‘તારક મેહતા…’ ના ડૉ. હાથીના નિધન પર શું બોલ્યા રડતા રડતા ભીડે, જાણો વિગતે….

ટેલિવિઝનનો સૌથી ચર્ચિત શો ”તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ ના એક ખાસ કિરદાર ડૉ.હાથી એટલે કે કવિ કુમાર આજાદનું ગત દિવસે કાર્ડિએક અરેસ્ટના લીધે નિધન થઇ ગયુ છે. જેના પછી થી ગોકુલધામના દરેક નિવાસી ઊંડા સદમામાં ડૂબી ગયા છે. તેના કો-સ્ટાર ભીડે એ દુઃખ જતાવતા કહ્યું કે તે વાસ્તવમાં આજાદ થઇ ગયા છે.
ફેન્સની સાથે ડૉ.હાથી પોતાના કો-એક્ટર્સના પણ ખુબ જ ચાહિતા હતા. તેના અચાનક મૌતથી સાથી કલાકાર મંદાર એટલે કે સેક્રેટરી ભીડે મીડિયા સાથે વાતચીત કરતા પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે.ભીડે એ કહ્યું કે, ”આ હેરાન કરી દેનારા દુઃખદ સમાચાર છે. સવારે અમારે સીરિયલના એક સિકવેન્સ માટે શૂટ કરવાના હતા, ત્યારે અમને જાણ થઇ કે તેની તબિયત ઠીક નથી, માટે અમે નક્કી કર્યું કે તેને આરામ કરવા દઈશું અને અમે તેના વગર જ શૂટિંગ કરીશું. હું બસ એટલું જ કહીશ કે તેણે વિદાય લેતા પહેલા પોતાનું બધું જ કામ પૂરું કરી નાખ્યું હતું.

આ એક નવો સીન હતો જે અમે શૂટ કરવાના હતા. તેણે કંઈપણ અધૂરું નથી છોડ્યું. તે ખુબ જ ખુશ મિજાજ ઇન્સાન હતા. હું હજી પણ વિશ્વાસ નથી કરી શકતો કે તે હવે અમારી વચ્ચે નથી રહ્યા. અમે સાથે બેસતા હતા, અને સાથે જમતા પણ હતા. તે જેવા જ સેટ પર આવતા તો દરેકને ગુડ મોર્નિંગ કહેતા અને પૂછતા કે આજે ટિફિનમાં શું લાવ્યા છો. તે અસલ જીવનમાં પણ ખુબ જ ફૂડ પ્રેમી હતા. તેની જગ્યા કોઈ જ નહી લઇ શકે”.

Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!