે ચમચી દિવસમાં એક થી ચાર વખત લેવાથી પેટને જોડેલી તકલીફો દૂર થાય છે.

બાળકોને પાણીમાં વરિયાળી ઉકાળીને પીવડાવવાથી પાતળા ઝાડા બંધ થઈ જાય છે. નાના બાળકોને કોઈપણ રૂપમાં વરિયાળી, વરિયાળીનો અર્ક, વરિયાળીથી ઉકળેલું પાણી આપવાથી કોઈ તકલીફ રહેતી નથી અને બાળક સ્વસ્થ રહે છે અને કમજોરી દૂર કરે છે.

જે મહિલાઓને ગર્ભ ધારણ કરવામાં તકલીફ પાડવાની સમસ્યા રહેતી હોય તો તેમણે પાંચ થી છ ગ્રામ વરિયાળી ચૂર્ણ ને હિંગની સાથે લેવું જોઇયે આમ કરવાથી ત્રણ થી ચાર માહિનામાં ગર્ભ ધારણ કરવા માટે યોગ્ય થઈ જશે. એવિજ રીતે વરિયાળી ચૂર્ણને ઘી ની સાથે પણ લઈ શકાય છે. વરિયાળી ચૂર્ણને ગુલ્કન સાથે લેવાથી ગર્ભપાતની સમશ્યા દૂર થઈ જાય છે. જે મહિલાઓને સ્તનપાન વખતે ઓછું દૂધ આવવાની ફરિયાદ હોય તો તેમણે વરિયાળી, સફેદ જીરા, મિસરી સરખા પ્રમાણમા મિક્સ કરીને એક એક ચમચી પાણી અથવા દૂધની સાથે લેવાથી લાભ થાય છે.

કોઈ વ્યક્તિઓને કોઈ કારણસર નીંદર આવતી નથી તેવી પરિસ્થિતિમાં વરિયાળી નું ચૂર્ણ બનાવીને દૂધ અથવા સાકર મિક્સ કરીને લેવાથી નીંદર સારી આવે છે રાત્રે જમ્યા પછી અને સૂતા પહેલા વરિયાળીની ચા પીવાથી જમવાનું હજામ થઈ જાય છે અને નીંદર પણ સારી આવે છે.

ધરા ત્રિવેદી

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here