થીએટર સુધી ન પહોંચી શકી આ 10 બોલીવુડ ફિલ્મો, આમીર ખાન થી લઈને અમિતાબ બચ્ચન ની ફિલ્મો છે શામિલ, જાણો અન્ય..

0

સુપર હીરો બની રહ્યા હતા અમિતાબ.

આપણે ફિલ્મો માત્ર એન્ટરટેનમેંટ માટે જોતા હોઈએ છીએ અને અમુક સમય બાદ તેને ભુલાવી પણ દઈએ છીએ. પણ કોઈ પણ ફિલ્મને ડાયરેક્ટર-પ્રોડ્યુસર ખૂન-પસીનો વહાવીને બનાવતા હોય છે. તેઓને પોતાની ફિલ્મોથી ઘણી ઉમ્મીદો હોય છે અને તેમાં તેઓના લાખો-કરોડો રૂપિયા અટકેલા હોય છે.

એવામાં તેઓની ફિલ્મોનું સફળ ન થવું તેઓના માટે ખુબ મોટી વાત હોય છે. જો કે ઘણી એવી ફિલ્મો જે અસફળ થયેલી છે પણ સિનેમાઘર સુધી તો જરૂર પહોંચી છે. પણ ઘણી એવી ફિલ્મો છે જે સિનેમાઘર સુધી પણ પહોંચી નથી શકી. એમાંની અમુક ફિલ્મોતો શરુ જ નથી થતી તો અમુક વચ્ચે જ બંધ થઇ જાતી હોય છે. અમુક ફિલ્મોના જ્યારે પ્લોટ બહાર આવે છે ત્યારે લાગતું હોય છે કે આ ખુબ જ જબરજસ્ત ફિલ્મ હશે. પણ તે આપણા સુધી પહોંચી જ નથી શકતી. આજે અમે એવીજ અમુક ફિલ્મો વિશે કહેવા જઈ રહ્યા છીએ, જેઓ સીનેમાઘર સુધી કદમ રાખવામાં નાકામિયાબ રહી છે.

1. कूची-कूची होता है:

‘कूची-कूची होता है’ ધરમાં પ્રોડક્શનની એક એનીમેટેડ ફિલ્મ હતી, જેનું ટ્રેલર પણ આવી ચુક્યું હતું. આ 1998 ની ‘કુછ કુછ હોતા હે’ ફિલ્મની એનીમેટેડ રીમેક હતી. ત્રણ ડોગ્સ વચ્ચેની લવ સ્ટોરી બતાવતી આ ફિલ્મ વર્ષ 2011 માં રીલીઝ થવાની હતી.

2. तलिस्मान:

વિધુ વિનોદ ચોપડાની આ ફિલ્મમાં અમિતાબ બચ્ચન સુપરહીરો નો રોલ નીભાવાના હતા. ‘એકલવ્ય ‘ ની સાથે આ ફિલ્મનું ટ્રેલર રીલીઝ થઇ ચુક્યું હતું. ફિલ્મ, ફેમસ હિન્દી લેખક દેવકીનંદન ખત્રીની ‘ચંદ્રકાંતા’ પર આધારિત હતી.

3. मुन्ना भाई चले अमेरिका:

‘મુન્ના ભાઈ’ સીરીઝની બંને ફિલ્મોને દર્શકોએ ખુબ પસંદ કરી હતી. આ ફિલ્મોની સફળતાથી ખુશ થઈને રાજ કુમાર હીરાની અને વિધુ વિનોદ ચોપડા  ‘मुन्ना भाई चले अमेरिका’ લઈને આવી રહ્યા હતા. 2007 માં ફિલ્મનું ટીજર પણ આવ્યું હતું. પણ સંજય દત્તની જેલને લીધે આ ફિલ્મ અધુરી જ રહી ગઈ હતી.

4. फिर से:

2015 માં ફેંસ લોકોને ટીવી શો પર કામ કરનારી મલ્લિકા જેનીફર વિન્ગેટને ફિલ્મમાં જોવાનો મૌકો મળવાનો જ હતો. ફિલ્મમાં તે ડાયરેકટર-એક્ટર કુણાલ કોહલીની સાથે રોમાંસ કરતી નજરમાં આવવાની હતી. ફિલ્મની પૂરી શુટિંગ લંડનમાં થઇ હતી, પણ આ ફિલ્મ ઇન્ડીયા સુધી પહોંચી શકી ન હતી.

5. पांच:

જો તમે અનુરાગ કશ્યપની સ્ટાઈલની ફિલ્મોના દીવાના છો તો તમને આ ફિલ્મ જરૂર પસંદ આવશે. ‘પાંચ’ ને લઈને કશ્યપ નિર્દેશનમાં ડેબ્યુ કરી રહ્યા હતા. પણ સેંસર બોર્ડે આ પ્રકારની ક્રાઈમ બેસ્ટ ફિલ્મને રીલીઝ કરી ન હતી.

6. कामसूत्र 3डी:

તેને એકેડેમી એવોર્ડ્સ માટે પણ નોમીનેટ કરવામાં આવી હતી. પણ ભારતમાં આ ફિલ્મ ક્યારેય પણ રીલીઝ થઇ ન હતી.

7. Ladies Only:

આ ફિલ્મ 1997 નાં સમયની હતી. ફિલ્મમાં રણધીર કપૂર, સીમા બિસ્વાસ, શિલ્પા શીડોરકર અને હીરા રાજગોપાલ લીડ રોલમાં હતા. સાથે જ કમલ હાસન એક ડેડ બોડી બન્યા હતા. આ કોમેડી ફિલ્મ બનીને તૈયાર થઇ ચુકી હતી. પણ રીલીઝ ન થવાને લીધે કોઈ આ સ્ટોરીને જાણતું નથી.

8. टाइम मशीन:

ડાયરેકટર શેખર કપૂર 1992 માં ટાઈમ ટ્રેવલનાં કોન્સ્પેટ પર ફિલ્મ ‘ટાઈમ ટ્રેવલ’ બનાવી રહ્યા હતા. ટાઇમ મશીન નામની આ ફિલ્મમાં આમીર ખાન લીડ રોલમાં હતા. ફિલ્મની મોટાભાગની શુટિંગ પૂરી થઇ ગઈ હતી.

9. दस (1996):

2005 ની ‘દસ’ પહેલા 1996 માં સલમાન ખાન અને સંજય દત્ત અભિનીત ફિલ્મ ‘દસ’ આવવાની હતી. ફિલ્મમમાં બંને અભિનેતા ઇન્ડિયન એજન્ટ્સ બન્યા હતા જે પાકિસ્તાનમાં યુદ્ધ રોકવા માટે જતા હતા. ડાયરેકટર મુકુલ આનંદ આકસ્મિક મૌતનાં ચાલતા આ ફૂલમ પૂરી થઇ શકી ન હતી.

10. देसी मैजिक:

દેસી મેજિક માં ‘ક્હોનાં પ્યાર હે’ ફેમ અમીષા પટેલ ડબલ રોલમાં નજરમાં આવી શકે તેમ હતી. આ રોમેન્ટિક કોમેડી ફિલ્મમાં જાએદ ખાન, સાહિલ શ્રોફ પણ લીડ રોલમાં હતા. 2013 માં શરુ થયેલી આ ફિલ્મ આજ સુધી રીલીઝ થઇ શકી નથી.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!