ટ્રેઈન ના સફરમાં હમસફર બન્યા યુપી ના આ કપલ, તમે પહેલા નહિ જોયા હોય આવા અનોખા લગ્ન….વાંચો આર્ટીકલ

0

શ્રી શ્રી રવિ શંકરે કરાવ્યા લગ્ન.

સ્કુલમાં એડમીશન, કોલેજમાં એડમીશન, પહેલી નોકરી અને લગ્ન આ બધું એવા પડાવ પર હોય છે જે કોઈપણ ઇન્સાંના જીવનમાં ખુબ જ ખાસ હોય છે. આ મૌકો બાદ તેમનું જીવન એક નવો જ મોડ લેતું હોય છે. જ્યારે ઇન્સાંના લગ્ન થઇ જાય છે બાદ તે એક માંથી બે બની જાતા હોય છે. માટે લગ્નના અવસરને સૌથી સુંદર બનાવાનું સપનું લગ્ન કરવા જઈ રહ્યો વ્યક્તિ જ નથી જોતો પણ તેના પરિવારના સભ્યો પણ આ અવસરની આતુરતાથી વાટ જોતા હોય છે.   આ જ કારણ છે કે લોકો ડેસ્ટીનેશન વેડિંગ માં લાખો-કરોડો રૂપિયા ખર્ચ કરી નાખતા હોય છે.વેડિંગ પ્લાનરને બોલાવતા હોય છે અને કઈક ખાસ થીમ વાળા લગ્ન કરાવામાં આવે છે. જો કે આપણે અત્યાર સુધીમાં ઘણા પ્રકારના લગ્ન થતા જોયા છે અને સાંભળ્યા પણ છે. પણ આજે અમે તમને જે પ્રકારના લગ્ન વિશે કહેવા જઈ રહ્યા છીએ તે સૌથી દમદાર અને અલગ છે કેમ કે આ લગ્ન કોઈ આલીશાન રીતે કે કોઈ 5 સ્ટાર હોટેલમાં નહી પણ ટ્રેઈનમાં થયા હતા.

તેને સંપન્ન કરાવામાં આવ્યું છે આર્ટ ઓફ લીવીંગ ના સંસ્થાપક ‘શ્રીશ્રી રવિશંકર જી’ એ. આવો તો જાણીએ આ અનોખા લગ્ન વિશે.

  1. એક અનોખી યાત્રા: હાલ તો હવે કદાચ દહેજ જેવી પ્રથા વીતેલા જમાનાની વાત થઇ ગઈ છે, છતાં પણ તે આજે આપણા સમાજમાં મોજુદ છે. તેનાથી સમાજને મુક્તિ અપાવા માટે શ્રી શ્રી રવિશંકર  ‘ओम अनुग्रह यात्रा’ કરી રહ્યા છે, જેમાં તે લોકોને દહેજ ન લેવાનો સંકલ્પ અપાવી રહ્યા છે.

2. આમાં થયા લગ્ન:

શ્રી શ્રી રવિશંકરની અનુગ્રહ યાત્રા દૌરાન 28 ફેબ્રુઆરી 2018 ના રોજ ગોરખપુર અને લખનઉના રસ્તા માં સચિન કુમાર અને યુવતી જ્યોત્સના પટેલે સાત ફેરા લીધા છે. આ ભારતના પહેલા એવા લગ્ન છે જે ટ્રેઈનમાં થયા છે. જેને લીધે સચિન અને જ્યોત્સ્નાનો ઈતિહાંસ રચાઈ ગયો.

3. બંને છે રવિશંકરના શિષ્ય:

‘ભહોડદી’ ના ન્યુ પીએચસી માં ફાર્માસિસ્ટનું કામ કરી રહેલા સચિન સિંહ અને તેની સાથે સાત ફેરા લેનારી જ્યોત્સ્ના સિંહ પટેલ સેન્ટ્રલ જીએસટી માં ટેક્સ અસીસ્ટેન્ટનું કામ કરી રહી છે. બંને ઘણા વર્ષોથી રવિ શંકરના શિષ્ય છે.

4. 18 એપ્રિલે થવાના હતા લગ્ન:

સચિન અને જ્યોત્સનાના લગ્ન 18 માર્ચના રોજ અક્ષય તૃતીયા ના દિવસે થવાના હતા પણ તેની કિસ્મતમાં કઇક બીજું જ હતું. સચિન પોતાના ગુરુની મોજુદગીમાં લગ્ન કરવા માંગતા હતા, જેને તેણે તેના ગુરુને ટ્રેઈન માં જ સંપન્ન કરાવી નાખ્યા.

5. યાત્રીઓ બન્યા બારાતી:

સફરમાં હમસફર બનનારા આ કપલના લગ્નમાં ટ્રેઈનમાં સફર કરી રહેલા યાત્રીઓ બારાતી બની ગયા હતા. શ્રી શ્રી રવિશંકરે તેને પિતાની જેમ આશીર્વાદ આપ્યા. પછી ઢોલ-નગારા, સિતાર ની ધૂન ની સાથે ધામધૂમથી લગ્નની ખુશીઓ મનાવી હતી.

6. ફૂલો થી સજાવામાં આવ્યો હતો ડબ્બો:

લગ્ન માટે ટ્રેઈનના ડબ્બાને ફૂલોથી એક લગ્ન મંડપની જેમ સજાવામાં અવાયું હતું. તસ્વીરો જોઇને જાણી શકાય છે કે ટ્રેઈન કેટલી શાનદાર લાગતી હશે.

7. ઇલાહાબાદના રહેવાસી છે સચિન:

સચિન મૂળરૂપથી કૌશાંબી ના સીરાથું તહસીલ ના ઉદિહન ખુર્દ ગામના રહેવાસી છે પણ હવે તે ઇલાહાબાદમાં રહે છે. તેના પિતા નરેન્દ્ર પાલ સિંહ ભ્ર્વારી સ્થિત કોર્પોરેટીવ બૈંક નો સોસાઈટી ના સચિવ છે. અને દુલ્હન જ્યોત્સ્ના અને તેનો પરિવાર ફતેહપુરના રહેવાસી છે. સચિન અને જ્યોત્સ્ના નાં અનુસાર તેમના લગ્ન 18 એપ્રિલે ફરી એકવાર પુરા રીત-રિવાજોની સાથે થશે.

8. જ્યોત્સનાએ જતાવી ખુશી:

જ્યોત્સનાએ લગ્નની ખુશી જતાવતાં કહ્યું કે, ‘ગુરુજી થી અમને જે સ્નેહ અને આશીર્વાદ મળ્યા, તે અમારા જીવનનો એક ખાસ પલ છે. તે સૌભાગ્યની વાત છે કે ગુરુજીએ અમારું ગઠબંધન કરાવીને આશીર્વાદ આપ્યા’.

9. કેએસટીડીસી એ પણ શરુ કરી હતી સ્પેશીયલ સેવા:

2017 માં કર્ણાટક રાજ્ય પર્યટન વિકાસ નિગમ દ્વારા જનતા માટે ટ્રેઈન યાત્રાના દૌરાન લગ્ન કરવા માટે એક વિશેષ સેવા શરુ કરી હતી. પણ હજી સુધી આ વિશેષ સેવાના ચાલતા કોઈએ લગ્ન કર્યા ન હતા.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.