આપણા દેશની Top 10 રેડલાઈટ જગ્યાઓ, શું હાલત છે ત્યાની યુવતીઓની…રુવાડા ઉભા થઇ જશે, વાંચો

0

યુપી અને મેરઠમાં કે પછી બીજા કોઈ શહેરમાં જયારે પણ કોઈ રેડલાઈટ એરિયામાં પોલીસની રેડ પડે છે ત્યારે તે જગ્યાએથી અનેક યુવતીઓ બહુ ખરાબ સ્થિતિમાં પકડાતી હોય છે જે જોઇને આપણને તેમની પર દયા આવી જાય. પણ તે દરેક યુવતીની કોઈને કોઈ મજબૂરી હોય છે. આ યુવતીઓ જે એરિયામાં કામ કરતી હોય છે એ જગ્યાઓમાં સામાન્ય લોકો માટે જવું બહુ મુશ્કેલ કામ હોય છે. આપણા દેશમાં એવી ઘણીબધી જગ્યાઓ છે જ્યાં યુવતીઓ પાસે આવું કામ કરાવવામાં આવતું હોય છે. આવો જાણીએ આ દેહવેપાર સાથે જોડાયેલ કેટલીક વિગતો અને આપણા દેશની એવી જગ્યાઓ જ્યાં આ વેપાર ચાલતો હોય છે.

કાનૂની રીતે છે આ વેપાર યોગ્ય નથી.

૧૯૫૬માં પીટા કાનુન અંતર્ગત સાર્વજનિક જગ્યાએ સેક્સ કરવા પર રોક લગાવી દેવામાં આવી હતી, પણ ૧૯૮૬માં આ નિયમમાં સંશોધન કરીને અમુક શરત ઉમેરવામાં આવી હતી. શરત એ હતી કે સાર્વજનિક જગ્યાએ સેક્સ કરવું એ ગુનો બને છે અને એ પણ નક્કી કરવામાં આવ્યું કે જો કોઈ આવીરીતે પકડાય છે તો તે વ્યક્તિ એ સજાના પાત્ર બની શકે છે.

રૂપ અને રંગ દ્વારા થાય છે યુવતીઓની ગ્રેડિંગ.

એક વ્યક્તિએ પોતાનું નામ ના આવે એ શરતે અમને થોડી વાતો રેડલાઈટ એરિયાની અને ત્યાં લાવવામાં આવતી યુવતીઓ સાથે શું થાય છે એ જણાવ્યું છે. તે વ્યક્તિ જણાવે છે કે અહિયાં નાનકડી છોકરીઓને તેમનું અપહરણ કરીને લાવવામાં આવે છે. આ છોકરીઓને ગ્રેડ તેમના દેખાવ પર ગ્રેડ આપવામાં આવે છે. દલાલોએ આ ગ્રેડને ત્રણ ભાગમાં વહેચ્યા છે. A, B અને C. અ ગ્રેડ વાળી યુવતીઓ એ ખુબ સુંદર અને ગોરી હોય છે તેમને વિદેશમાં મોકલવામાં આવતી હોય છે. B અને C ગ્રેડ વાળી છોકરીઓ એ થોડી ઓછી દેખાવડી અને શ્યામ હોય છે એવી યુવતીઓ અને છોકરીઓને મેરઠ, વારાણસી, અલ્હાબાદ, દિલ્હી, મુંબઈ અને બેંગલોરના રેડ લાઈટ એરિયામાં મોકલી આપવામાં આવે છે.

ચાલો જાણીએ કયા શહેરમાં શું થઇ રહે છે આ યુવતીઓ સાથે કયા એરિયામાં તેમને રાખવામાં આવે છે.

અલ્હાબાદમાં આવેલ મીરગંજ, આ એરિયાને ગેર કાનૂની રીતે સેક્સ વર્કિંગના કામ માટે ઓળખવામાં આવે છે. અહિયાં જવું એ બહુ ખતરનાક સાબિત થઇ શકે છે. મીરગંજ રેડલાઈટ એરિયા એ લગભગ દોઢ વર્ષ જુનો છે. અહિયાં દરેક ઘરની બહાર એ યુવતીઓ સાજ સણગાર કરીને ત્યાંથી આવતા જતા લોકોને પોતાની પાસે બોલાવતી હોય છે. એક જાણકારી અનુસાર અહિયાં પહેલા કોઠા ચાલતા હતા ત્યાં જોવા માટે જુના જમીનદાર લોકો એ મુજરો જોવા માટે આવતા હતા.

ગ્વાલિયરનો રેશમપુરા એરિયા, મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં આવેલ રેશમપુરા એ એક બહુ વિશાળ રેડલાઈટ એરિયા છે. અહિયાં દેહ વેપાર માટે વિદેશી યુવતીઓ સાથે મોડેલ્સ અને કોલેજની યુવતીઓ પણ જોવા મળશે. અહિયાં કોલેજની છોકરીઓ માટે સ્પેશ્યલ ઓફીસ રાખવામાં આવે છે. ઈન્ટરનેટ અને મોબાઈલના જમાનામાં બધી માહિતી એ એના દ્વારા પહોચે છે અને બુકિંગ પણ એના આધારે કરવામાં આવે છે. કોલગર્લ્સને રોજના પૈસા કે પછી પગાર પર રાખવામાં આવે છે.

વારાણસીનો શિવદાસપુર એરિયા, આ એરિયામાં શરીર વેચવાનો વેપાર એ પ્રાચીનકાળથી ચલાવવામાં આવે છે. ઘાટના શહરો, વારાણસીના જુદા જુદા એરિયામાં અહિયાંથી જ ધંધો ચલાવવામાં આવે છે. શિવદાસપુર, રેલ્વે સ્ટેશનથી લગભગ ૩ કિલોમીટર દુર આવેલ છે. એક રીતે યુપીનો આ સૌથી મોટો રેડલાઈટ એરિયા છે. અહિયાંની નાની નાની ગલીઓમાં ઘરની બહાર ઉભેલી યુવતીઓ એ પારંપરિક રીતે લોકોને લુભાવતી હોય છે. આ રીત એ એક સમયે અહિયાં ચલાવવામાં આવતા કોઠામાં પણ વપરાતી હતી.

દિલ્હીનો જીબી રોડ, દિલ્હીના આ રોડનું પૂરું નામ એ ગારસ્ટીન બાસ્ટીન રોડ છે. આ દિલ્હીનો સૌથી મોટો રેડલાઈટ એરિયા છે. આનું નામ ૧૯૬૫માં બદલીને સ્વામી શ્રધ્ધાનંદ માર્ગ કરી દેવામાં આવ્યું હતું. આ એરિયાનો પોતાનો એક ઈતિહાસ છે. એક માહિતી અનુસાર મુગલકાળ દરમિયાન અહિયાં કુલ પાંચ રેડલાઈટ એરિયા એટલે કે કોઠા હતા. અહિયાં આજે પણ દુકાનોની ઉપર બનેલા રૂમની ગેલેરીમાંથી યુવતીઓ એ ડોકાતી હોય છે અને આવતા જતા લોકોને ઈશારા કરીને બોલાવતી હોય છે.

જીબી રોડના કોઠા પર કેબીનમાં આપવામાં આવે છે સર્વિસ. એક જાણકારી અનુસાર દેહ વેપાર માટે અહિયાં સૌથી મોટો કારોબાર ચાલે છે. નેપાળ અને બાંગ્લાદેશથી બહુ મોટી સંખ્યામાં છોકરીઓનું અપહરણ કરીને લાવવામાં આવે છે. વર્તમાન સમયમાં અહિયાં એક જ રૂમમાં ઘણાબધા કેબીન બનાવવામાં આવેલ છે. જ્યાં એકસાથે ઘણાબધા કસ્ટમરને સેવા આપવામાં આવે છે.

કોલકાતાના સોનાગાછી, દેશના પૂર્વ ભાગનું આ સૌથી મોટા મહાનગર સોનાગાછીને એશિયાનો સૌથી મોટો રેડલાઈટ એરિયા માનવામાં આવે છે. એક અનુમાન પ્રમાણે અહિયાં બહુમાળી ઈમારત છે જ્યાં લગભગ ૧૨ હજાર યુવતીઓ દેહ વેપારના કામમાં ભળેલી છે.

સોનાગાછીની વેશ્યાઓના હોય છે લાયસન્સ, ઉત્તરી કોલકાતાના શોભા બજારની પાસે ચિત્તરંજન એવેન્યુ એરિયામાં વેશ્યાવૃત્તિ સાથે જોડાયેલ મહિલાઓને લીગલ રીતે લાયસન્સ આપવામાં આવેલ છે. અહિયાં વેપાર એ ઘણા ગ્રુપ દ્વારા ચલાવવામાં આવે છે આને ગેંગ પણ કહી શકાય છે. એક અનુમાન પ્રમાણે આમાં ૧૮ થી ઓછી ઉમરની લગભગ ૧૨ હજાર છોકરીઓ કામ કરે છે.

મુંબઈનો કમાટીપુરા, આ એરિયા એ આપણા દેશનો બીજા નંબરનો સૌથી મોટો રેડ’લાઈટ એરિયા છે. અહિયાં કામ કરવાવાળા લોકોની હાલત બહુ ખરાબ હોય છે. અહિયાં એક નાનકડું બીડી બનાવવાનું કારખાનું પણ છે તેને પણ મહિલાઓ જ ચલાવે છે. ૮૦ના દાયકામાં હાજી મસ્તાન અને દાઉદ ઈબ્રાહીમજેવા મોટા ગેંગસ્ટર એ અહિયાં આવતા હતા. ૧૮૮૦માં આ અરિયા એ અંગ્રેજો માટે એક એશ કરવાનું સ્થળ બની ગયું હતું. અહિયાં આજે પણ એવો જ માહોલ છે જેવો પહેલા હતો.

પુણેનો બુધવારપેટ, આ અરિયાને આપણા દેશનો ત્રીજા નંબરનો સૌથી મોટો રેડલાઈટ એરિયા માનવામાં આવે છે. અહિયાં લગભગ ૫૦૦૦ યુવતીઓ અને મહિલાઓ કામ કરે છે. આ એરિયામાં પુસ્તકો અને ઇલેક્ટ્રિકનો સામાન પણ વેચવામાં આવે છે.

નાગપુરનો ગંગા-જમના, મહારાષ્ટ્રના નાગપુર એરિયામાં એક ગંગા-જમુના એરિયા છે જ્યાં દેહ વેપાર એ બહુ સામાન્ય વાત માનવામાં આવે છે. આ એરિયા એ દેહ વેપાર માટે નાગપુરમાં બહુ ફેમસ છે. એક ખાસ વાત એ પણ છે કે આ એરિયા એ બીજા ઘણા અપરાધોના અડ્ડા માટે પણ ફેમસ છે.

મુજફ્ફરપુરનો ચતુરભુજ સ્થાન, અહિયાં ઘણા વર્ષોથી મંદિર અને કોઠા એ આજુ બાજુમાં જ આવેલ છે. આ એરિયા વિષે જાણીને તમને લાગશે કે આપણા પૂર્વજોના સમયમાં અમુક અલગ સામાજિક માન્યતા હશે. એક જાણકારી અનુસાર ઉત્તર બિહારનો આ સૌથી મોટો રેડલાઈટ એરિયા છે.

મેરઠનું કબાડી બજાર, પશ્ચિમ યુપીના મોટા શહેરમાં સ્થિત કબાડી બજાર એ બહુ જુનો રેડ લાઈટ એરિયા છે, અહિયાં અંગ્રેજોના જમાનાથી દેહવેપાર કરવામાં આવેલ છે. અહિયાં વેપારમાં વધારે પડતી નેપાળની છોકરીઓ જોવા મળે છે.

Author: GujjuRocks Team
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.
GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here