આ ગામ અટલ બિહારી બાજપેયીને હતું અતિ પ્રિય, આજે છે આ ગામ ભારતનું બેસ્ટ પર્યટક સ્થળ… જુવો Photos

0

અટલજી કવિતાઓ વાંચવાના, લખવાના અને ફરવાની સાથે સાથે ખાવા પીવાના પણ ખૂબ શોખીન હતાં. લોકો એવું જ વિચારતાં હશે આટલાં મહાન વ્યક્તિ ફરવા તો વિદેશ જ જતાં હશે. સાચું ને ? , પણ ના, એ તો આપણાં ભારતનાં જ આવેલાં એમનાં ગમતા શહેરોમા જ રજાઓના દિવસોમાં ફરવા જતા ને ફરવાનો આનંદ માણતા.એમાય હિમાચલ પ્રદેશમાં આવેલું પર્યટક સ્થળ મનાલી તો એમની સૌથી પ્રિય જગ્યા.

સતત ત્રણ ત્રણ વાર પ્રધાનમંત્રી બનનાર ને ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાનું હમણા જ દુખદ અવસાન થયું છે. તેમણે છેલ્લાં શ્વાસ દિલ્હીની એમ્સ હોસ્પીટલમાં લીધાં હતાં. ૯૩ વર્ષનાં બાજપેયીની તબિયત એકદમ ખરાબ થઈ જતાં એમને એમ્સમાં સતત ૯ અઠવાડીયા સુધી સારવાર હેઠળ રાખેલ. સારવાર દરમ્યાન છેલ્લી ૨૪ ક્લાક તો એમને લાઈફ સપોર્ટ સિસ્ટમ પર જ રાખવામા આવેલ. પરંતુ વેન્ટિલેટર દેખાતી લાંબી લાંબી રેખાઓ અચાનક જ ભૂંસાઈ ગઈ ને એમનો પવિત્ર આત્મા પંચતત્વોમાં વિલીન થઈ ગયો.

ચાલો આજે જાણીએ આ મહાન ને નેતાના ફરવાના શોખ વિશે :

અટલજી કવિતાઓની સાથે સાથે ફરવાનો પણ અનેરો શોખ હતો. એટલું જ નહી અમુક જગ્યાઓતો એમને વધારે પસંદ હતી. જ્યાં તેઓ સમય મળે કેઇ તરત જ  જવાનું પસંદ કરતાં. એમની પ્રિય જગ્યાઓમાં હિમાચલ પ્રદેશમાં આવેલું મનાલી, રાજસ્થાનમાં આવેલું માઉન્ટ આબુ અને અલ્મોડા.

પૂર્વ પી.એમ અટલ બિહારીને હિમાચલ પ્રદેશનાં મનાલી પાસે આવેલ પ્રીણી ગામ તો એમનાં માટે ખાસ હતું. એ વારંવાર રજાઓનાં દિવસોમાં જતાં. ત્યાંનાં રહેવાસીઓને ઘણી બધી મૂશ્કેલીઓમાંથી પસાર થવું પડતું હતું. તેમ છ્તાં આ ગામનાં ગામવાસીઓ અટલજીની આવવાની જ રાહ જોતાં હતાં.

પ્રધાનમંત્રી બન્યાં પછી પણ જવાનું તો યથાવત જ રાખ્યું :

અટલજીની આ વાત જાણીને તમે પરેશાન થઈ જશો, કેઇ અટલજી જેટલીવાર પ્રધાનમંત્રો બન્યાં તેટલીવાર આ પ્રીણી ગામ ભૂલ્યા વગર જતાં. આ ગામ પ્રત્યે એમને લગાવ દિલથી હતો. કારણ બસ એક જ  હતું કે, હિમાચલ પ્રદેશમાં સરકાર કોઇની પણ હોય કોંગ્રેસ કે ભાજપ. એ બધાને એક જ નજરથી જોતાં. ને કોંગ્રેસની સરકારને પણ ભાજપની સરકાર જેટલો જ સપોર્ટ કરતાં હતાં.

પ્રીણી ગામ વિશે વધૂમાં જાણીએ :

પ્રીણી ગામ મનાલીનું સૌથી સુંદર પર્યટક સ્થળોમાનું એક છે. આ ગામમાં ફરવા આવનાર પર્યટકો માટે ફરવા લાયક અને જોવા લાયક ઘણાં બધા સ્થળો છે. એ ઉપરાંત રાફ્ટિંગ, ટ્રેકિંગ, સ્કીઇંગ,(શિયાળામાં), હોર્સ રાઇડિંગ, માઉન્ટેન બાઈકિંગ વગેરે જેવી ચીજોનો ભરપૂર આનંદ માણી શકાય છે.

ફરવાલયક ને જોવાલાયક સ્થળોમાં કુદરતી સૌંદર્યથી ભરપૂર સ્થળો. જેવા કે,. ચંદ્રખાની પાસે સોલંગ વેલી, રઘુનાથ મંદિર, વશિષ્ઠ બાથ , વ્યાસ કુંડ , હિડિંબા મંદિર વગેરે તો ખરા જ .

તરફથી મનાલીને મળેલી અમૂલ્ય ભેટ :

અટલજીએ મનાલીના રોહતાંગ નજીક ૧૩,૦૦૦ ફૂટની ઊંચાઈ પર ટનલ બનાવડાવીને ત્યાના રહેવાસીઓને અમૂલ્ય ભેટ આપી હતી.

જો કે, આ ટનલ લાહૌલની જનજાતી વિસ્તારને જોડવામાં મદદ કરશે. આ ટનલ પર કામ ચાલુ છે અને ટનલ આગામી વર્ષ સુધી તૈયાર થવાની સંભાવના છે. આ સાથે, પ્રવાસીઓ સમગ્ર વર્ષ દરમિયાન લાહૌલથી સ્પિટી ખીણ(ઘાટી) સુધી જવા માટે સક્ષમ હશે.

 માઉન્ટ આબુ

માઉન્ટ આબુ એ રણમાં એકમાત્ર હિલ સ્ટેશન છે. જે માત્ર ભારત જ નહીં, પણ વિદેશમાં પ્રસિદ્ધ છે. અહીં નક્કી લેક, સનસેટ પોઇન્ટ, ટોડ રૉક છે. માઉન્ટ આબુની સીઝન આખું વર્ષ માટે ખુશનુમા ભરી ને આરામદાયક રહે છે. પરંતુ અહીં નવેમ્બરથી માર્ચ સુધી જવાનો શ્રેષ્ઠ સમય ગણાય છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here