તો આ કારણોને લીધે મહિલાઓને થાય છે વ્હાઈટ ડીસ્ચાર્જ, દરેક મહિલાઓ માટે વાંચવા જેવી માહિતી..

મહિલાઓના પ્રાઈવેટ અંગો, અને તેનાથી જોડાયેલી બીમારીઓ અને સમસ્યાઓ વિશે સમાજ આજે પણ જાગરુક નથી. શારીરિક સંબંધની જેમ આ પણ એક એવો મુદ્દો છે જેના વિશે દિલ ખોલીને વાત કરવાથી લોકો શરમ અનુભવે છે. સાથે જ મહિલાઓ અને છોકરીઓ ખુદ આ વિશે વાત કરવા નથી ઈચ્છતી. સાથે જ તેઓ વિચારે છે કે તેનું નિવારણ કેવી રીતે કરી શકાય? આ તો એક પ્રાકૃતિક સમસ્યા છે.

મહિલાઓમાં થનારા વજાઇનલ ડીસ્ચાર્જને લ્યુંકોરિયા કે પછી વ્હાઈટ ડીસ્ચાર્જ અથવા હિન્દીમાં શ્વેત પ્રદર કહેવામાં આવે છે. આ મહિલાઓમાં થનારી એક સામાન્ય સમસ્યા છે જેમાં પીરીયડસના એક કે બે દિવસ પહેલા યોનિમાંથી સફેદ ચીકણું ગાઢ દ્રવ્ય નીકળવા લાગે છે.

તેને લઈને થોડી ઘણી સમસ્યાઓ તો દરેક મહિલાઓમાં હોય છે પણ સમસ્યા વધી જાય તો કારણ જાણવું ખુબ જરૂરી છે. તો પછી જાણો પૂરો મામલો.

1. ફંગલ ઇન્ફેકશન:

જો તમે વજાઇનલ પાર્ટની સાફ-સફાઈ સારી રીતે નથી કરતા કે પછી જોયા જાણ્યાં વગર ટોઇલેટનો ઉપયોગ કરે છે તો તેનાથી પણ વ્હાઈટ ડીસ્ચાર્જ થઇ શકે છે.

2. હોર્મોનલ પ્રોબ્લેમ:

જો તમે પીરીયડસ, પ્રેગનેન્સી કે મેનોપોજના દૌરથી ગુજરી રહ્યા છો તો આ વાતની શંકા વધુ પડતી વધતી જાય છે કે જેનાથી શ્વેત પ્રદરની સમસ્યા થાય છે. એબોર્શન અને શારીરિક સંબંધોને લીધે વ્હાઈટ ડીસ્ચાર્જ થઇ શકે છે.

3. એબોર્શન:

વધુ પડતી વાર એબોર્શન કે ગર્ભપાતથી પણ આવી સમસ્યા થઇ શકે છે. કેમ કે વારંવાર ગર્ભપાત કરવાથી ઇન્ટરનલ ઇન્ફેકશન કે ઇંજરીનો ખતરો રહી શકે છે.

4. ડાયાબીટીસ:

ડાયાબીટીસને લીધે તેનાથી સીધુજ ઇન્ફેકશન લાગે છે. ડાયાબીટીસની બીમારી વજાઈનામાં યીસ્ટ ઇન્ફેકશન હોવાને લીધે બને છે. તેનાથી વ્હાઈટ ડીસ્ચાર્જ બને છે.

5. ફીઝીકલ રીલેશન:

ખોટી રીતે સંબંધ બનાવા અને ગર્ભ નિરોધકોને ખોટી રીતે ઉપયોગમાં લેવાથી ઇન્ટરનલ ઇન્જરી થઇ શકે છે જે શ્વેત પ્રદરને વધારી શકે છે.

6. અનિયમિત ડાઈટ:

અનિયમિત ખાન-પાન કે ભોજનમાં જંક ફૂડનો વધુ પડતો ઉપયોગ કે વધુ ઉપવાસ કરવાને લીધે પણ શરીરની સિસ્ટમ હલબલી જાય છે. જેનાથી વ્હાઈટ ડીસ્ચાર્જ જેવી સમસ્યા પૈદા થતી જોવા મળે છે.

7. ગર્ભ નિરોધક:      

ગર્ભનિરોધક દવાઓ, વધુ પડતા શારીરિક સંબંધ, ક્રીમ નો વધુ પડતો ઉપીયોગ કરવાથી ઇન્ટરલ વજાઈનામાં ચેપ લાગી શકે છે, જે વ્હાઈટ ડીસ્ચાર્જનું કારણ બની શકે છે.

8. જાતીય રોગો:

વધુ સમય સુધી શારીરિક સંબંધને લીધે ગનોરિયા, ક્લૈમાઈન્ડ જેવા જાતીય રોગો થઇ શકે છે. આવી રીતે ઇન્ફેકશન ફેલાઈ છે અને વ્હાઈટ ડીસ્ચાર્જ થવાની સમસ્યા પૈદા થાય છે.

9. ડોક્ટરની સલાહ:

વ્હાઈટ સિવાય ભૂરા કે લાલ રંગનું દ્રવ્ય નીકળતું હોય અને જો તે ખુબ ચીકાશયુકત હોય તો મોડું કર્યા વગર ડોકટરની સલાહ લેવી ખુબ જરૂરી છે.

10. આવી રીતે કરો બચાવ:

તેના સિવાય તેનાથી બચવા માટે વજાઇનલ પાર્ટની દેખભાલ સારી રીતે કરવી જરૂરી છે. સારી ક્વોલેટીના અન્ડરગારમેન્ટનો જ ઉપયોગ કરવો જોઈએ. હેલ્ધી ડાયેટ લઈને ખુબ પાણી પીવાથી આવી સમસ્યાનું નિવારણ લાવી શકાય છે.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!