કપાળ પર તીલક કરવાનું મહત્વ સાથે જાણો તિલકનાં પ્રકારો અને તેના ફાયદાઓ !!!

0

કપાળ પર તિલક લગાવવાનું મહત્વ શું છે ?
ભારત સિવાય અન્ય કોઈ પણ સ્થળે તિલક લાગુ કરવાની કરવાની પ્રથા ભાગ્યે જ પ્રચલિત છે. આ હિન્દુ રિવાજ ખૂબ જ પ્રાચીન છે. એવું માનવામાં આવે છે કે માણસના માથાના મધ્ય ભાગમાં વિષ્ણુ ભગવાન નિવાસ કરે છે, અને તિલકને બરોબર એ જ જગ્યાએ કરવામાં આવે છે. તિલકકરવું એ દેવીની પૂજા સાથે સંકળાયેલ છે.

તિલક સાથે જોડાયેલ પ્રશ્નો
કોઈના કપાળ પર જ્યારે તિલક જોવામાં આવે છે ત્યારે મનમાં પ્રશ્ન થવો એ સ્વાભાવિક છે કે આખરે કપાળમાં તિલક કરવાથી શું ફાયદો થતો હશે ? શું તે માત્ર અન્ય લોકોની સામે દેખાવ કરવા માટે જ તિલક કરવામાં આવે છે કે પછી તિલક કરવા પાછળ કોઈ વૈજ્ઞાનિક કારણ પણ છે? ખરેખર, તો આધ્યાત્મિક અનુભૂતિ તેમજ અન્ય પ્રકારના ફાયદાની ઇચ્છા પણ મનમાં રહેલી હોય છે.

તિલક કરવાની પ્રથા
જ્યારે પણ કોઈ ધાર્મિક કાર્ય, શુભકામ, કે પછી યાત્રા કરવા જતાં હોય છે ત્યારે તેમાં સફળતા પ્રાપ્ત થાય એ હેતુથી તિલક સંસ્કાર કરવામાં આવે છે. માથા પર તિલક લગાવીને કોઈ કાર્ય શુભ કરવા માટે અને સિદ્ધિ પ્રાપ્ત થાય એ માટે કરવામાં આવે છે. દેવીની ઉપાસના પછી કપાળ પર તિલક લગાવવામાં આવે છે. તિલકને દેવીના આશીર્વાદનું પ્રતીક માનવામાં આવે છે.

તિલકના પ્રકાર
સામાન્ય રીતે ચંદન કુમકુમ, માટી , હળદર, ભસ્મ વગેરેના તિલકને કરવાનો રિવાજ છે. જો કોઈ તિલક મૂકવાનો કરવાનો લાભ લેવા માંગે છે પરંતુ તે અન્ય લોકોને બતાવવા નથી માંગતો, તો શાસ્ત્રોમાં એ પણ ઉલ્લેખિત છે. એવું કહેવામાં આવે છે કે આ સ્થિતિમાં, કપાળ પર તિલક જળના ઉપયોગથી કરી લેવું જોઈએ. આમ કરવાથી લોકોને પ્રત્યક્ષ રીતે જલ્દી લાભ મળી જતો હોય છે.

તિલક કરવાના ફાયદા
તિલક કરવાથી વ્યક્તિત્વ પ્રભાવશાળી બની જાય છે. વાસ્તવમાં, તિલક લગાવવાથી મનોવૈજ્ઞાનિક અસર થાય છે, કારણ કે તે વ્યક્તિના આત્મવિશ્વાસને અને આત્મબળ ને વધારે છે.

આજ્ઞાચક્રમાં તિલક
આજ્ઞાચક્ર પર તિલક કરવાથી આજ્ઞાચક્રને નિયમિત રૂપથી ઉત્તેજના મળે છે. જેનાથી આપણે જાગૃત અવસ્થામાં પણ જાગૃત વિશે અજાણ રહી શકીએ છીએ, પરંતુ અનાવરણનું અનુક્રમ તો ચાલ્યા જ કરે છે. માણસ ઉત્સાહિત, ટેન્શનમુક્ત દૂર દ્રષ્ટિવાળું, વિવેકશીલ બને છે. તેમની સમજન શક્તિ ન્ય કરતા વધારે હોય છે.

મગજને રાખે છે શાંત
મગજમાં સેરટોનીન અને બીટા એન્ડોર્ફિનનો સ્રાવ સંતુલિત રીતે વહ્યા કરે છે, જે ડિપ્રેસનને દૂર કરે છે અને મન જાગૃત થાય છે. જે લોકોના મનને ઉત્સાહિત કરે છે અને મન દ્વારા સારા કાર્યો કરાવે છે.

હળદરનું તિલક :
હળદરનું તિલક લગાવવાથી ત્વચા શુદ્ધ થાય છે. હળદરમાં એન્ટિ-બેક્ટેરિયલ તત્વો હોય છે, જે રોગોથી મુક્ત રાખે છે.

ધાર્મિક માન્યતા
ધાર્મિક માન્યતા અનુસાર, ચંદનનૌ તિલક કરવાથી માણસના પાપો નાશ પામે છે. તેમજ કોઈપણ મુશ્કેલી ટળે છે. જ્યોતિષવિદ્યા અનુસાર, તિલકથી ગ્રહો ને શાંતિ પ્રદાન થાય છે. .

ચંદનના તિલકની માન્યતા :

એવું માનવામાં આવે છે કે ચંદનનું તિલક કરનારનું ઘર નું ઘર અન્ન અને ધનથી ભરેલું રહે છે ને તેના સારા નસીબમાં વધારો થાય છે.
કપાળ પર તીલક :
કપાળ પર નિયમિત રૂપથી તીલક કરવાથી મન એકદમ શાંત રહે છે ને માનસિક બીમારીથી બચી શકાય છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો. દરરોજ આવી ધાર્મિક વાતો જાણો ફક્ત GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો. ➡➡

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here