ટિક્કા પરાઠાથી દાળબાટી, ડિનરમાં માણો 6 વાનગીઓથી ફુલ રાજસ્થાની થાળી


રાજસ્થાની મજેદાર ટિક્કી, રાજસ્થાની ટિક્કા પરોઠા, રાજસ્થાની દાળ બાટી, રાજસ્થાની પાપડનું શાક અને રાજસ્થાની કચોરીની રેસિપિ

રોજ-રોજ જમવામાં શું બનાવવું એ પ્રશ્ન દરેક ગૃહિણીઓને સતાવતો જ હોય છે. તેમાં પણ સવારના ટિફિનમાં તો શાક-રોટલી લગભગ ફિક્સ જ હોય છે, પરંતુ સાંજે જમવામાં શું બનાવવું તે ટેન્શન વધારે હોય અ છે. શિયાળામાં તો ગરમાગરમ અને ચટપટુ ખાવાની ડિમાન્ડ પણ બધુ આવે, એટલે શું બનાવવું એની ચિંતા રોજ રહે. એટલે જ તમારું ટેન્સન ઓછું કરવા અમે આજે લાવ્યા છીએ 6 રાજસ્થાની વાનગીઓની ફુલ થાળીની રેસિપિ, જે ચોક્કસથી ઘરમાં બધાં ખાશે આંગળાં ચાટી-ચાટી.

નોંધી લો રાજસ્થાની મજેદાર ટિક્કી, રાજસ્થાની ટિક્કા પરોઠા, રાજસ્થાની દાળ બાટી, રાજસ્થાની પાપડનું શાક અને રાજસ્થાની કચોરીની સરળ અને ઝટપટ રેસિપિ…

1. રાજસ્થાની ટિક્કા પરોઠા

સામગ્રી

1 કપ ઘઉંનો લોટ, 1/2 કપ મકાઈનો લોટ, 2-2 ચમચી બેસન, ફ્રેશ ક્રીમ અને બારીક સમારેલ કોથમીર, 1 કપ સમારેલ ડુંગળી, 2 ચમચી આદું-લસણ-લીલા મરચાંની પેસ્ટ, 1/4 ચમચી હળદર પાઉડર, મીઠું સ્વાદ અનુસાર, તેલ

રીત

સૌ પ્રથમ બધી સામગ્રી મિક્સ કરી નરમ લોટ ગૂંથી લો. હવે લુઆ બનાવી પરોઠા વણી લો. ત્યારબાદ ગરમ તવા પર તેલ લગાવી પરોઠા ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લો. કાકડીના રાયતા સાથે તેને ગરમા-ગરમ સર્વ કરો.

2. રાજસ્થાની મજેદાર ટિક્કી


સામગ્રી

100 ગ્રામ બાફીને છૂંદો કરેલા બટાકાં, 10 ગ્રામ આરારૂટ, તેલ જરૂર પ્રમાણે
સ્ટફિંગ માટે:
1/2 વાટકી લીલા વટાણા, 10 ગ્રામ પનીર, 1/2 ચમચી જીરું, 1 ચપટી હળદર, 1/2 ચમચી મરચું, 1/2 ચમચી ગરમ મસાલો, મીઠું સ્વાદાનુસાર

રીત

બાફેલા બટાકાનાં છૂંદામાં આરાલોટને સારી રીતે મિકસ કરો. ત્યાર બાદ તેમાંથી એકસરખા ગોળા વાળો. હવે સ્ટફિંગ માટેની બધી સામગ્રી મિકસ કરીને એક તરફ રહેવા દો. બટાકાનાં ગોળાને હથેળીથી ફેલાવી તેની વચમાં સ્ટફિંગ કરી ફરી ગોળો વાળી સહેજ દબાવીને ચપટા કરો. એક પેનમાં તેલ ગરમ કરી તેમાં આ ટીકીને તેલ મૂકી આછા બ્રાઉન રંગની સાંતળી લો. ક્રિસ્પી થાય એટલે એબ્સોર્બન્ટ પેપર પર કાઢી ટોમેટો કેચઅપ સાથે ગરમાગરમ જ ખાવાની મજા લૂંટો.

3. રાજસ્થાની દાળ બાટી

બાટી બનાવવાની સામગ્રી

4 કપ લોટ, 1 કપ બેસન, 1 કપ ઘી, 1/2  કપ ઘી, 1/2  કપ દહીં, 1 નાની ચમચી અજમો, મીઠું સ્વાદ અનુસાર

બાટી બનાવવાની રીત

લોટમાં દહીં, બેસન, ઘી, અજમો અને જરૂરિયાત અનુસાર પાણી ઉમેરી નરમ લોટ બાંધી લો અને લીંબુના આકારના ગુલ્લા બનાવો. તેને ઢાંકીને એક કલાક માટે રાખો અને કોલસા પર એકાંતરે બ્રાઉન થવા સુધી શેકી લો અને પછી ગરમ ઘીમાં નાખીને રાખો.

દાળ બનાવવા માટે સામગ્રી

100 ગ્રામ મગની ફોતરાવાળી દાળ, 50 ગ્રામ ચણાની દાળ, 50 ગ્રામ અડદની દાળ, 1 ઝીણી સમારેલી ડુંગળી, 1 ઝીણું સમારેલું ટામેટું, અડધો ચમચો ગરમ મસાલો, 1 મોટી ચમચી લાલ મરચું પાઉડર, 1 ચમચી લસણ-આદુંની પેસ્ટ, હિંગ ચપટી, 1 લીંબુ

દાળ બનાવવાની રીત

બધી દાળ બાફી લો. એક તપેલીમાં બે ચમચી ઘી નાખીને જીરું, તેલ અને હિંગ નાખો. ડુંગળી અને આદુ-લસણની પેસ્ટ નાખીને બ્રાઉન થાય ત્યાં સુધી તેને હલાવો. ત્યારબાદ તેમાં ટામેટા નાખો અને તેને હલાવતા રહો. પછી તેમાં બધા મસાલા, દાળ અને મીઠું નાખીને દાળ જાળી થાય ત્યાં સુધી હલાવો. જ્યારે દાળ થઈ જાય ત્યારે તેમાં કોથમીર અને લીંબુ નીચવો. જમતા સમયે ગરમ બાટીને દાળમાં ડુબાડીને ખાઓ.

4. રાજસ્થાની પાપડનું શાક

સામગ્રી

6 ચમચી ઘી, 4 ચમચી આદું-લસણની પેસ્ટ, 2 ચમચી ધાણા પાઉડર, 1/2  હળદર પાઉડર, 1 ચમચી આદું, 1 ચમચી બારીક સમારેલા લીલા મરચાં, દહીં, 200 ગ્રામ તળેલા પાપડ, મીઠું સ્વાદ અનુસાર

રીત

સૌ પ્રથમ એક પૅનમાં ઘી ગરમ કરો અને જીરું નાખો. જ્યારે જીરું તતળવા લાગે ત્યારે લસણ-આદુંની પેસ્ટ, મરચું પાઉડર, ઘાણા પાઉડર અને હળદર પાઉડર મિક્સ કરો. મસાલા ચાર મિનિટ સુધી મધ્યમ આંચ પર શેકો. આદું અને લીલા મરચાં મિક્સ કરો. ત્યારબાદ તેમાં દહીં મિક્સ કરી ત્રણ મિનિટ સુધી શેકો અને પછી પાણી મિક્સ કરો. આ મિશ્રણને ઉકળવા દો. ત્યારબાદ તેમાં તળેલા પાપડના ટુકડા નાખો અને 7 મિનિટ સુધી ઉકળવા દો. સ્વાદ અનુસાર મીઠું નાખો. સમારેલા કોથમીર અને ફુદીનાના પાનથી ડેકોરેટ કરી સર્વ કરો.

5. રાજસ્થાની કચોરી

સામગ્રી

2 ચમચી ચણાનો લોટ, 2 ચમચી ટોપરાનું છીણ, 1 ચમચી શેકેલા તલ-વરીયાળીનો ભૂકો, 1 ચમચી લાલ મરચું, 1 ચમચી ધાણાજીરું, 1 ચમચી ગરમ મસાલો, ખાંડ સ્વાદાનુસાર, લીંબુનો રસ સ્વાદાનુસાર, મેંદાનો લોટ જરૂર પ્રમાણે, તળવા માટે તેલ, ગ્રીન ચટણી, ગળી ચટણી, દહીં,  ઝીણી સમારેલી ડુંગળી, ખારી બુંદી, કોથમીર સજાવટ માટે
રીત

સૌ પ્રથમ એક કઢાઈમાં થોડું તેલ મૂકી તેમાં ચણાનો લોટ ધીમી આંચે બદામી શેકો, ત્યાર બાદ તેમાં ટોપરાનું છીણ, તલ-વરીયાળીનો ભૂકો, લાલ મરચું, મીઠું, ધાણાજીરું, ગરમ મસાલો, ખાંડ અને લીંબુનો રસ ઉમેરી મિક્સ કરી 5 મિનિટ શેકી, આ મિશ્રણ એક બાઉલમાં ઠરવા માટે કાઢી લો. હવે મેંદાની કણકમાંથી જાડી પુરી વણો. તેમાં ચણાનાં લોટનું પૂરણ ભરી, કવર કરી ફરી પુરી વણો. આ સ્ટફ્ડ પુરી ગરમ તેલમાં બદામી તળી લો. ત્યારબાદ તૈયાર થયેલી કચોરીમાં કાણું પાડી ગ્રીન ચટણી, ગળી ચટણી, દહીં, ઝીણી સમારેલી ડુંગળી, ખારી બુંદી અને કોથમીથી ડેકોરેટ કરી સર્વ કરો.

6. રાજસ્થાની બેસન પરોઠા

સામગ્રી

2 ચમચી તેલ, 1/2 કપ બેસન, 1 ચમચી વરિયાળી, 1 ચમચી મરચું પાઉડર, 1 ચમચી ગરમ માસલો પાઉડર, 1/2  ચમચી આમચૂર પાઉડર, મીઠું સ્વાદ અનુસાર

લોટ બાંધવા માટેની સામગ્રી
1 કપ ઘઉંનો લોટ, મીઠું સ્વાદ અનુસાર, પાણી જરૂર મુજબ

રીત

એક વાસણમાં થોડું તેલ ગરમ કરી તેમાં બેસન નાખી તેને ગુલાબી કરો. ત્યારબાદ તેને ગેસ પરથી ઉતારી ઠંડુ કરી લો. હવે તેમાં બધા મસાલા નાખી તેને મિક્સ કરી લો. પરોઠા માટે લોટમાં મીઠું અને થોડું-થોડું પાણી નાખી લોટ બાંધી લો. હવે લોટમાંથી લોઈ નીકાળી મધ્યમ આકારની રોટલી બનાવી તેની અંદર મસાલા નાખીને તૈયાર બેસન ભરો. ત્યારબાદ તેને ફેરવી પરોઠું વણી લો. ગરમા તવા પર આ પરાઠાને તેલ લગાવીને બંને તરફ શેકો. બેસન પરોઠા તૈયાર છે. તેને ચટણી અથવા આચારની સાથે સર્વ કરો.

Source: DivyaBhaskar

16 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?
દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો જય જય ગરવી ગુજરાત, જય ભારત

What's Your Reaction?

Wao Wao
0
Wao
Love Love
0
Love
LOL LOL
0
LOL
Omg Omg
0
Omg
Cry Cry
0
Cry
Cute Cute
0
Cute

ટિક્કા પરાઠાથી દાળબાટી, ડિનરમાં માણો 6 વાનગીઓથી ફુલ રાજસ્થાની થાળી

log in

reset password

Back to
log in
error: