શિયાળામાં રાખો સ્કીનની સંભાળ, એ પણ નેચરલી ફેસ પેક સાથે… વાંચો મહત્વ ની ટિપ્સ

0

શિયાળો ઘણાં બધાં લોકો ની પ્રીય ઋતુ છે. શિયાળા માં કસરત શાકભાજી થી શરીર ને વધુ તંદુરસ્ત બનાંવી શકાય છે. પણ શિયાળામાં સ્કીન ની સમસ્યા પણ એટલી જ થાય છે.અને ઠંડી નાં લીધે સ્કીન ની સારસંભાળ પણ વધુ રાખવી પડે છે. તો ચાલો જાણીએ શિયાળામાં યુઝ કરી શકાય તેવા ફેસ પેક.

૧. પપૈયાં નો ફેસ પેક
પપૈયાં ને ક્રશ કરી તેમાં ૨ ચમચી મધ મેળવી ને ફેસ પેક બનાંવો અને ચહેરા પર લગાવો અને બીજી ડ્રાય સ્કીન પર લગાવો. સૂકાઈ ગયાં બાદ ધોઇ લો. તેનાંથી સ્કીન મોસ્ચ્યુરાઈઝ થશે.

૨. બદામ નો ફેસ પેક
બદામ નાં ભૂકા માં ૨ ચમચી દૂધ મેળવી તેને ચહેરા પર લગાવો. ૧૦ મિનિટ બાદ ધોઈ નાંખો. આ પેક શિયાળામાં ત્વચા ને નરમ બનાંવશે અને ડ્રાયનેસ દૂર કરશે.

૩. છાશ નો ફેસ પેક
૨ ચમચી દહીં માં થોડી છાશ ઉમેરો અને ચહેરા પર લગાવી મસાજ કરો. તેનાંથી ત્વચા ને જરુરી વિટામિન મળે છે.અને શિયાળા માં ફાયદો થાય છે.

૪. લીંબુ નો ફેસ પેક
લીંબુ નાં રસ માં ૨ ચમચી મધ ભેળવી તેને રૂ વડે ચહેરા પર લગાવો. થોડી વાર બાદ ધોઇ નાંખો. તેનાંથી સ્કીન ને વિટામિન સી મળશે અને ચહેરા પર શિયાળા માં આવતી ખંજવાળ પણ દૂર થશે. સ્કીન નરમ બનશે.

૫. કેળા નો ફેસ પેક
કેળા ને ક્રશ કરી તેમાં ૨ ચમચી મધ ઉમેરો. સરખુ મિક્સ કરી તેને ચહેરા પર લગાવો. સૂકાઇ ગયા બાદ ધોઈ લો. તેનાથી સ્કીન ને વિટામિન સી, બી૬ મળશે. કરચલી માં પણ ફાયદો થશે અને સ્કીન નરમ પણ બનશે.

તો તમે પણ શિયાળા માં તમારી ત્વચા નું ધ્યાન જરુર રાખો.

લેખક – બંસરી પંડ્યા ” અનામિકા “

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here