રાત્રે સુતા પહેલા જો ભૂલથી પણ આ 5 વસ્તુઓ ખાધી તો તરત જ વજન વધવા માંડશે, જાણો આ 5 વસ્તુઓ વિશે

0

આજના ફેશન ભરેલા જમાનામાં લોકો જાણે કે મોટું શરીર ને મોટા પેટને લીધે પરેશાન બની ગયા છે. એવામાં જાડી યુવતીઓને જાણે ઘણી એવી સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. સાથે જ ઘણી વાર આપણું આજ મોટું શરીર એક મજાક બનીને રહી જાતું હોય છે.

આ સમસ્યાના હલ માટે લોકો જીમમાં જઈને પરસેવો પાડે છે, વ્યાયામ, યોગા વગેરે કરીને પોતાના શરીરને કંટ્રોલમાં રાખવાની કોશિશ કરે છે. સાથે જ ઘણા લોકોને તો વ્યાયામ માટેનો સમય ન મળતા તેઓ ડાયેટ પ્લાન કરે છે, પણ તેને લીધે ઘણી વાર શરીરને જરૂરી એવા ઘટકો ન મળતા શરીરને પાતળું કરવાના ચક્કરમાં શરીરને ઘણીવાર નુકસાન થતું હોય છે, એવામાં સ્વાસ્થ્ય પણ બગડી શકે છે.

માટે તમારી આ સમસ્યાનું સમાધાન અમે લાવ્યા છીએ. જેમાં તમારે કોઈ પણ પ્રકારના વ્યાયામ કે ડાયેટ કરવાની જરૂર નથી. જરૂર છે તો  માત્ર અમુક વસ્તુઓનો બહિસ્કાર કરવાની.

અમુક વસ્તુ કે જેને રાતે ખાવી હિતાવહ નથી. તેવું કરવાથી શરીર નો મોટાપો વધી શકે છે. બસ અહી આપેલી ટીપ્સ પ્રમાણે ચાલતા જાઓ, મોટાપાને ઉતરતા બીલકુલ પણ વાર નહી લાગે.

મેંદો: સુતા પહેલા મેંદાની બનેલી કોઈ પણ વસ્તુ ખાવી મોટાપામાં વધારો લાવી શકે છે. કેમ કે મેંદામાં ખુબ વધુ માત્રામાં કેલેરી હોય છે, માટે સુતા બાદ આપળી પાચન શક્તિમાં ઘટાડો આવી જતો હોય છે, માટે મેંદો પચતા ખુબ સમય લાગે છે. માટે મેંદાવાળી વસ્તુને ખાવી ટાળવી જોઈએ.

સફેદ માખણ: સફેદ માખણ એટલે કે ઘરે બનાવેલા માખણમાં ફેટની માત્રા ખુબ વધુ હોય છે, માટે તેને સુતા પહેલા ખાવાનું ટાળો. બાકી શરીરને વધવામાં વાર નહિ લાગે.

ક્રીમ: જો કે દુધ શરીર માટે ખૂબ લાભદાયી હોય છે. પણ ભરપુર મલાઈ કે ક્રિમ ભરેલું દૂધ મોટા શરીરને આમંત્રિત કરે છે. માટે બની શકે તો તેને દિવસ દરમિયાન જ પીવું.

વ્હાઈટ બ્રેડ: વ્હાઈટ બ્રેડમાં મોટા પ્રમાણમાં કાર્બોહાઈડ્રેટ્સ હોય છે. જે શરીરની ચરબી વધારી શકે છે. માટે સુતા પહેલા બ્રેડ ખાવી ટાળો.

કેળા: કેળામાં ખુબ વધુ માત્રામાં સુગર અને કેલેરી માલુમ પડી છે જે શરીરમાં ફેટ વધારવામાં મદદ કરે છે.  માટે સુતા પહેલા કેળાનું સેવન કરવું અવશ્ય ટાળવું જરૂરી છે.


Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!